android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara: કરજણ યુવા ભાજપ દ્વારા પર્યાવરણ દિન નિમિત્તે વૃક્ષારોપણ
calendar_today June 6, 2026

Vadodara: કરજણ યુવા ભાજપ દ્વારા પર્યાવરણ દિન નિમિત્તે વૃક્ષારોપણ

કરજણ : કરજણ નગર ભાજપ અને યુવા ભાજપ દ્વારા પર્યાવરણ બચાવવા માટે એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ કરેલ છે. પર્યાવરણ બચાવવા માટે વધુને વધુ વૃક્ષો વાવી તેનું જતન કરવાની પ્રતિજ્ઞા લેવામાં આવેલ છે. કાર્યક્રમમાં નગર ભાજપના હોદ્દેદારો, કાર્યકરો, યુવા ભાજપ કાર્યકરો, હોદ્દેદારો સહિત પાલિકાના કોર્પોરેટરો ઉપસ્થિત રહી સંયુક્ત વિશ્વપર્યાવરણ દિન નિમિત્તે વિવિધ જગ્યાએ લગભગ 270 જેટલા વૃક્ષો વાવી પર્યાવરણ બચાવવાના પ્રયત્નો કર્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Kheda: કેનાલમાં પાણી આવ્યું જ નહીં ખેડૂતોની આશા ઠગારી નીવડી
calendar_today June 6, 2026

Kheda: કેનાલમાં પાણી આવ્યું જ નહીં ખેડૂતોની આશા ઠગારી નીવડી

મહેમદાવાદ તાલુકાના કારછાઈથી કતકપુરા તરફ્ જતી માઇનોર કેનાલને લઈને સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર, સરકાર દ્વારા સિંચાઈ માટે કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલી આ કેનાલમાં નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદથી આજ દિન સુધી કેનાલનું એક ટીપું પણ પાણી આવ્યું નથી. તેમજ કરોડોના ખર્ચે બનેલી કેનાલમાં પાણી છોડયા પહેલા કેનાલ તૂટવા લાગી છે. પરિસ્થિતિ એવી બની છે કે ખેડૂતો હવે પોતાના બોરવેલનું પાણી કેનાલમાં છોડીને ખેતરો સુધી પહોંચાડવા મજબૂર બન્યા છે. મહેમદાવાદ તાલુકાના કારછાઈ ગામથી કતકપુરા તરફ્ જતા કરોડોના ખર્ચે બનેલી કેનાલમાં વર્ષોથી એક ટીપુય પાણી આવતું નથી તેમ છતાં આ કેનાલનું નવીનીકરણ કરી કરોડો રૂપીયાનો વ્યય કરવામાં આવ્યો છે. કેનાલ બન્યાના ગણતરીના દિવસોમાં કેનાલ તૂટવા લાગી છે. માટે જ સ્થાનિકોનો આક્ષેપ છે કે કેનાલના નિર્માણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં ખેડૂતોને તેનો કોઈ લાભ મળ્યો નથી. જેના કારણે સરકારી નાણાં અને જનતાના ટેક્સના રૂપિયાનું વ્યાપક પ્રમાણમાં વેડફટ થયો હોવાનું લોકો માની રહ્યા છે. ગ્રામજનોએ માંગ કરી છે કે સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરી ખર્ચાયેલ રકમની વસૂલાત કરવામાં આવે. સાથે જ કેનાલમાં નિયમિત પાણી છોડીને ખેડૂતોને સિંચાઈની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Chhotaudepur: બોડેલી નવજીવન સ્કૂલ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઇ
calendar_today June 6, 2026

Chhotaudepur: બોડેલી નવજીવન સ્કૂલ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઇ

વિદ્યાર્થીઓ અને કર્મચારીઓએ વૃક્ષારોપણ તથા સફાઈ કરીને પર્યાવરણ દિવસ ઉજવ્યો.બોડેલી : વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષે 5 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં ઉત્સાહભેર ઉજવવામાં આવે છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં પ્રકૃતિ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો અને ગ્લોબલવોર્મિંગ, પ્રદૂષણ તેમજ પર્યાવરણને થતા નુકસાન સામે રક્ષણ મેળવવા માટે સકારાત્મક પગલાં લેવાનો છે. 5-જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે બોડેલી એસ.ટી ડેપો ખાતે નવજીવન સ્કૂલના સહયોગથી વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી અંતર્ગત વૃક્ષારોપણના કાર્યક્રમ અને સાફ્ સફઈનો કાર્યક્રમ બોડેલી એસ.ટી ડેપો ખાતે યોજાયો હતો. જેમા ખૂબ મોટી સંખ્યામાં બોડેલી નવજીવન સ્કૂલના શિક્ષકો વિદ્યાર્થીઓ બોડેલી એસ.ટી ડેપોના મેનેજર કર્મચારીઓ ઉપસ્થિત રહી વૃક્ષારોપણ તેમજ સાફ્ સફઈ કરી વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરાઇ હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward