android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bhavnagar: સોમનાથ હાઇવે પર ક્રેઇન લઈ જતો ટ્રક પલટી મારીને સળગ્યો, ડ્રાઇવરનું જીવતું ભૂંજાઈ જતાં કરુણ મોત
calendar_today June 6, 2026

Bhavnagar: સોમનાથ હાઇવે પર ક્રેઇન લઈ જતો ટ્રક પલટી મારીને સળગ્યો, ડ્રાઇવરનું જીવતું ભૂંજાઈ જતાં કરુણ મોત

ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર મોડી રાત્રે એક કાળજું કંપાવનારો અકસ્માત સર્જાયો હતો, જેમાં હાઇવે પર અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. તળાજા નજીક રાત્રિના આશરે ૨ વાગ્યાની આસપાસ એક સિમેન્ટ ભરેલા ટ્રક અને ક્રેઇન લઈ જઈ રહેલા ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. બે ટ્રક વચ્ચે થયેલો આ અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર વાગ્યા બાદ ક્રેઇન લઈ જતો ટ્રક રોડ પર જ પલટી મારી ગયો હતો.સોમનાથ હાઇવે પર બે ટ્રક વચ્ચે અકસ્માતટ્રક પલટી મારવાની સાથે જ તેમાં શોર્ટ સર્કિટ અથવા ઇંધણની ટાંકી ફાટવાના કારણે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગે જોતજોતામાં સમગ્ર ટ્રકને પોતાની ઝપેટમાં લઈ લીધો હતો. દુર્ભાગ્યે, ટ્રક પલટી મારી જવાથી ડ્રાઇવર કેબિનની અંદર જ ફસાઈ ગયો હતો અને તેને બહાર નીકળવાનો મોકો મળ્યો ન હતો, જેને કારણે ડ્રાઇવરનું આગમાં જીવતા ભૂંજાઈ જવાથી ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.ટ્રક પલટી મારી સળગતા ડ્રાઇવરનું મોતઆ ભયાનક દુર્ઘટનાની જાણ થતાં જ તળાજા પોલીસ, ફાયર બ્રિગેડની ટીમ અને 108 ઇમરજન્સી સેવાનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ ટ્રકમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસે ટ્રકમાંથી ડ્રાઇવરના મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ અર્થે તળાજાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો છે. મોડી રાત સુધી મૃતક ડ્રાઇવરની ઓળખ થઈ શકી ન હોવાથી પોલીસે તેની ઓળખ મેળવવા અને અકસ્માત સંદર્ભે વધુ તપાસ હાથ ધરી છે.આ પણ વાંચો: Ahmedabad: ધોળકાની વટામણ ચોકડી પર ટ્રક અને આઇશર વચ્ચે કારનો કચ્ચરઘાણ, આખો પરિવાર ગંભીર ઇજાગ્રસ્ત

Read Full Story arrow_forward
Rajkot : મેયર નેહલ શુક્લ એક્શન મોડમાં, પૂર્વ સત્તાધીશોના 846 કરોડના પ્રોજેક્ટ્સ પર મૂકી દીધી બ્રેક
calendar_today June 6, 2026

Rajkot : મેયર નેહલ શુક્લ એક્શન મોડમાં, પૂર્વ સત્તાધીશોના 846 કરોડના પ્રોજેક્ટ્સ પર મૂકી દીધી બ્રેક

રાજકોટ મહાનગરપાલિકાના રાજકારણ અને વહીવટી તંત્રમાં એક બહુ મોટો ગરમાવો આવી ગયો છે. મનપાના વર્તમાન મેયર નેહલ શુક્લ દ્વારા લેવામાં આવેલા એક સપાટાભર્યા નિર્ણયને કારણે પૂર્વ સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.846 કરોડના કામો પર બ્રેક મહાનગરપાલિકામાં અગાઉના શાસકોના સમયમાં મંજૂર થયેલા અંદાજે 846 કરોડના મસમોટા વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ અને કામોને આગળ વધતા અટકાવી દેવામાં આવ્યા છે. મેયર દ્વારા આ તમામ વિવાદાસ્પદ પ્રોજેક્ટ્સની આકરી સમીક્ષા અને ચકાસણી હાથ ધરવામાં આવી છે.  ઝોન મુજબના પ્રોજેક્ટ સહિતના કામોની સમીક્ષા આ આકરા નિર્ણય પાછળનું મુખ્ય કારણ પ્રોજેક્ટ્સમાં નક્કી થયેલો મસમોટો ખર્ચ અને તેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા છે. મેયરના નિર્ણયથી ચર્ચા ચાલે છે કે જનતાના ટેક્સના પૈસાનો દુરુપયોગ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. આ આદેશ અંતર્ગત મનપાના તમામ ઝોનલ કોન્ટ્રાક્ટ, ઝોન વાઇઝ ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટ્સ અને અન્ય વિકાસ કાર્યોની ફાઈલો ફરીથી ખોલવામાં આવશે. સમીક્ષા બાદ આગળનો નિર્ણય કરાશે  એન્જિનિયરિંગ અને ઓડિટ ટીમ દ્વારા આ કામોનું ઊંડાણપૂર્વક રી-વેરિફિકેશન કરવામાં આવશે, ત્યારબાદ જ આ કામો આગળ વધારવા કે કાયમ માટે બંધ કરી દેવા તે અંગે આખરી નિર્ણય લેવાશે. જનરલ બોર્ડની સમયમર્યાદા રદ કરાઈ આ ઉપરાંત, મનપાના ઇતિહાસમાં એક મોટો વહીવટી ફેરફાર પણ કરવામાં આવ્યો છે. લોકશાહી ઢબે પ્રશ્નોતરી થઈ શકે તે માટે જનરલ બોર્ડ ચાલવાની જે જૂની સમય મર્યાદા હતી તેને પણ રદ્દ કરી દેવામાં આવી છે, જેથી હવે તમામ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા થઈ શકશે. મનપાના પોતાના જ પૂર્વ શાસકો ના સમયના કામો પર વર્તમાન કમિટી અને મેયર દ્વારા તપાસના આદેશ અપાતા રાજકીય ગલિયારાઓમાં ભારે ચર્ચા જાગી છે. આગામી દિવસોમાં સમીક્ષા રિપોર્ટ સામે આવ્યા બાદ આ પ્રોજેક્ટ્સમાં મોટો ધડાકો થવાની પૂરેપૂરી સંભાવના છે.આ પણ વાંચો----     Gujarat Latest News live : અમદાવાદના મોટેરાના ગામતળની જમીનનું ડિમોલિશન, ડિમોલિશન પહેલા સ્થાનિકોનો વિરોધ

