android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Chhotaudepur: નસવાડી તાલુકાના ગઢબોરિયાદ CHC ખાતે 200 જેટલા વૃક્ષોનું વાવેતર કરાયું
calendar_today June 6, 2026

Chhotaudepur: નસવાડી તાલુકાના ગઢબોરિયાદ CHC ખાતે 200 જેટલા વૃક્ષોનું વાવેતર કરાયું

નસવાડી : વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નસવાડી તાલુકાના CHC ગઢબોરિયાદ ખાતે ભાવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પર્યાવરણના સંરક્ષણ અને હરિયાળી વધારવાના ઉદ્દેશ સાથે 200 વૃક્ષોનું વાવેતર કરાયું હતું. જે પ્રસંગે CHC ના તબીબી અધિકારી, આરોગ્ય કર્મચારી, વનવિભાગના અધિકારી, સ્થાનિક આગેવાનો તેમજ સમાજના વિવિધ વર્ગોના લોકો ઉત્સાહભેર જોડાયા હતા. મહાનુભાવોએ પર્યાવરણના સતત બગડતા સંતુલન અંગે ચિંતા વ્યક્ત કરી હતી. વધુમાં વધુ વૃક્ષો વાવી તેમની યોગ્ય સંભાળ રાખવા અપીલ કરી હતી. વક્તાઓએ જણાવ્યું હતું કે, વૃક્ષો માત્ર ઓક્સિજનનો સ્ત્રોત જ નથી. પરંતુ વરસાદ, જમીનનું સંરક્ષણ, પ્રદૂષણ ઘટાડવા અને જીવસૃષ્ટિના અસ્તિત્વ માટે પણ અત્યંત જરૂરી છે. વૃક્ષારોપણ દરમિયાન વિવિધ પ્રજાતિના છોડ રોપ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોએ પર્યાવરણના જતન માટે પોતપોતાના સ્તરે યોગદાન આપવા સંકલ્પ લીધો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodara: પાદરા તાલુકાના ચિત્રાલ ગામે ભાજપ કાર્યકરો દ્વારા પર્યાવરણ દિન ઉજવાયો
calendar_today June 6, 2026

Vadodara: પાદરા તાલુકાના ચિત્રાલ ગામે ભાજપ કાર્યકરો દ્વારા પર્યાવરણ દિન ઉજવાયો

સાંઢા : પાદરા તાલુકાના ચિત્રાલ ખાતે પાદરા ભાજપના કાર્યકરો દ્વારા શુક્રવારે પર્યાવરણ દિવસની ઉજવણી કરાઇ હતી. ચત્રાલ ખાતે સાગર વિદ્યાલયમાં સવારે 9 કલાકે તાલુકા ભાજપના કાર્યકરો દ્વારા વૃક્ષા રોપણ કરી પર્યાવરણ દિવસની ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે વડોદરા જિલ્લા ભાજપના મંત્રી બ્રિજેશ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ સંજયસિંહ પરમાર, ભાજપના મહામંત્રી ભીમસિંહ પઢિયાર, ઉપપ્રમુખ ચંદુભાઈ પરમાર તા.સભ્ય શૈલેન્દ્રસિહ વાઘેલા, મંત્રી પ્રદિપસિંહ પરમાર, ભાજપ ઉપપ્રમુખ હરેશ પટેલ ,તા.સભ્ય પીનાકિન ચૌહાણ -તા.સદસ્યા આનંદીબેન પંચાલ ચિત્રાલ ગામના સરપંચ વિજયસિંહ રાજ લોલા ગામના સરપંચ મહેશ પઢિયાર, ગવાસદ સરપંચ કુલદીપસિંહ વાઘેલા સાગર વિધાલયના ટ્રસ્ટી નવિનભાઇ પટેલ અને રણછોડ પટેલ તેમજ અધ્યક્ષ અમિત પટેલ કોશા હાજર રહ્યાં હતા. કાર્યકરો દ્વારા વિસ્તારમાં વધુ વૃક્ષો વાવવા અને તેનું જતન અને ઉછેર કરવા માટે લોકોને અપીલ કરી હતી. જેને પ્રતિસાદ મળ્યો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Bayad: બાયડના જીતપુરથી કેશરપુરા માર્ગ નવો બનાવવા માગણી
calendar_today June 6, 2026

Bayad: બાયડના જીતપુરથી કેશરપુરા માર્ગ નવો બનાવવા માગણી

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના જીતપુરથી આકરૂંદ રોડ પર કેશરપુરા સુધીનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા અનુસાર આ માર્ગ છેલ્લે વર્ષ 2017માં બન્યો હતો. હાલમાં અહીંથી સતત પસાર થતી ભારે લોડિંગ ટ્રકોને કારણે ધૂળની ડમરીઓ ઉડે છે અને ચોમાસામાં મોટા ખાડાઓ પડી જવાથી રસ્તો દેખાતો પણ નથી. ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે તાજેતરમાં અહીં નવો રસ્તો બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ વન વિભાગની મંજૂરી લીધા વિના જ વૃક્ષો કાપી નાખવામાં આવતા વિભાગે વાંધો ઉઠાવ્યો હતો. ત્યારથી આ માર્ગનું કામ સંપૂર્ણપણે બંધ પડયું છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward