android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Updated : મુંબઈ એરપોર્ટ પર કરન્સી સ્મગલિંગનો પર્દાફાશ, બેગમાંથી USD 1.45 લાખ મળી આવ્યા
calendar_today June 4, 2026

Gujarat Latest News Updated : મુંબઈ એરપોર્ટ પર કરન્સી સ્મગલિંગનો પર્દાફાશ, બેગમાંથી USD 1.45 લાખ મળી આવ્યા

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 04JUNE ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Ahmedabad News: રામાપીરના ટેકરા પાસે રિક્ષા પર વીજ થાંભલો થયો ધરાશાયી, સદનસીબે મોટી જાનહાનિ ટળી
calendar_today June 4, 2026

Ahmedabad News: રામાપીરના ટેકરા પાસે રિક્ષા પર વીજ થાંભલો થયો ધરાશાયી, સદનસીબે મોટી જાનહાનિ ટળી

અમદાવાદ શહેરના રામાપીરના ટેકરા વિસ્તારમાંથી એક અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં રોડ કિનારે આવેલો એક વીજળીનો ભારેખમ થાંભલો અચાનક રસ્તા પર ઊભેલી રિક્ષા પર ધરાશાયી થયો હતો. આ અકસ્માતને પગલે આસપાસના વિસ્તારમાં થોડીવાર માટે અફરાતફરી મચી ગઈ હતી, પરંતુ સદનસીબે ઘટના સમયે રિક્ષામાં કોઈ મુસાફર હાજર ન હોવાથી એક મોટી હોનારત ટળી છે.ધડાકાભેર રિક્ષા પર પડ્યો થાંભલો અમદાવાદના વ્યસ્ત ગણાતા રામાપીરના ટેકરા નજીક આ ઘટના બની હતી. રોડ પરથી પસાર થતી અથવા ત્યાં પાર્ક કરેલી એક પેસેન્જર રિક્ષા પર અચાનક જ જર્જરિત વીજ થાંભલો ધડાકાભેર આવી પડ્યો હતો. થાંભલો પડવાના કારણે રિક્ષાના ઉપરના ભાગને મોટું નુકસાન થયું હતું. અચાનક બનેલી આ ઘટનાથી આસપાસના સ્થાનિક રહીશો અને વાહનચાલકો સ્થળ પર એકઠા થઈ ગયા હતા. વીજ કંપનીને કરાઈ જાણ; આ દુર્ઘટનામાં સદનસીબે કોઈ વ્યક્તિ રિક્ષાની અંદર કે તેની આસપાસ ન હોવાથી કોઈને પણ નાની-મોટી ઈજા પહોંચી નથી અને તમામ લોકોનો આબાદ બચાવ થયો છે. ઘટનાને પગલે સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક વીજ કંપની અને કોર્પોરેશનના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી, જેથી લાઈનનો પાવર સપ્લાય બંધ કરી થાંભલો હટાવવાની કામગીરી શરૂ કરી શકાય. સ્થાનિકોના મતે, ચોમાસા પહેલા આવા જર્જરિત થાંભલાઓનું યોગ્ય ચેકિંગ ન થવાને કારણે આવી ઘટનાઓ બને છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surendranagar News: લીંબડીના ટોકરાળા ગામે બે જૂથો વચ્ચે સશસ્ત્ર ધીંગાણું જામ્યું
calendar_today June 4, 2026

Surendranagar News: લીંબડીના ટોકરાળા ગામે બે જૂથો વચ્ચે સશસ્ત્ર ધીંગાણું જામ્યું

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ટોકરાળા ગામમાંથી જૂથ અથડામણની એક ચિંતાજનક ઘટના સામે આવી છે. ગામમાં અગાઉ થયેલા એક ઝઘડાનું મનદુઃખ રાખીને બે પક્ષો સામસામે આવી ગયા હતા અને જોતજોતામાં મામલો બિચક્યો હતો. અલગ-અલગ જ્ઞાતિના બે જૂથો હાથમાં ઘાતક હથિયારો સાથે જાહેર બજારમાં ઉતરી આવતા ગામમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો.સામસામે હુમલો કરાતા લોહીલુહાણ જંગ મળતી વિગતો મુજબ, ટોકરાળા ગામે બંને જૂથો વચ્ચે અગાઉ કોઈ બાબતે તકરાર થઈ હતી, જેની અદાવત મનમાં રાખીને આજે ફરીથી બોલાચાલી શરૂ થઈ હતી. ઉશ્કેરાયેલા બંને પક્ષના લોકો લાકડીઓ અને અન્ય હથિયારો સાથે ગામની બજારમાં સામસામે ધસી આવ્યા હતા અને એકબીજા પર તૂટી પડ્યા હતા. આ સશસ્ત્ર મારામારીમાં બંને પક્ષે થઈને અંદાજે 3 જેટલા લોકોને નાની-મોટી અને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને લીંબડી સિવિલમાં ખસેડાયા પાણશિણા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ જૂથ અથડામણને પગલે લોહીલુહાણ થયેલા તમામ ઇજાગ્રસ્તોને સ્થાનિક લોકોની મદદથી તાબડતોબ સારવાર અર્થે લીંબડીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ હિંસક ઘટનાની જાણ થતાં જ પાણશિણા પોલીસનો મોટો કાફલો તાત્કાલિક ટોકરાળા ગામે દોડી ગયો હતો. પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવી ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે અને આ મામલે કાયદેસરની ફરિયાદ નોંધી હુમલાખોરોની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward