android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Weather Update: 21 રાજ્યમાં વરસાદનું એલર્ટ, દિલ્હી, યૂપી બિહારમાં કેવી રહેશે સ્થિતિ?
calendar_today June 6, 2026

Weather Update: 21 રાજ્યમાં વરસાદનું એલર્ટ, દિલ્હી, યૂપી બિહારમાં કેવી રહેશે સ્થિતિ?

ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર આજે દિલ્હીમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં પણ વરસાદના આસારો વ્યક્ત કરવામાં આવ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં ગાજવીજ સાથે વરસાદ અને તેજ પવનો ફૂંકાઈ શકે છે. રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં ધૂળભરી આંધી આવવાની સંભાવના પણ છે.દિલ્હીનું મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા આજે દિલ્હીનું મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગ અનુસાર દક્ષિણ-પશ્ચિમ ચોમાસું દેશના અનેક ભાગોમાં ઝડપથી આગળ વધી રહ્યું છે. આગામી 2થી 3 દિવસ દરમિયાન તે મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, ગોવા અને ઉત્તર-પૂર્વ ભારતના ઘણા વિસ્તારોમાં પહોંચી શકે છે. દિલ્હી-એનસીઆરમાં ચોમાસું ક્યારે પહોંચશે? IMDના અનુમાન મુજબ દિલ્હી-એનસીઆરમાં ચોમાસું 25થી 30 જૂન વચ્ચે પહોંચવાની શક્યતા છે. આ જ સમયગાળો નોઈડા, ગુરુગ્રામ, ફરીદાબાદ, ગાઝિયાબાદ તેમજ ઉત્તર ભારતના અન્ય કેટલાક વિસ્તારો માટે પણ દર્શાવવામાં આવ્યો છે. અનુમાન છે કે ચોમાસું હરિયાણા, પંજાબ અને ચંડીગઢના કેટલાક ભાગોમાં પણ આગળ વધશે, જ્યારે હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં તે લગભગ 30 જૂન આસપાસ પહોંચશે. તે પહેલાં આ રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા ઓછી માનવામાં આવી રહી છે. આસામ અને ત્રિપુરામાં ભારે વરસાદની આગાહી ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં પણ હવામાન અસ્થિર રહેવાની શક્યતા છે. અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરાના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક સ્થળોએ વીજળી પડવાની અને તેજ પવનો ફૂંકાવાની શક્યતા પણ છે. દક્ષિણ ભારત માટે ભારે વરસાદનું એલર્ટ કેરળ, કર્ણાટક, તમિલનાડુ, તેલંગાણા, આંધ્ર પ્રદેશ અને લક્ષદ્વીપમાં ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે તટીય કર્ણાટક, કેરળ અને તમિલનાડુના કેટલાક વિસ્તારોમાં ભારે થી અતિભારે વરસાદ માટે એલર્ટ જાહેર કર્યું છે.

Read Full Story arrow_forward
Z+ security : Z પ્લસ સુરક્ષા હટાવાતા લાલુ-રાબડી નારાજ, સરકારી સુરક્ષા પરત કરી
calendar_today June 6, 2026

Z+ security : Z પ્લસ સુરક્ષા હટાવાતા લાલુ-રાબડી નારાજ, સરકારી સુરક્ષા પરત કરી

સુરક્ષામાં થયેલા આ ફેરફારથી નારાજ બંને નેતાઓએ તેમને આપવામાં આવેલી સરકારી સુરક્ષા પરત કરી દીધી છે. આ નિર્ણય બાદ રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)એ રાજ્ય સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા છે અને તેને રાજકીય દ્વેષથી પ્રેરિત પગલું ગણાવ્યું છે.સુરક્ષામાં અચાનક ઘટાડો થવાથી અનેક પ્રશ્નો ઊભા થયા આરજેડીના પ્રદેશ પ્રવક્તા શક્તિ સિંહ યાદવે નિવેદન આપતાં જણાવ્યું કે લાલુ પ્રસાદ યાદવ અને રાબડી દેવીએ સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલી સુરક્ષા પરત કરવાનો નિર્ણય લીધો છે. તેમણે આરોપ લગાવ્યો કે રાજ્ય સરકાર વિરોધ પક્ષના મુખ્ય નેતાઓને નિશાન બનાવી રહી છે અને તેમની સુરક્ષા સાથે સમાધાન કરવામાં આવી રહ્યું છે. પક્ષનું કહેવું છે કે લાલુ યાદવ લાંબા સમયથી રાષ્ટ્રીય રાજકારણના મોટા નેતા રહ્યા છે અને તેમને મળતી સુરક્ષામાં અચાનક ઘટાડો થવાથી અનેક પ્રશ્નો ઊભા થાય છે.આરજેડી આ વ્યવસ્થાથી નારાજ હકીકતમાં, શુક્રવારે થયેલી સુરક્ષા સમીક્ષા બાદ લાલુ પ્રસાદ યાદવ અને રાબડી દેવીને આપવામાં આવેલી Z Plus શ્રેણીની સુરક્ષા હટાવી દેવામાં આવી હતી. ત્યારબાદ તેમની સુરક્ષાની જવાબદારી બિહાર પોલીસના જવાનોને સોંપવામાં આવી. જોકે આરજેડી આ વ્યવસ્થાથી સંતોષી નથી અને તેને બંને નેતાઓની પ્રતિષ્ઠા અને સુરક્ષા સાથેનો અન્યાય ગણાવ્યો છે. તેજસ્વીની સુરક્ષામાં કોઈ ફેરફાર નહીં વિપક્ષના નેતા તેજસ્વી યાદવની સુરક્ષા વ્યવસ્થામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેમને અગાઉની જેમ Y+ શ્રેણીની સુરક્ષા મળતી રહેશે. સુરક્ષા સમિતિનું માનવું છે કે વિપક્ષના નેતાનું પદ કેબિનેટ મંત્રીના દરજ્જા સમાન હોય છે. ઉપરાંત તેજસ્વી યાદવ સતત રાજકીય કાર્યક્રમો, જનસભાઓ અને વિવિધ જિલ્લાઓના પ્રવાસોમાં સક્રિય રહે છે. તેમની જાહેર પ્રવૃત્તિઓ અને ભીડભાડવાળા કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને હાલની સુરક્ષા વ્યવસ્થા યથાવત રાખવામાં આવી છે. તેજ પ્રતાપ યાદવની સુરક્ષામાં પણ ઘટાડો સુરક્ષા સમીક્ષાનો પ્રભાવ તેજ પ્રતાપ યાદવ પર પણ પડ્યો છે. અગાઉ તેમને Y શ્રેણીની સુરક્ષા આપવામાં આવતી હતી, પરંતુ હવે તેમની સુરક્ષામાં ઘટાડો કરીને માત્ર એક વ્યક્તિગત સુરક્ષા અધિકારી (PSO) અથવા અંગરક્ષક ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Read Full Story arrow_forward
Weather Alerts : ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય, 10 જૂન સુધી આ જિલ્લાઓ ધમરોળાશે
calendar_today June 6, 2026

Weather Alerts : ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય, 10 જૂન સુધી આ જિલ્લાઓ ધમરોળાશે

ચાલુ ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતના નાગરિકો માટે વાતાવરણને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં એક શક્તિશાળી હવામાન સિસ્ટમ સક્રિય થવાને કારણે આગામી દિવસોમાં તોફાની પવન સાથે મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરવા માટે તૈયાર છે.હળવાથી મધ્યમ વરસાદ હવામાન વિભાગની સત્તાવાર યાદી અનુસાર, રાજ્યમાં ખાસ 'સાયક્લોનિક સર્ક્યુલેશન' સક્રિય થયું છે, જેના કારણે આગામી 10 જૂન સુધી સમગ્ર ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા અને તેજ પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની ભારે આગાહી કરવામાં આવી છે. આ જિલ્લામાં પડશે વરસાદ આ નવીનતમ સિસ્ટમની સીધી અસર ઉત્તર, મધ્ય, પૂર્વીય પટ્ટા અને દક્ષિણ ગુજરાતના તમામ મુખ્ય જિલ્લાઓ પર જોવા મળશે. ઉત્તર ગુજરાતના સરહદી વિસ્તારો એવા બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે અને ભારે પવન ફૂંકાઈ શકે છે. આ ઉપરાંત, સાબરકાંઠા સહિત પાટનગર ગાંધીનગર અને રાજ્યના આર્થિક હબ ગણાતા અમદાવાદમાં પણ ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડવાની પૂરેપૂરી સંભાવના છે. મધ્ય ગુજરાત અને પૂર્વ પટ્ટીના આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાઓમાં પણ વહીવટી તંત્ર દ્વારા ખેડૂતોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે. દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ દક્ષિણ પટ્ટાની વાત કરીએ તો વડોદરા, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચ સહિત સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં ભારે ગાજવીજ સાથે વાવાઝોડા જેવો માહોલ સર્જાશે. સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાઈ શકે છે. બીજી તરફ, સૌરાષ્ટ્રના હાર્દ સમાન રાજકોટ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ચોમાસા પૂર્વેની આ એક્ટિવિટીના ભાગરૂપે તેજ ગતિએ પવન ફૂંકાશે અને સારો એવો વરસાદ ખાબકશે. આ સિસ્ટમના કારણે તાપમાનનો પારો ગગડશે, જેનાથી લોકોને અસહ્ય ગરમી અને બફારામાંથી મોટી રાહત મળશે. આ પણ વાંચો----     Gujarat Latest News live : રાજ્યમાં 10 જૂન સુધી વરસાદની આગાહી

Read Full Story arrow_forward