Read Full Story arrow_forward
Valsad: વાપી રેલવે પ્લેટફોર્મ પર જાંબાઝોએ મુસાફરોને મોતના મુખમાંથી ખેંચી કાઢ્યા, રેલવે સ્ટાફ અને પોલીસે બતાવ્યું સાહસ
calendar_today June 6, 2026

Valsad: વાપી રેલવે પ્લેટફોર્મ પર જાંબાઝોએ મુસાફરોને મોતના મુખમાંથી ખેંચી કાઢ્યા, રેલવે સ્ટાફ અને પોલીસે બતાવ્યું સાહસ

વલસાડ જિલ્લાના વાપી રેલવે સ્ટેશન પરથી માનવતા અને સમયસૂચકતાના ઉત્તમ ઉદાહરણ સમાન બે અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. ચાલુ ટ્રેનમાં ચઢવા અને ઉતરવા જતાં બે જુદા-જુદા મુસાફરોનો પગ લપસી ગયો હતો. સંતુલન ગુમાવવાને કારણે બંને મુસાફરો પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચેના જોખમી ગેપમાં સરકી રહ્યા હતા. જોકે, સ્ટેશન પર હાજર રેલવે સ્ટાફની બહાદુરીને કારણે એક મોટી હોનારત ટળી ગઈ હતી. આ હૃદયધબકારો વધારતી ઘટનાના લાઈવ દ્રશ્યો રેલવે સ્ટેશનના સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થયા છે.સેકન્ડોના હેરફેરથી બે મુસાફરોના જીવ બચ્યામળતી વિગતો અનુસાર, પહેલી ઘટનામાં એક મહિલા મુસાફર ચાલુ ટ્રેનમાંથી ઉતરવાનો પ્રયત્ન કરી રહી હતી, તે સમયે તેનો પગ સ્લીપ થઈ ગયો હતો. મહિલા ટ્રેનની નીચે કચડાય તે પહેલાં જ ત્યાં ફરજ પર હાજર વલસાડના રેલવે સફાઈ કોન્ટ્રાક્ટરે ત્વરિત દોડીને મહિલાને પ્લેટફોર્મ તરફ ખેંચી લીધી હતી. જ્યારે બીજી ઘટનામાં એક પુરુષ મુસાફર ચાલુ ટ્રેનમાં ચઢવા જતાં પોતાનો કાબૂ ગુમાવી બેઠો હતો અને ટ્રેનની સાથે ઢસડાવા લાગ્યો હતો. ટ્રેનમાં ચઢતા-ઉતરતા પગ લપસ્યોઆ દ્રશ્ય નજરે જોતાં જ પ્લેટફોર્મ પર તૈનાત બે રેલવે પોલીસ કોન્સ્ટેબલો સિંગમની જેમ દોડી આવ્યા હતા અને મુસાફરને હેમખેમ બહાર ખેંચી લીધો હતો. સેકન્ડોના ભાગમાં લેવાયેલા આ નિર્ણયોને કારણે બંને મુસાફરોના જીવ બચી ગયા છે અને સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.આ પણ વાંચો: Bhavnagar: સોમનાથ હાઇવે પર ક્રેઇન લઈ જતો ટ્રક પલટી મારીને સળગ્યો, ડ્રાઇવરનું જીવતું ભૂંજાઈ જતાં કરુણ મોત

Read Full Story arrow_forward