android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Junagadh : ગીરના જંગલમાંથી આવ્યા આનંદના સમાચાર, આઇસોલેશનમાં સારવાર લઈ રહેલા 7 વનરાજ થયા મુક્ત
calendar_today June 5, 2026

Junagadh : ગીરના જંગલમાંથી આવ્યા આનંદના સમાચાર, આઇસોલેશનમાં સારવાર લઈ રહેલા 7 વનરાજ થયા મુક્ત

એશિયાટિક સિંહોના એકમાત્ર ઘર ગણાતા ગીરના જંગલમાંથી વન્યજીવ પ્રેમીઓ માટે અત્યંત આનંદના સમાચાર સામે આવ્યા છે. જૂનાગઢના ગીર જંગલની બાબરીયા રેન્જમાંથી અગાઉ પકડાયેલા અને એનિમલ કેર સેન્ટરમાં આઇસોલેશન હેઠળ રાખવામાં આવેલા 7 સિંહોને વન વિભાગ દ્વારા ફરીથી જંગલમાં મુક્ત કરી દેવામાં આવ્યા છે. વન વિભાગના તબીબોની દેખરેખ હેઠળ આ તમામ સિંહોની સફળ સારવાર પૂર્ણ થતાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.બીમારીના કારણે સિંહોને સારવાર માટે લવાયા હતા મળતી માહિતી મુજબ, ગીર પૂર્વ અથવા પશ્ચિમની બાબરીયા રેન્જ વિસ્તારમાંથી થોડા સમય પહેલા આ સિંહોને બીમારી ના ભાગરૂપે વન વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યૂ કરીને પકડવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને ખાસ આઇસોલેશન વોર્ડમાં રાખીને સઘન સારવાર આપવામાં આવી રહી હતી.  બાબરીયા રેન્જમાં છોડી મુકાયા હવે જ્યારે આ સાતેય સિંહો સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયા છે અને જંગલના વાતાવરણમાં શિકાર કરવા તેમજ રહેવા માટે સક્ષમ જણાતા, વન વિભાગે તેમને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને ફરીથી એ જ બાબરીયા રેન્જના મુક્ત વાતાવરણમાં છોડી દીધા છે. પોતાના કુદરતી આવાસમાં પરત ફરતા જ સિંહોની દહાડથી ગીરનું જંગલ ફરી ગુંજી ઉઠ્યું છે. હજું પણ 3 સિંહ ઓબ્ઝર્વેશનમાં બીજી તરફ, વન વિભાગના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર, હજુ પણ 3 સિંહોને વન વિભાગના એનિમલ કેર સેન્ટર ખાતે ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. આ ત્રણેય સિંહોના સ્વાસ્થ્ય પર પણ નિષ્ણાત તબીબોની ટીમ સતત નજર રાખી રહી છે. આગામી દિવસોમાં તેમનો રિપોર્ટ નોર્મલ આવ્યા બાદ અને તેઓ સંપૂર્ણ ફિટ જણાશે એટલે તેમને પણ ગીરના મુક્ત જંગલમાં છોડી મૂકવામાં આવશે. વન વિભાગની આ ત્વરિત અને સફળ કામગીરીની વન્યજીવ પ્રેમીઓ દ્વારા ભારે પ્રશંસા થઈ રહી છે.  આ પણ વાંચો----     Gujarat Latest News live : ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી

Read Full Story arrow_forward
PM મોદીનો સુરતમાં અનોખો કાર્યક્રમ, ઇન્ડોર સ્ટેડિયમમાં મહેમાનો માટીના પાત્રમાં પીશે પાણી
calendar_today June 5, 2026

PM મોદીનો સુરતમાં અનોખો કાર્યક્રમ, ઇન્ડોર સ્ટેડિયમમાં મહેમાનો માટીના પાત્રમાં પીશે પાણી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ડાયમંડ સિટી સુરતના મહત્વપૂર્ણ પ્રવાસે આવી રહ્યા છે. પીએમ મોદીના આ પ્રવાસને લઈને સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન આ મુલાકાત દરમિયાન સુરત શહેર અને દક્ષિણ ગુજરાતના પ્રગતિના ચક્રને વધુ ગતિ આપવા માટે અંદાજે 12421 કરોડના અધધ મૂલ્યના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરીને જનતાને મોટી ભેટ આપશે. ઈકો-ફ્રેન્ડલી કાર્યક્રમ યોજાશે આ ભવ્ય કાર્યક્રમનું આયોજન શહેરના પોશ ગણાતા અઠવાલાઈન્સ વિસ્તારમાં આવેલા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે સાંજે 4 કલાકે કરવામાં આવ્યું છે. વહીવટી તંત્ર દ્વારા વડાપ્રધાનના સ્વાગત અને સુરક્ષા માટેની તમામ તૈયારીઓ આખરી ઓપ આપી દેવામાં આવી છે. આ કાર્યક્રમની સૌથી મોટી અને આકર્ષક વિશેષતા એ છે કે, ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાનારો આ આખો કાર્યક્રમ સંપૂર્ણપણે ઈકો-ફ્રેન્ડલી એટલે કે પર્યાવરણને અનુકૂળ બનાવવામાં આવ્યો છે. મહેમાનોને માટીના પાત્રમાં પાણી અપાશે ગ્લોબલ વોર્મિંગ અને પ્લાસ્ટિક પ્રદૂષણ સામે લડવાનો મજબૂત સંદેશ આપવા માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને વહીવટી તંત્રે એક પ્રશંસનીય પહેલ કરી છે. કાર્યક્રમમાં આવનારા તમામ વીઆઈપી મહેમાનો, અધિકારીઓ અને નાગરિકો માટે પ્લાસ્ટિકની બોટલો કે ગ્લાસના બદલે શુદ્ધ માટીના માટલા અને માટીના કુલ્હડ ની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આ હાઈપ્રોફાઈલ સરકારી કાર્યક્રમમાં તમામ મહેમાનો માટીના પરંપરાગત પાત્રોમાંથી જ પાણી પીશે. પીએમ મોદીના ડિજિટલ અને મોર્ડન ઇન્ડિયાના વિઝન સાથે દેશની પ્રાચીન પરંપરા અને પર્યાવરણ જતનનો આ સમન્વય ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.આ પણ વાંચો---     Gujarat Latest News live : જૂનાગઢમાં ગીર જંગલમાં આઇસોલેશનમાં રહેલા 7 સિંહોને મુક્ત કરાયા

Read Full Story arrow_forward
UP : નોઈડામાં મોટી દુર્ઘટના, સેક્ટર 74ની હાઈરાઈઝ સોસાયટીના ફ્લેટમાં ભીષણ
calendar_today June 5, 2026

UP : નોઈડામાં મોટી દુર્ઘટના, સેક્ટર 74ની હાઈરાઈઝ સોસાયટીના ફ્લેટમાં ભીષણ

ઉત્તર પ્રદેશના ઔદ્યોગિક હબ ગણાતા નોઈડા શહેરમાંથી એક મોટા અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. નોઈડાના પોશ વિસ્તાર ગણાતા સેક્ટર 74 માં આવેલી એક હાઈરાઈઝ રેસિડેન્શિયલ સોસાયટીના ફ્લેટમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી છે. બહુમાળી ઇમારતના ઉપરના માળે આવેલા ફ્લેટમાંથી આગની જ્વાળાઓ અને ધુમાડાના કાળા ડિબાંગ ગોટેગોટા દૂર-દૂર સુધી જોઈ શકાતા હતા, જેને પગલે સમગ્ર સોસાયટી અને આસપાસના વિસ્તારમાં ભારે અફડાતફડી અને ગભરાટનો માહોલ સર્જાયો હતો.ફાયર ફાઈટરના અનેક વાહનો તૈનાત ઘટનાની જાણ સ્થાનિક રહિવાશો દ્વારા તાત્કાલિક ફાયર વિભાગને કરવામાં આવી હતી. આ અકસ્માતની ગંભીરતાને જોતા નોઈડા ફાયર બ્રિગેડની ટીમ કોઈપણ પ્રકારનો સમય બગાડ્યા વિના ઘટનાસ્થળે દોડી આવી હતી. હાલમાં ઘટનાસ્થળે ફાયર ફાઈટરના અનેક વાહનો તૈનાત કરી દેવામાં આવ્યા છે અને ફાયરના જવાનો દ્વારા હાઈરાઈઝ બિલ્ડિંગની અંદર ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા અને આગ પર કાબૂ મેળવવા માટે યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. શોર્ટ સર્કિટના કારણે ફ્લેટમાં આગ લાગી હોવાની આશંકા પ્રાથમિક માહિતી અનુસાર, શોર્ટ સર્કિટના કારણે ફ્લેટમાં આગ લાગી હોવાની આશંકા સેવાઈ રહી છે, જો કે સત્તાવાર કારણ હજી સામે આવ્યું નથી. સોસાયટીના સુરક્ષા ગાર્ડ અને સ્થાનિક લોકો પણ બચાવ કાર્યમાં મદદ કરી રહ્યા છે. બિલ્ડિંગના અન્ય ફ્લેટ્સ સુધી આગ ન ફેલાય તે માટે તકેદારીના પગલાં લેવાઈ રહ્યા છે. સદનસીબે આ દુર્ઘટનામાં હજી સુધી કોઈ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી, પરંતુ ફ્લેટમાં રહેલી લાખો રૂપિયાની ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હોવાનું અનુમાન છે. પોલીસનો કાફલો પણ વ્યવસ્થા જાળવવા માટે ઘટનાસ્થળે પહોંચી ગયો છે.આ પણ વાંચો----      Gujarat Latest News live : ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી

Read Full Story arrow_forward