android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Godhra: ગોધરા સહિત જિલ્લામાં પસ્તીદાનથી વિદ્યાદાન અભિયાનનો પ્રારંભ
calendar_today June 5, 2026

Godhra: ગોધરા સહિત જિલ્લામાં પસ્તીદાનથી વિદ્યાદાન અભિયાનનો પ્રારંભ

પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે શિક્ષણ અને સેવાના સમન્વય સમાન એક અનોખી પ્રેરણાદાયી પહેલનો પ્રારંભ કરાયો છે. ભાજપ યુવા મોરચા અને મહિલા મોરચા દ્વારા APMC ગોધરાના વિશેષ સહયોગથી પસ્તીદાનથી વિદ્યાદાનના સેવાકીય અભિયાનની શરુઆત કરાઈ છે. અભિયાનનો મુખ્ય ઉદ્દેશ અંતરિયાળ અને વંચિત વિસ્તારના બાળકો સુધી શિક્ષણનો પ્રકાશ પહોંચાડવાનો છે.આ અભિયાન અંતર્ગત જિલ્લાના જાગૃત નાગરિકો પાસેથી ચોપડીઓ, પુસ્તકો, અન્ય શૈક્ષણિક સામગ્રી એકત્રિત કરાશે. આ એકત્રિત થયેલી સામગ્રી ગરીબ, હોનહાર અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે જરૂરી સાધનો અને પુસ્તકો પહોંચાડવાનું કાર્ય કરાશે. આ પ્રસંગે APMCના પદાધિકારીઓએ જણાવ્યું હતું કે, એક નાનકડું પસ્તીનું દાન પણ કોઈ ગરીબ બાળકના ભવિષ્યને ઉજ્જવળ બનાવી શકે છે. ભાજપ યુવા મોરચા, મહિલા મોરચા અને APMC દ્વારા ગોધરાઅને સમગ્ર જિલ્લાના નાગરિકો, વેપારી મિત્રો તેમજ સામાજિક સંસ્થાઓને આ પ્રશંસનીય અભિયાનમાં ઉત્સાહભેર જોડાવા અને વિદ્યાદાનના આ યજ્ઞમાં આહુતિ આપવા માટે અપીલ કરાઈ છે. આ અંગે ગોધરા APMCના ચેરમેન માલવદીપસિંહ રાઉલજીએ જણાવ્યું હતું કે, ભાજપાના કાર્યકરોની આ પહેલ જિલ્લામાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ વધારવા અને સેવાભાવના વિકસાવવાનું અદભુત ઉદાહરણ બની રહી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Mehsana: અજાણ્યા વાહનની ટક્કરે નવ વર્ષની બાળકીનું મોત, ચાલક નાસી છૂટયો
calendar_today June 5, 2026

Mehsana: અજાણ્યા વાહનની ટક્કરે નવ વર્ષની બાળકીનું મોત, ચાલક નાસી છૂટયો

મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના મહેકુબપુરાથી અરઠી વચ્ચે હાઇવે રોડ પર એક ગંભીર અને હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો છે. ડભોડાથી ખેરાલુ તરફ્ જતાં હાઇવે રોડ પર પૂરઝડપે અને ગફ્લતભરી રીતે આવી રહેલા એક અજાણ્યા ફેરવ્હીલર ગાડીના ચાલકે રસ્તો ઓળંગી રહેલી 9 વર્ષની બાળકીને જોરદાર ટક્કર મારી હતી. આ ગંભીર અકસ્માતમાં બાળકીને માથાના તેમજ શરીરના અન્ય ભાગે જીવલેણ ઇજાઓ પહોંચતા તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. અકસ્માત સર્જ્યા બાદ અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઈને ઘટનાસ્થળેથી નાસી છૂટયો હતો. મળતી માહિતી મુજબ, ડભોડા ગામના મહુડી વળાંક પાસે રહેતા ભુપતજી અરજણજી ઠાકોર ખેતી અને ડ્રાઇવિંગ કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત રોજ સાંજના આશરે 7:30 થી 7:45 વાગ્યાના સુમારે તેમની 9 વર્ષની દીકરી જાગૃતીબેન હાઇવે રોડ ક્રોસ કરીને પોતાના ઘરે આવી રહી હતી. તે સમયે ડભોડાથી ખેરાલુ તરફ્ જતા હાઈવે રોડ પર એક અજાણ્યા ફેરવ્હીલરના ચાલકે પોતાની ગાડી પૂરઝડપે ચલાવી બાળકીને અડફેટે લીધી હતી. અકસ્માતની જાણ થતાં જ પરિવારજનો અને આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોહીલુહાણ હાલતમાં બાળકીને સારવાર અર્થે ખેરાલુ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી અને શોકની લાગણી વ્યાપી ગઈ છે. બાળકીના પિતા ભુપતજી ઠાકોરની ફરિયાદના આધારે ખેરાલુ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ફેરવ્હીલર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખેરાલુ પોલીસે આ મામલે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે અને નાસીછૂટેલા ચાલકને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Panchmahal: બોડેલીમાં ભૂગર્ભ ગટર અને પાણી યોજનાનો સર્વે હાથ ધરાયો
calendar_today June 5, 2026

Panchmahal: બોડેલીમાં ભૂગર્ભ ગટર અને પાણી યોજનાનો સર્વે હાથ ધરાયો

નવીન બોડેલી નગર પાલિકામાં નાગરિકોને આધુનિક સુવિધા ઉપલબ્ધ કરાવવા પીવાના પાણી અને ભૂગર્ભ ગટર યોજનાની મહત્વાકાંક્ષી કામગીરી હાથ ધરાઇ છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના GUDM દ્વારા આ પ્રોજેક્ટ માટે PDCOR કન્સલ્ટન્ટ એજન્સીની નિમણૂક કરાઇ છે. જેના દ્વારા સમગ્ર નગર પાલિકા વિસ્તારનો વિગતવાર સર્વે પૂર્ણ કરાયો છે. ભવિષ્યમાં પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાના વિકાસ માટે યોજના તૈયાર કરાશે.બોડેલીને તાજેતરમાં નગર પાલિકાનો દરજ્જો મળ્યાં બાદ શહેરના વિકાસ માટે વિવિધ યોજના પર કામ શરુ કરાયું છે. તે અંતર્ગત પીવાના પાણી, ભૂગર્ભ ગટર વ્યવસ્થાને પ્રાથમિકતા અપાઇ છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના માર્ગદર્શન હેઠળ PDCOR કન્સલ્ટન્ટ એજન્સીએ શહેરના વિવિધ વિસ્તારોમાં સર્વે કરી હાલની પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું છે. સર્વે દરમિયાન શહેરમાં હાલ ઉપલબ્ધ પાણી પુરવઠાની વ્યવસ્થા, ગટર લાઈનો, પાણીની ટાંકી, સંપ તેમજ ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કની સ્થિતિ અંગે માહિતી એકત્રિત કરાઇ હતી. સર્વેના પ્રાથમિક તારણો મુજબ, બોડેલી નગરપાલિકા વિસ્તારમાં હજુ સુધી સુવ્યવસ્થિત ભૂગર્ભ ગટર વ્યવસ્થા ઉપલબ્ધ નથી. અનેક વિસ્તારમાં ગંદા પાણીના નિકાલ માટે વ્યવસ્થા ન હોવાથી ચોમાસામાં નાગરિકોને મુશ્કેલી પડે છે. હાલ બોડેલીમાં સૂએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP)પણ ઉપલબ્ધ નથી. પરિણામે ગંદા પાણીના વૈજ્ઞાનિક નિકાલની સુવિધા મર્યાદિત છે. નવી યોજના અંતર્ગત નગરમાં આધુનિક સૂએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઉભો કરાશે. તેમજ મુખ્ય અને આંતરિક માર્ગો પર ભૂગર્ભ ગટર લાઈનોનું નેટવર્ક વિકસાવાશે. પીવાના પાણીની સુવિધાને વધુ મજબૂત બનાવવા હાલની પાણીની ટાંકી, સંપ, પંપિંગ સ્ટેશન અને ડિસ્ટ્રિબ્યુશન લાઈનોનું પણ નવીનીકરણ કરાશે. ભવિષ્યની જરૂરિયાતોને અનુરૂપ નવી સુવિધા કરવા પણ યોજના છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ શહેરના દરેક વિસ્તારમાં નિયમિત અને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી પહોંચાડવાનો માર્ગ મોકળો બનશે. લોકોનું માનવું છે કે, ભવિષ્યમાં આ યોજના અમલમાં આવતાં નાગરિકોને વધુ સારી પાયાની સુવિધાનો લાભ મળશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward