android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot : વિવાદો વચ્ચે બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર ધીરેન્દ્ર શાસ્ત્રી અને વિજ્ઞાન જાથા સામસામે
calendar_today June 5, 2026

Rajkot : વિવાદો વચ્ચે બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર ધીરેન્દ્ર શાસ્ત્રી અને વિજ્ઞાન જાથા સામસામે

બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી એટલે કે બાબા બાગેશ્વરનું રંગીલા રાજકોટમાં ભવ્ય આગમન થઈ રહ્યું છે. રાજકોટના પ્રખ્યાત રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આજથી ત્રણ દિવસીય હનુમાન કથા અને ભવ્ય ‘દિવ્ય દરબાર’નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ આજથી શરૂ થઈને આગામી ત્રણ દિવસ સુધી દરરોજ સાંજે 7 વાગ્યાથી રાત્રિના 11 વાગ્યા સુધી ચાલશે, જેમાં હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડે તેવી શક્યતા છે. મોટો વિવાદ પણ શરૂ બીજી તરફ, બાબા બાગેશ્વરના રાજકોટ આગમનની સાથે જ કથા અને તેમના વિવાદાસ્પદ ‘દિવ્ય દરબાર’ તેમજ ‘ચિઠ્ઠી/પરચી’ પ્રથાને લઈને મોટો વિવાદ પણ શરૂ થઈ ગયો છે. અંધશ્રદ્ધા નિર્મૂલન માટે કામ કરતી સંસ્થા ‘વિજ્ઞાન જાથા’ દ્વારા ધીરેન્દ્ર શાસ્ત્રીના આ દિવ્ય દરબારનો ખુલ્લેઆમ વિરોધ કરવામાં આવ્યો છે. વિજ્ઞાન જાથાએ બાબાના ચમત્કારોના દાવાને પડકાર્યા છે. આ ઉપરાંત, સ્થાનિક અગ્રણી પુરુષોત્તમ પીપળીયાએ પણ આ કથા અને દરબાર સામે પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે, જેને પગલે શહેરમાં વાતાવરણ ગરમાયું છે. રાજકોટ પોલીસ તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આ ભારે વિરોધ અને વિવાદને જોતા રાજકોટ પોલીસ તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગયું છે. રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આયોજકોના જણાવ્યા મુજબ, વિરોધ વચ્ચે પણ ભક્તોમાં ભારે ઉત્સાહ છે અને દિવ્ય દરબારની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે આ ત્રણ દિવસીય કાર્યક્રમ દરમિયાન વિરોધ પ્રદર્શન શું વળાંક લે છે.આ પણ વાંચો----    Gujarat Latest News live : ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી

Read Full Story arrow_forward
Ahmedabad : વેપારીને પનીર લેવું ‘મોંઘું’ પડ્યું: એક્ટિવાની ડેકીમાંથી દીકરાના લગ્નના 8 લાખ ચોરાયા
calendar_today June 5, 2026

Ahmedabad : વેપારીને પનીર લેવું ‘મોંઘું’ પડ્યું: એક્ટિવાની ડેકીમાંથી દીકરાના લગ્નના 8 લાખ ચોરાયા

અમદાવાદ શહેરમાં ફરી એકવાર આંગડિયા પેઢીમાંથી નાણાં ઉપાડીને જતા વેપારીઓને ટાર્ગેટ કરતી રીઢા ગુનેગારોની ગેંગ સક્રિય થઈ હોય તેમ લાગી રહ્યું છે. અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં એક અત્યંત ચોંકાવનારી અને વિચિત્ર ચોરીની ઘટના સામે આવી છે. અહીં એક ભંગારના વેપારીને રસ્તામાં ઊભા રહીને પનીર ખરીદવું એટલું મોંઘું પડ્યું કે, તેમણે ગણતરીની મિનિટોમાં પોતાના દીકરાના લગ્ન માટે લાવેલા પૂરેપૂરા 8 લાખ ગુમાવવાનો વારો આવ્યો છે. આ મામલે વેપારીએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. 8 લાખની રોકડ રકમ એક્ટિવાની ડેકીમાં મૂકી મળતી માહિતી મુજબ, ભંગારનો વ્યવસાય કરતા વેપારીના દીકરાના ટૂંક સમયમાં જ લગ્ન હોવાથી તેમણે નાણાંની સગવડ કરી હતી. વેપારી કોઈ આંગડિયા પેઢીમાંથી દીકરાના લગ્ન માટે ઉછીના લીધેલા 8 લાખની રોકડ રકમ લઈને નીકળ્યા હતા. સુરક્ષા ખાતર તેમણે આ મોટી રકમ પોતાની એક્ટિવાની ડેકીમાં સુરક્ષિત મૂકી દીધી હતી.  પનીર ખરીદવા માટે ઉભા રહ્યા ત્યાર બાદ ઘરે પરત ફરતી વખતે શાહીબાગ વિસ્તારમાં આવેલી એક ડેરીની દુકાન પાસે પનીર ખરીદવા માટે તેઓ એક્ટિવા પાર્ક કરીને ઊભા રહ્યા હતા.  તસ્કરોએ નજર ચૂકવીને 8 લાખ લઇ લીધા વેપારી જ્યારે દુકાન પર પનીરની ખરીદીમાં વ્યસ્ત હતા, ત્યારે જ લાગ જોઈને કોઈ અજાણ્યા તસ્કરોએ નજર ચૂકવીને એક્ટિવાની ડેકી તોડી નાખી હતી અથવા માસ્ટર કીથી ખોલીને અંદર રાખેલી 8 લાખની રોકડની ચોરી કરી રફુચક્કર થઈ ગયા હતા. વેપારી જ્યારે પરત આવ્યા ત્યારે ડેકી ખુલ્લી જોઈને તેમના હોશ ઉડી ગયા હતા. દીકરાના લગ્નની ખુશીઓ વચ્ચે આટલી મોટી રકમ ચોરાઈ જતા પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. પોલીસ તપાસ શરુ ઘટનાની જાણ થતા જ શાહીબાગ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ગુનો નોંધીને દુકાનની આસપાસ અને આંગડિયા પેઢીથી લઈને શાહીબાગ સુધીના રસ્તા પર લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી છે. પોલીસને શંકા છે કે કોઈ તસ્કર આંગડિયા પેઢીથી જ વેપારીનો પીછો કરી રહ્યો હશેઆ પણ વાંચો----    Gujarat Latest News live : ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી

Read Full Story arrow_forward
UP : નોઈડામાં મોટી દુર્ઘટના: સેક્ટર 74ની હાઈરાઈઝ સોસાયટીના ફ્લેટમાં ભીષણ
calendar_today June 5, 2026

UP : નોઈડામાં મોટી દુર્ઘટના: સેક્ટર 74ની હાઈરાઈઝ સોસાયટીના ફ્લેટમાં ભીષણ

ઉત્તર પ્રદેશના ઔદ્યોગિક હબ ગણાતા નોઈડા શહેરમાંથી એક મોટા અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. નોઈડાના પોશ વિસ્તાર ગણાતા સેક્ટર 74 માં આવેલી એક હાઈરાઈઝ રેસિડેન્શિયલ સોસાયટીના ફ્લેટમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી છે. બહુમાળી ઇમારતના ઉપરના માળે આવેલા ફ્લેટમાંથી આગની જ્વાળાઓ અને ધુમાડાના કાળા ડિબાંગ ગોટેગોટા દૂર-દૂર સુધી જોઈ શકાતા હતા, જેને પગલે સમગ્ર સોસાયટી અને આસપાસના વિસ્તારમાં ભારે અફડાતફડી અને ગભરાટનો માહોલ સર્જાયો હતો.

Read Full Story arrow_forward