android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News: વેલાછા પાસે ડમ્પરે બાઈક સવાર દંપતીને કચડ્યા, યુવકનું મોત
calendar_today June 1, 2026

Surat News: વેલાછા પાસે ડમ્પરે બાઈક સવાર દંપતીને કચડ્યા, યુવકનું મોત

સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બેફામ દોડતા ભારે વાહનો માસૂમ વાહનચાલકો માટે કાળ સાબિત થઈ રહ્યા છે. સુરતના માંગરોળ તાલુકામાંથી એક અત્યંત હૃદયકંપાવનારા અને ગમખ્વાર અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. માંગરોળના વેલાછા ગામ પાસે પૂરપાટ ઝડપે આવી રહેલા એક ડમ્પરના ચાલકે બાઈક પર જઈ રહેલા દંપતીને અડફેટે લીધા હતા. આ ભીષણ અકસ્માતમાં યુવકનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે તેની પત્નીને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવી છે.યુવકને કાળ આંબી ગયો, પરિવારમાં માતમ ઘટનાની મળતી માહિતી અનુસાર, એક દંપતી પોતાના બાઈક પર સવાર થઈને માંગરોળ તાલુકાના વેલાછા ગામ નજીકથી પસાર થઈ રહ્યું હતું. આ દરમિયાન રોડ પર કાળ બનીને દોડતા એક ડમ્પરના ચાલકે ગફલતભરી રીતે ડ્રાઇવિંગ કરીને બાઈકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે, યુવક ડમ્પરના વ્હીલ નીચે આવી ગયો હતો અને ગંભીર ઈજાઓ થવાના કારણે તેનું ઘટના સ્થળે જ તરફડિયાં મારીને કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. મહિલાની હાલત નાજુકઆ ઘટનામાં બાઈક પાછળ બેસેલી મહિલા પણ રોડ પર પટકાતા તેમને શરીરે અને માથાના ભાગે અત્યંત ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જાતા જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત મહિલાને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.ટ્રાફિક પોલીસ એક્શનમાં બીજી તરફ, ઘટનાની જાણ થતાં જ જિલ્લા ટ્રાફિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો અને અકસ્માતગ્રસ્ત વાહનોને બાજુ પર હટાવી હાઈવે પરનો વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે. આ પણ વાંચો - Surat News: ESIC હોસ્પિટલમાં 20 સફાઈ કર્મચારીઓની રાતોરાત છટણી, ગેટ પર વિરોધ

Read Full Story arrow_forward
Rajkot news: શહેરમાં રોગચાળો વકર્યો, શરદી ઉધરસ અને ઝાડા ઉલ્ટીના કેસમાં મોટો વધારો
calendar_today June 1, 2026

Rajkot news: શહેરમાં રોગચાળો વકર્યો, શરદી ઉધરસ અને ઝાડા ઉલ્ટીના કેસમાં મોટો વધારો

રાજકોટ શહેરમાં બદલાતા હવામાન અને મિશ્ર ઋતુના કારણે રોગચાળાએ માથું ઊંચક્યું છે.શહેરમાં શરદી, ઉધરસ, તાવ તેમજ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોના કેસોમાં સતત વધારો થતાં આરોગ્ય વિભાગ દોડતો થયો છે.સ્થાનિક સત્તાધીશો દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ,શહેરમાં સામાન્ય તાવના સૌથી વધુ 711 કેસ અને શરદી ઉધરસના 635 કેસ નોંધાયા છે.જેના કારણે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. શહેરમાં ઝાડા-ઉલટીના 305 કેસ નોંધાયા બીજી તરફ,દૂષિત પાણી અને ખોરાકને કારણે પાણીજન્ય રોગો પણ વકર્યા છે.શહેરમાં ઝાડા-ઉલટીના 305 કેસ નોંધાયા છે. જ્યારે ટાઈફોઈડ અને કમળાના પણ 3-3 કેસો સામે આવતા તંત્ર હરકતમાં આવ્યું છે.આ ઉપરાંત, મચ્છરજન્ય રોગોમાં મેલેરિયા અને ડેન્ગ્યુનો 1-1 કેસ સત્તાવાર રીતે નોંધાયો છે.રોગચાળાના આ આક્રમણને રોકવા માટે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી તેજ કરવામાં આવી છે. ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી પાણીજન્ય રોગો અટકાવવા માટે શહેરમાં આક્રમક ચેકિંગ હાથ ધરીને 1,917 ઘરોમાં ક્લોરિન ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ સાથે જ મચ્છરોનો ઉપદ્રવ ડામવા માટે 18,441 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી છે અને સંવેદનશીલ વિસ્તારોના 196 ઘરોમાં ફોગિંગ કરીને સાવચેતી વધારવામાં આવી છે. આરોગ્ય વિભાગે નાગરિકોને ઉકાળેલું પાણી પીવા અને મચ્છરોથી બચવા માટે જરૂરી તકેદારી રાખવા અપીલ કરી છે. આ પણ વાંચોઃ Jamnagar News: બાયપાસ પાસે 'ચાચા ભતીજા' રેસ્ટોરન્ટના કિચનમાં લાગી ભીષણ આગ

Read Full Story arrow_forward
Junagadh News: ભવનાથ રોડ પર કારથી આતંક મચાવનાર સિરાજ શેખની ધરપકડ
calendar_today June 1, 2026

Junagadh News: ભવનાથ રોડ પર કારથી આતંક મચાવનાર સિરાજ શેખની ધરપકડ

જૂનાગઢના પ્રખ્યાત પ્રવાસન સ્થળ ભવનાથ અને દાતાર રોડ પર બેફામ સ્પીડે કાર ચલાવીને નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂકનારી એક ગંભીર ઘટના સામે આવી છે. પૈસા અને સત્તાના નશામાં ચૂર કારચાલક નબીરાએ રસ્તા પરથી પસાર થઈ રહેલા 4 જેટલા લોકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો, અને પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી છે.ભવનાથ અને દાતાર રોડ પર સર્જ્યો અકસ્માત જૂનાગઢના ભવનાથ તળેટી અને દાતાર રોડ જેવા વ્યસ્ત વિસ્તારોમાં એક કારચાલકે પોતાના વાહન પરનો કાબૂ ગુમાવી દીધો હતો. બેફામ ગતિએ આવી રહેલી કારે રસ્તા કિનારે જતા ચાર લોકોને જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે પીડિતોને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે થોડીવાર માટે આખા માર્ગ પર અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો અને આસપાસના લોકો ઇજાગ્રસ્તોની મદદે દોડી આવ્યા હતા. 2 જુદા જુદા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ આ હિટ એન્ડ રનની ઘટનાને અંજામ આપનાર કારચાલકની ઓળખ સિરાજ શેખ તરીકે થઈ છે. અકસ્માત સર્જીને ભાગી છૂટવાનો પ્રયાસ કરી રહેલા સિરાજ શેખને પોલીસે નાકાબંધી કરીને ઝડપી પાડ્યો છે. આ મામલે કાયદાનું ઉલ્લંઘન કરનાર આરોપી સામે જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશન અને ભવનાથ પોલીસ સ્ટેશન એમ બે જુદી જુદી જગ્યાએ સત્તાવાર ફરિયાદો નોંધાવવામાં આવી છે. પોલીસે બંને ગુના અંતર્ગત આરોપી સિરાજ સામે કડક કાયદેસરની તપાસ અને આગળની કોર્ટ કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward