android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News live : ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી
calendar_today June 5, 2026

Gujarat Latest News live : ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 05JUNE ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Weather : આગામી 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ
calendar_today June 5, 2026

Weather : આગામી 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ

ગુજરાતભરમાં કાળઝાળ ગરમીથી પરેશાન નાગરિકો માટે રાહતના સમાચાર આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 5 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની સત્તાવાર આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 10 જૂન સુધી વરસાદી માહોલ સંપૂર્ણપણે યથાવત રહેશે, જેના કારણે તાપમાનમાં મોટો ઘટાડો નોંધાશે અને વાતાવરણમાં ઠંડક પ્રસરશે.આ જિલ્લાઓમાં આજે વરસાદ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે 5 જૂનના રોજ સમગ્ર રાજ્યમાં મેઘમહેર જોવા મળી શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે. ઉત્તર અને મધ્ય ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા અને છોટાઉદેપુરમાં આજે વરસાદી માહોલ જામશે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો જેવા કે ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં પણ હળવા વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છેદક્ષિણમાં પણ પડશે વરસાદ જ્યારે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા વધુ મહેરબાન થાય તેવા સંકેતો છે. આજે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.6 થી 10 જૂન દરમિયાન વરસાદી સિસ્ટમ સક્રિયહવામાન વિભાગની યાદી મુજબ, પ્રારંભિક વરસાદ બાદ પણ 6 થી 10 જૂન દરમિયાન વરસાદી સિસ્ટમ સક્રિય રહેશે. આ ગાળા દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે અથવા ચોમાસાના આગમનના સંકેત રૂપે સતત વરસાદ ચાલુ રહેશે. ખેડૂતો માટે પણ આ વરસાદી માહોલ વાવણી પ્રક્રિયાના આયોજન માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. તંત્ર દ્વારા માછીમારો અને દરિયાકાંઠાના વિસ્તારોને પણ એલર્ટ રહેવા સૂચના અપાઈ છે.આ પણ વાંચો---    Gujarat Latest News live : ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી

Read Full Story arrow_forward
Ahmedabad: લો...બોલો....વિરમગામમાં નિર્માણાધીન રેલવે સ્ટેશનમાં છતમાંથી વરસાદી પાણી ટપકયાં !
calendar_today June 5, 2026

Ahmedabad: લો...બોલો....વિરમગામમાં નિર્માણાધીન રેલવે સ્ટેશનમાં છતમાંથી વરસાદી પાણી ટપકયાં !

વિરમગામઃવિરમગામ શહેરમાં રૂ. 56 કરોડથી વધુ ખર્ચે નવીન રેલવે સ્ટેશન નિર્માણ થઈ રહ્યું છે. હજુ પૂર્ણ થયું નથી.એવામાં તાજેતરમાં પડેલા વરસાદથી રેલવે સ્ટેશનના મુખ્ય પ્રવેશ સ્થળ છતમાંથી પ્રથમ વરસાદે પાણી ટપકતા કામગીરીની ગુણવત્તા સામે લોકો દ્વારા અનેક વેધક પ્રશ્નો ઉઠવા પામ્યા છે.ત્યારે શહેરી જનોમાં નવ નિર્મિત રેલવે સ્ટેશનમાં નબળી કામગીરી થઈ રહ્યાની તથા ભ્રષ્ટાચારની ચર્ચાઓએ જોર પકડયું છે.હજુતો રેલવે સ્ટેશનના નિર્માણ કરાયેલ બાંધકામમાં નવા રૂપ રંગ અપાઈ રહ્યા છે ત્યારે નિર્મિત નવા રેલવે સ્ટેશનમાં પાણી ટપકવાનો બનાવ સામે આવતા જવાબદારો સામે રોષ ફેલાયો છે.ઉચ્ચ કક્ષાએથી રેલવે તંત્ર દ્વારા તપાસ કરી યોગ્ય પગલાં ભરવા લોક માંગ છે. આ અંગે રેલવે વિભાગના એસ.એસ.ઈ રાકેશકુમારે જણાવ્યુ હતુ કે હાલ રેલવે સ્ટેશનનું કામ ચાલુ છે.જેના ત્રણવિભાગમાં મકાન છે.જેની વચ્ચે જોઈન્ટ આપવાનું કામ,વોટર પ્રૂફ્ગિં કામ ચાલુ છે.જેથી વરસાદમાં પાણી ટપ કવાનું સામે આવ્યું હતુ.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward