android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Himatnagar: વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે સાબરડેરીમાં વૃક્ષારોપણ
calendar_today June 6, 2026

Himatnagar: વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે સાબરડેરીમાં વૃક્ષારોપણ

હિંમતનગર : વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે શુક્રવારે સાબરડેરીના કેટલ ફીડ પ્લાન્ટ ખાતે પર્યાવરણ જાગૃત્તિ અને હરિત સંદેશ પ્રસરાવવા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પ્રાદેશિક કચેરી હિંમતનગરના અધિકારી પ્રિયંકા પટેલ, ચિરાગ ખરાડી ઉપસ્થિત રહ્યા હતા. તેમજ પર્યાવરણ સંરક્ષણ, હરિયાળી વધારવા અને પ્રદૂષણ નિયંત્રણ અંગે જાણકારી અપાઈ હતી. ઉપસ્થિત અધિકારીઓએ પર્યાવરણ બચાવવા માટે વૃક્ષારોપણ અને કુદરતી સંસાધનોના સંરક્ષણનું મહત્વ સમજાવ્યુ હતું. સાબરડેરી કેટલ ફીડ પ્લાન્ટના સ્ટાફ સભ્યો દ્વારા પણ ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન વૃક્ષો વાવો, જીવન બચાવોનો સંદેશ આપવામાં આવ્યો હતો. સાબરડેરી દ્વારા ચેરમેન શામળ પટેલના નેતૃત્વમાં પર્યાવરણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતાં ભવિષ્યમાં પણ આવા જાગૃત્તિ કાર્યક્રમો યોજવાની ખેવના વ્યક્ત કરાઈ હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Godhra: ગોધરા શહેરવાસીઓને સતત બીજા દિવસે પાણી ના મળ્યું
calendar_today June 6, 2026

Godhra: ગોધરા શહેરવાસીઓને સતત બીજા દિવસે પાણી ના મળ્યું

ગોધરા : ગોધરા શહેરમાં પાણીનો જથ્થો પુરો પાડતી નર્મદા કેનાલમાં શુક્રવારે સાંજે પાણીનું લેવલ ઓછું હોવાથી શહેરીજનોને પાણી આપી શકાયું નહોતું. જોકે નર્મદા કેનાલમાં પાણીનું લેવલ આવી જતાં પાણીનો જથ્થો રાબેતા મુજબ શહેરીજનો સુધી પહોચાડવા નગરપાલિકા દ્વારા સુચારૂ આયોજન કરાયું છે.અગાઉના દિવસે પણ પાઇપલાઇન મરામત કામગીરીને લઈ શહેરીજનોને પાણીનો જથ્થો મળી શક્યો નહોતો આમ પાણી નહિં મળતાં શહેરીજનોને ભારે તકલીફ્નો સામનો કરવો પડયો હતો.જોકે નર્મદા કેનાલમાં પાણીનું સ્તર નીચું જતાં ગોધરા નગરપાલિકા દ્વારા નર્મદા કેનાલમાં મુકવામાં આવેલી મોટર ડૂબી નહિં શકતી હોવાથી નગરપાલિકા પાસે અન્ય કોઈ વિકલ્પ નહિં હોવાથી આખરે શુક્રવારે સાંજે પણ પાણી નો જથ્થો નહિં ફળવી શકાયો હોવાથી નગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટી અધ્યક્ષ આનંદ ઘડયાળી દ્વારા શહેરીજનો પાસે સહકારની અપેક્ષા સાથે જાણ કરાઈ હતી.જોકે નગરપાલિકાએ આગોતરી જાણકારી આપ્યા બાદ શહેરીજનોએ બે દિવસ સુધીનું ક્ષમતા મુજબ પાણીનું સ્ટોરેજ કરી લીધું હતું. પરંતુ શુક્રવારે પણ પાણી સાંજે નહીં મળ્યાં કેટલાક શહેરીજનો રીતસર અટવાયા હતા અને પાણીની વ્યવસ્થા કરવા દોડધામ કરી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Modasa: મોડાસામાં બેંક સાથે છેતરપિંડી આચરનારો આરોપી દોઢ વર્ષે ઝબ્બે
calendar_today June 6, 2026

Modasa: મોડાસામાં બેંક સાથે છેતરપિંડી આચરનારો આરોપી દોઢ વર્ષે ઝબ્બે

મોડાસાની સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંકની મોડાસા શાખા સાથે કાવતરું રચી રૂ.61,59,387ની મસમોટી છેતરપિંડી આચરી છેલ્લા દોઢ વર્ષથી નાસતા ફરતા મુખ્ય આરોપીને અરવલ્લી જિલ્લા પોલીસે ઝડપી પાડયો છે. આરોપી ધનસુરાના કરણપુર ગામનો રહીશ હોવાનું ખુલ્યું છે. અરવલ્લી જિલ્લા પોલીસની ટીમ મોડાસા ટાઉન વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે છેતરપિંડીના ગુનાનો આરોપી રવિરાજ ભલુભાઇ સોલંકી (રહે. કરણપુર, તા. ધનસુરા, જિ. અરવલ્લી) હાલમાં મોડાસાની દેવનગરી સોસાયટીમાં છુપાયેલો છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી બાતમીવાળી જગ્યાએ રેઇડ કરી આરોપીને દબોચી લીધો હતો. આરોપી મોડાસાની સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંકની મોડાસા શાખામાં ફિલ્ડમાં કામ કરતો હતો. તેણે ગ્રાહકોને લોનની લાલચ આપી લોન બાબતે સમજણ આપી તેમની પાસેથી જરૂરી દસ્તાવેજો મેળવી લોન મંજૂર કરાવી હતી અને લોનના નાણાં બેંકમાં જમા કરાવવાને બદલે પોતે રાખી લીધા હતા. એટલું જ નહીં, ગ્રાહકોના અંગૂઠાના નિશાન મેળવી બારોબાર નાણાં ઉપાડી બેંક સાથે છેતરપિંડી આચરી હતી. આ અંગે મોડાસા ટાઉન પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. હાલમાં તેને મોડાસા ટાઉન પોલીસને સોપંવામાં આવ્યો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward