android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Weather Updates : વરસાદને લઇને IMDની મોટી ચેતવણી, 19 રાજ્યોમાં ભારે વરસાદ સાથે વાવાઝોડાની આગાહી
calendar_today June 5, 2026

Weather Updates : વરસાદને લઇને IMDની મોટી ચેતવણી, 19 રાજ્યોમાં ભારે વરસાદ સાથે વાવાઝોડાની આગાહી

ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરવામાં આવેલી તાજેતરની ચેતવણી મુજબ, દેશના આશરે 19 રાજ્યોમાં આગામી સમયમાં હવામાન અત્યંત તોફાની બની શકે છે. કેરળમાં દક્ષિણપશ્ચિમ ચોમાસાના સત્તાવાર આગમન સાથે જ દેશભરના વાતાવરણમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં દેશના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ, વાવાઝોડા અને ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. પવનની ગતિ અને વરસાદની આગાહી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પ્રભાવિત વિસ્તારોમાં વાવાઝોડા સાથે 70 થી 80 કિમી પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાઈ શકે છે. દિલ્હી-NCR માટે વિશેષ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યાં બે તબક્કામાં હવામાન બદલાશે. સવારથી બપોર સુધી હળવા વરસાદની સાથે 40-50 કિમીની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા છે, જ્યારે સાંજ પછી પણ વાતાવરણમાં વરસાદી માહોલ જળવાઈ રહેશે. દક્ષિણ અને ઉત્તરપૂર્વ ભારતમાં ભારે વરસાદનો સંકેત આગામી 5 થી 7 દિવસ સુધી દક્ષિણ અને ઉત્તરપૂર્વ ભારતમાં ચોમાસું વધુ સક્રિય રહેશે. ખાસ કરીને કેરળ, કર્ણાટક અને પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. ઉત્તર આંતરિક કર્ણાટકમાં ખૂબ જ ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત, આસામ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશ જેવા રાજ્યોમાં 40-50 કિમીની ઝડપે પવન અને વરસાદનો સામનો કરવો પડી શકે છે. ઉત્તર ભારતમાં વરસાદ અને કરાની શક્યતા ઉત્તર ભારતના પહાડી વિસ્તારો જેવા કે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં કરા પડવાની આગાહી કરવામાં આવી છે. મેદાની વિસ્તારોમાં પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહારમાં છૂટાછવાયા વરસાદ સાથે તોફાની પવન ફૂંકાશે. ગરમી અને ભેજનું મિશ્રણ એક તરફ જ્યાં ચોમાસું બેસી ગયું છે, તેમ છતાં ઓડિશા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને પૂર્વોત્તરના કેટલાક ભાગોમાં ભેજવાળી ગરમીથી રાહત નહીં મળે. હવામાન વિભાગે વધુમાં ચેતવણી આપી છે કે ૬ જૂનથી બિહારમાં હીટવેવ (ગરમીનું મોજું) ફરી શરૂ થઈ શકે છે, જેના કારણે તાપમાનમાં ફરી વધારો નોંધાશે. આમ, હવામાનની આ બદલાતી સ્થિતિને જોતા નાગરિકોને સાવધ રહેવા અને સુરક્ષિત સ્થાનો પર રહેવા સલાહ આપવામાં આવે છે. IMD દ્વારા આપવામાં આવતી સતત અપડેટ્સ પર નજર રાખવી અત્યંત આવશ્યક છે. આ પણ વાંચોઃ US: ટ્રેડ ડીલ પર લાગી શકે છે મહોર, ડોનાલ્ડ ટ્રમ્પે PM મોદીને ફરી મારા સારા મિત્ર કહ્યા...

Read Full Story arrow_forward
Karnataka Cabinet : કર્ણાટકમાં મંત્રિમંડળમાં વિભાગોની વહેંચણી, જાણો CMએ કોને સોંપી જવાબદારી?
calendar_today June 5, 2026

Karnataka Cabinet : કર્ણાટકમાં મંત્રિમંડળમાં વિભાગોની વહેંચણી, જાણો CMએ કોને સોંપી જવાબદારી?

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર પ્રિયંક ખડગેને ગૃહ વિભાગ (ઇન્ટેલિજન્સ સિવાય), માહિતી પ્રૌદ્યોગિકી (IT), બાયોટેકનોલોજી અને ઈ-ગવર્નન્સ વિભાગોની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે ઉપમુખ્યમંત્રી જી. પરમેશ્વરને આવક (રેવન્યુ) અને રમતગમત વિભાગો મળ્યા છે. કોને કયો વિભાગ મળ્યો? યથિન્દ્ર સિદ્ધારમૈયા (પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના પુત્ર) — શહેરી વિકાસ વિભાગ કે.એચ. મુનિયપ્પા — ખાદ્ય, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતો કે.જે. જ્યોર્જ — ઊર્જા અને પર્યટન એમ.બી. પાટીલ — મોટા અને મધ્યમ ઉદ્યોગો તેમજ આધારભૂત ઢાંચા વિકાસ રામલિંગા રેડ્ડી — મોટા અને મધ્યમ સિંચાઈ વિભાગ સતીશ જારકિહોલી — જાહેર નિર્માણ વિભાગ (PWD) કૃષ્ણા બાયરેગૌડા — ગ્રેટર બેંગલુરુ વિકાસ વિભાગ યુ.ટી. ખાદર — આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ઈશ્વર ખાંડ્રે — ગ્રામ વિકાસ અને પંચાયતી રાજ વિભાગ બાયરથી સુરેશ — પરિવહન વિભાગ શરણ પ્રકાશ પાટીલ — મેડિકલ એજ્યુકેશન અને સ્કિલ ડેવલપમેન્ટ વિભાગ ડી.કે. શિવકુમાર સહિત 14 ધારાસભ્યોએ ગુરુવારે મંત્રીપદના શપથ લીધા હતા. તે પહેલાં સિદ્ધારમૈયાએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. કોંગ્રેસના આંતરિક સમજૂતી મુજબ કર્ણાટકમાં સત્તા પરિવર્તન કરવામાં આવ્યું છે.

Read Full Story arrow_forward
PM મોદી આજે ગુજરાત અને દમણના પ્રવાસે, સુરતમાં મેક ઇન ઇન્ડિયા શસ્ત્રોનું નિરીક્ષણ, દક્ષિણ ગુજરાતને ₹18,800 કરોડની ભેટ
calendar_today June 5, 2026

PM મોદી આજે ગુજરાત અને દમણના પ્રવાસે, સુરતમાં મેક ઇન ઇન્ડિયા શસ્ત્રોનું નિરીક્ષણ, દક્ષિણ ગુજરાતને ₹18,800 કરોડની ભેટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે 5 જૂનના રોજ ગુજરાત અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણના મહત્વપૂર્ણ પ્રવાસે આવી રહ્યા છે. પીએમ મોદી દક્ષિણ ગુજરાત અને દમણને હજારો કરોડ રૂપિયાના વિકાસ કામોની મોટી ભેટ આપશે. આ હાઈપ્રોફાઈલ પ્રવાસને લઈને વહીવટી તંત્ર અને સુરક્ષા એજન્સીઓ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.બપોરે સુરતના હજીરા ખાતે પહોંચશે. નિર્ધારિત કાર્યક્રમ મુજબ, વડાપ્રધાન મોદી બપોરે સુરતના હજીરા ખાતે પહોંચશે. અહીં તેઓ એક પ્રખ્યાત ઔદ્યોગિક ફેક્ટરીની મુલાકાત લઈને ભારતીય સેના માટે ખાસ 'મેક ઇન ઇન્ડિયા' (અંતર્ગત તૈયાર કરવામાં આવેલા અત્યાધુનિક શસ્ત્રો અને ટેન્કોનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરશે.  ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજિત એક વિશાળ જાહેર સભાને સંબોધશે ત્યારબાદ પીએમ મોદી સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજિત એક વિશાળ જાહેર સભાને સંબોધશે. આ ભવ્ય કાર્યક્રમ દરમિયાન તેઓ દક્ષિણ ગુજરાત માટે આશરે 18800 કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે, જેમાં વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેના મહત્વના પેકેજ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે. આ સાથે જ તેઓ પર્યાવરણના જતન માટે 'એક પેડ મા કે નામ' અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમમાં પણ સહભાગી બનશે. વડાપ્રધાન સાંજે સંઘપ્રદેશ દમણ જવા રવાના થશે સુરત ખાતેના તમામ કાર્યક્રમો પૂર્ણ કરીને વડાપ્રધાન સાંજે સંઘપ્રદેશ દમણ જવા રવાના થશે. દમણમાં પીએમ મોદી કનેક્ટિવિટીને બુસ્ટ આપતા નવા સિવિલ એરપોર્ટ ના અત્યાધુનિક ટર્મિનલ બિલ્ડિંગનું ભવ્ય ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત, દમણમાં બનેલી નવી નમો હોસ્પિટલ પણ જનતા માટે ખુલ્લી મુકાશે. દમણના સ્વામી વિવેકાનંદ ગ્રાઉન્ડ પરથી પીએમ મોદી અન્ય 2970 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપશે. વડાપ્રધાનના આ પ્રવાસથી દક્ષિણ ગુજરાત અને સંઘપ્રદેશના ઔદ્યોગિક, પ્રવાસન અને આર્થિક વિકાસને ભારે વેગ મળશે તેવું માનવામાં આવી રહ્યું છે.આ પણ વાંચો----     Gujarat Latest News live : ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી

Read Full Story arrow_forward