android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Narmada: દેડિયાપાડા જંગલ ખાતાની પાંચ રેન્જ દ્વારા પર્યાવરણ દિવસ ઉજવાયો
calendar_today June 6, 2026

Narmada: દેડિયાપાડા જંગલ ખાતાની પાંચ રેન્જ દ્વારા પર્યાવરણ દિવસ ઉજવાયો

દેડિયાપાડા : નર્મદા વન વિભાગ અંતર્ગત દેડિયાપાડા તાલુકામાં આવેલી પાંચ રેન્જ દેડિયાપાડા, સોરાપાડા, ફુલસર,સગાઈ, અને પીપલોદ રેન્જમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને જંગલમાંથી પ્લાસ્ટિક એકત્રિત કરીને સફઈ અભિયાન હાથ ધરાયું હતું ફુલસર રેન્જમાં ટુકનેર ફેરેસ્ટ વિસ્તારમાં પ્લાસ્ટિક સફઈ તેમજ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સગાઈ ઈકો ટુરિઝમ ખાતે પ્લાસ્ટિક સફઈ કરવામાં આવ્યું હતું. દેડિયાપાડા, સોરાપડા, પીપલોદ રેન્જમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એન. બી. ભુરીયા ફુલસર આરએફ્ઓ, ભાવિન ચોધરી દેડિયાપાડા આરએફ્ઓ, જીજ્ઞેશ સોલંકી સગાઈ આરએફ્ઓ, વિક્રમ બારીયા પીપલોદ આરએફ્ઓ, રવિન્દ્ર વાઘેલા સોરાપાડા આરએફ્ઓના માર્ગદર્શન હેઠળ વનખાતાના કર્મીઓ દ્વારા પર્યાવરણ દિવસની ઉજવણી કરાઇ હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Mandal: માંડલ ગ્રામ્યમાં વરસાદી પાણી નિકાલના કાયમી માર્ગ ઉપર માટીપુરાણથી ભારે રોષની લાગણી
calendar_today June 6, 2026

Mandal: માંડલ ગ્રામ્યમાં વરસાદી પાણી નિકાલના કાયમી માર્ગ ઉપર માટીપુરાણથી ભારે રોષની લાગણી

માંડલ તાલુકાનું માનપુરા ગામ જે મુખ્ય ઔદ્યોગિક હાઈવે વિરમગામ-બેચરાજી હાઈવે ઉપરનું આવેલું ગામ છે. માનપુરાની નજીક આશરે 500 મીટરના અંતરે ખાનગી ઔદ્યોગિક કંપની આવી રહી છે અને આ વિશાળ કેમ્પસની અંદર 30થી વધુ કંપની આવનાર સમયમાં ધમધમવાની છે. ત્યારે આ નવી કંપનીઓ દ્વારા 700થી વધુ વીઘા જમીનમાં માટીપુરાણનું કામ શરુ કરાયું છે. જેનાથી દર ચોમાસામાં વરસાદી પાણીના કુદરતી નિકાલનો માર્ગ અવરોધાતો હોય વિસ્તારના ખેડૂતોમાં ભારે રોષની લાગણી ઉઠવા પામી છે. આ અંગે માનપુરાના અગ્રણીઓ અને ગ્રામજનોએ શુક્રવારે મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આવનાર ચોમાસાના પાણીના નિકાલના પ્રશ્નને લઈ આવેદનપત્ર પાઠવીને ઉગ્ર રજૂઆત કરી છે અને ચોમાસું નજીકના દિવસોમાં છે. જેથી ગામ અને સીમના પાણીના નિકાલનો માર્ગ જે યથાવત હતો તે ક્લીયર કરી આપવા માંગ કરી છે. માનપુરા ગામની પુર્વ દિશામાં આવતાં મોટા ભાગના ગામડાઓ અને એના વરસાદી પાણીના વહેણ અને ખેતરો, સીમ વિસ્તારોના પાણી માનપુરાના પાણીના વહેણની સાથે ભળીને જેસંગપુરા ગામના વહેણ સાથે આ બધુ જ પાણી ભળીને માંડલના મુખ્ય વોકળામાંથી પસાર થઈ કચ્છના નાના રણ વાટે થઈ સમુદ્રમાં ભળી જાય છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Narmada: નર્મદા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં વૃક્ષારોપણ કરાયું
calendar_today June 6, 2026

Narmada: નર્મદા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં વૃક્ષારોપણ કરાયું

રાજપીપળા : વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લામાં નાંદોદ તાલુકાના વડીયા ગ્રામ પંચાયત ખાતે, સાગબારા તાલુકાના સાગબારા ગ્રામ પંચાયતના કનખાડી ગામે તેમજ તિલકવાડા તાલુકાના તિલકવાડા ગ્રામ પંચાયત હેઠળના તિલકવાડા ગામે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા પ્રમુખો, તાલુકા પંચાયતના સદસ્યો, ગ્રામ પંચાયતના સરપંચો, તાલુકા વિકાસ અધિકારીઓ, તલાટી કમ મંત્રીઓ, ગ્રામજનો તેમજ તાલુકા પંચાયતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પર્યાવરણના સંરક્ષણ, વૃક્ષોના મહત્વ અને હરિયાળું પર્યાવરણ જાળવવા માટે વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેનું જતન કરવા અંગે સૌને સંદેશ આપવામાં આવ્યો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણ માટે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward