Banaskantha News: ડીસા-ધાનેરા હાઈવે પર કાર પિલ્લર સાથે અથડાઈ
બનાસકાંઠા જિલ્લાના હાઈવે પર વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. ડીસા-ધાનેરા હાઈવે પર કંસારી ગામ નજીક એક કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર અકસ્માતગ્રસ્ત થઈ હતી. ચોંકાવનારી વાત એ છે કે, અકસ્માત સર્જનાર આ લક્ઝરી કાર શંકાસ્પદ રીતે નંબર પ્લેટ વિનાની અને કાળા કાચ વાળી હતી. આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, જેથી સ્થાનિકો અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.નિયંત્રણ ગુમાવતા કાર રોડ નીચે ઉતરી પિલ્લર સાથે અથડાઈ ઘટનાની મળતી માહિતી મુજબ, એક કાર પૂરપાટ ઝડપે ડીસા-ધાનેરા હાઈવે પરથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન કંસારી ગામના પાટિયા નજીક અચાનક કારના ચાલકે સ્ટેયરિંગ પરથી નિયંત્રણ ગુમાવી દીધું હતું. બેકાબૂ બનેલી કાર હાઈવે પરથી નીચે ઉતરી ગઈ હતી અને રોડ કિનારે લગાવેલા કિલોમીટર દર્શાવતા પથ્થરના પિલ્લર સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે, કારના આગળના ભાગને મોટું નુકસાન પહોંચ્યું હતું. જોકે, કારમાં સવાર લોકોનો આબાદ બચાવ થયો હોવાનું જાણવા મળ્યું છે. નંબર પ્લેટ વિનાના વાહનો સામે કડક કાર્યવાહીની માગ આ ઘટનાને પગલે આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. અકસ્માતગ્રસ્ત કારમાં નિયમ વિરૂદ્ધ કાળા કાચ લગાવેલા હોવાથી અને વાહન પર કોઈ નંબર પ્લેટ ન હોવાથી સ્થાનિક લોકોમાં ભારે આશ્ચર્ય અને આક્રોશ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ માગ ઉઠાવી છે કે, પોલીસ અને આરટીઓ તંત્ર દ્વારા હાઈવે પર આવા કાળા કાચ અને નંબર પ્લેટ વિના ફરતા શંકાસ્પદ વાહનો સામે કડક ચેકિંગ હાથ ધરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, જેથી આવી બેદરકારી અને ગુનાહિત પ્રવૃત્તિઓ પર લગામ લગાવી શકાય. આ પણ વાંચો - Banaskantha: પાલનપુર અને દાંતામાં મોડી રાત્રે ગાજવીજ સાથે વરસાદ, ભારે પવનના કારણે ખેડૂતને નુકસાન
Read Full Story arrow_forward