android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Himatnagar: હિંમતનગરના નવાનગરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ
calendar_today June 6, 2026

Himatnagar: હિંમતનગરના નવાનગરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના નવાનગર ખાતે શુક્રવારે તા.5મી જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ હતી. જે પ્રસંગે સામાજિક ન્યાય અને અધિકારિતા, શિક્ષણ વિભાગ તથા જિલ્લાના પ્રભારી મંત્રીની ઉપસ્થિતિમાં આયોજિત કાર્યક્રમમાં પ્રકૃતિના જતન અને સંવર્ધન માટે સામૂહિક વૃક્ષારોપણનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. હિંમતનગરના નવાનગર તળાવની પાળે વિવિધ 12 પ્રકારના પરંપરાગત અને સ્વદેશી વૃક્ષોના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાં પ્રભારી મંત્રી સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લીમડો, આંબો, ભદ્રાક્ષ, અર્જુન સાદડ, પારસ પીપળ અને સિંદૂર જેવા પર્યાવરણ માટે અત્યંત ઉપયોગી એવા સ્વદેશી છોડવાઓનું રોપણ કરીને હરિયાળી ક્રાંતિને વેગ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સાબરકાંઠાના સાંસદ અને હિંમતનગરના ધારાસભ્ય વી.ડી.ઝાલા, જિલ્લા કલેક્ટર લલિત નારાયણસિંઘ સાંદુ, જિલ્લા વિકાસ અધિકારી એચ.પી.પટેલ અને જિલ્લા પોલીસવડા ડૉ.પાર્થરાજસિંહ ગોહિલે પણ વૃક્ષારોપણમાં સહભાગી થઈ પર્યાવરણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ઉપરાંત નાયબ વન સંરક્ષક ડૉ.ડી.એફ.ગઢવી, નાયબ વન સંરક્ષક, સાબરકાંઠા વન વિભાગ પી.જે.ચૌધરી, કનુભાઈ પટેલ, વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ, સરકારી કર્મચારીઓ અને નવાનગરના ગ્રામજનોએ ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ankleswar: અંકલેશ્વર પબ્લિક સ્કૂલમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું
calendar_today June 6, 2026

Ankleswar: અંકલેશ્વર પબ્લિક સ્કૂલમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું

અંકલેશ્વર : વિશ્વ પર્યાવરણ દિને અંકલેશ્વર પબ્લિક સ્કુલ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતું..આ નિમિત્તે સેકન્ડરી અને હાયર સેકન્ડરીના આચાર્ય કવીતા કાલગુડે અને પ્રી-પ્રાયમરી અને પ્રાયમરી ના આચાર્ય શ્રાદ્ધા પટેલ ની ઉપસ્થીતીમાં સંસ્થાના પ્રમુખ નાઝુ ફ્ડવાલાના માર્ગદર્શનથી વૃક્ષારોપાણ કરવામાં આવ્યુંહતું.આકાર્યકમમાં શિક્ષકો,નોન ટીચીંગ સ્ટાફ્ અને વાલીઓ ખાસ ઉપસ્થીત રહ્યાં હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Himatnagar: ખેડબ્રહ્મા ન.પાલિકા દ્વારા બજારોમાં પ્લાસ્ટિકના ઝભલાનો ઉપયોગ બંધ કરવા કડક વલણ
calendar_today June 6, 2026

Himatnagar: ખેડબ્રહ્મા ન.પાલિકા દ્વારા બજારોમાં પ્લાસ્ટિકના ઝભલાનો ઉપયોગ બંધ કરવા કડક વલણ

ખેડબ્રહ્મા: વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ખેડબ્રહ્મા શહેરમા ન.પાલિકાએ બજારોમા પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા કડક વલણ અપનાવ્યું હતુ. ખેડબ્રહ્મા શહેરમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ન.પાલિકાના સેનેટરી ઇન્સ્પેકટર નરેન્દ્રસિંહ પરમારે શહેરમાં બસ સ્ટેશન, સરદાર ચોકમાં નાના- મોટા વેપારીઓને તેમજ શાકભાજી વેચનારોને સૂચનાઓ આપી હતી કે, પ્લાસ્ટિકના ઝભલાનો ઉપયોગ બંધ કરવા વેપારીઓને સૂચનાઓ આપી હતી. જો વેપારીઓ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ નહી કરે અને સૂચનાઓને ધોઈ પી જશે તો આગામી દિવસોમાં વેપારીઓ પાસે દંડની કાર્યવાહી હાથ ધરવામા આવશે તેવુ પાલિકાના સેનેટરી ઇન્સ્પેકટર નરેન્દ્રસિંહ પરમારે જણાવ્યુ હતુ.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward