android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News LIVE : રાજકોટમાં ચોકલેટના ગોડાઉનમાં આરોગ્ય વિભાગની રેડ, એક્સપાયરી ડેટ વાળી 200 કિલો ચોકલેટનો જથ્થો મળ્યો
calendar_today June 2, 2026

Gujarat Latest News LIVE : રાજકોટમાં ચોકલેટના ગોડાઉનમાં આરોગ્ય વિભાગની રેડ, એક્સપાયરી ડેટ વાળી 200 કિલો ચોકલેટનો જથ્થો મળ્યો

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 02JUNE ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Gir Somnath News: નાંદણ ગામે ગ્રામજનોએ કૂવામાં ખાબકેલા બે હરણના બચ્ચાંઓનો કર્યો આબાદ બચાવ
calendar_today June 2, 2026

Gir Somnath News: નાંદણ ગામે ગ્રામજનોએ કૂવામાં ખાબકેલા બે હરણના બચ્ચાંઓનો કર્યો આબાદ બચાવ

ગીર સોમનાથ જિલ્લાના ઉના પંથકમાંથી માનવતા અને જીવદયાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી ઘટના સામે આવી છે. ઉનાના નાંદણ ગામની સીમમાં આવેલી એક વાડીના કૂવામાં મોડી રાત્રે બે માસૂમ હરણના બચ્ચાં ખાબક્યા હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં જ સ્થાનિક ગ્રામજનોએ પોતાની સૂઝબૂઝ અને સાહસથી બંને મૂંગા પશુઓનો જીવ બચાવી લીધો હતો, જેની પંથકભરમાં ભારે પ્રશંસા થઈ રહી છે.યુવાનો દોરડા વડે ઉતર્યા કૂવામાં નાંદણ ગામની સીમ વિસ્તારમાં આવેલી એક વાડીના ખુલ્લા કૂવામાં મોડી રાત્રિના અંધારામાં બે હરણ અચાનક અંદર ખાબક્યા હતા. વહેલી સવારે જ્યારે આ અંગેની જાણ વાડી માલિક અને આસપાસના લોકોને થઈ, ત્યારે કૂવામાં પાણી હોવાથી હરણના બચ્ચાંઓનો જીવ જોખમમાં મુકાયો હતો. આ ઘટનાની વાયુવેગે જાણ થતાં જ ગામના ઉત્સાહી અને સાહસિક યુવાનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. વન વિભાગને આ અંગે જાણ કરવા સાથે યુવાનોએ સમય સૂચકતા વાપરી દોરડા અને ખાટલાની મદદથી કૂવામાં ઉતરવાનું નક્કી કર્યું હતું. વન વિભાગ આવે તે પહેલાં જ સલામત રેસ્ક્યુ ગામના યુવાનોએ પોતાના જીવનું જોખમ ખેડીને કૂવાના ઊંડા પાણીમાં ઉતરી ભારે જહેમત બાદ બંને હરણના બચ્ચાંઓને એક પછી એક સલામત રીતે કૂવાની બહાર કાઢ્યા હતા. સદનસીબે બંને હરણને કોઈ મોટી ઇજાઓ પહોંચી ન હતી. વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં જ ગ્રામજનોએ આ સફળ રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ કરી લીધું હતું. ત્યારબાદ બંને હરણના બચ્ચાંઓને સુરક્ષિત રીતે નજીકના જંગલ વિસ્તારમાં મુક્ત કરી દેવામાં આવ્યા હતા. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad News: શહેરમાં પહેલા જ વરસાદમાં પ્રિ મોન્સૂનના દાવાની પોલ ખુલી, જાણો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને શું કહ્યું?
calendar_today June 2, 2026

Ahmedabad News: શહેરમાં પહેલા જ વરસાદમાં પ્રિ મોન્સૂનના દાવાની પોલ ખુલી, જાણો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને શું કહ્યું?

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના શાસકો અને અધિકારીઓ મીટિંગોના દોર કરીને શહેરીજનોને ખાતરી આપે છે કે આ વર્ષે ચોમાસામાં પાણી નહીં ભરાય. પરંતુ દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસાની શરૂઆત થાય તે પહેલાં જ પડેલા સામાન્ય વરસાદે જ તંત્રના તમામ દાવાઓની પોલ ખોલી નાખી છે.ગઈકાલે વરસેલા વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં. જેને લઈને મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે નિવેદન આપ્યું હતું. અમદાવાદ શહેરમાં પ્રિ મોન્સૂન કામગીરી કરી રહ્યાં છીએ: સ્ટેન્ડિંગ ચેરમેન અમદાવાદ મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે કહ્યું હતું કે, શહેરમાં ગઈ કાલે વરસાદ પડ્યો હતો. કેટલીક જગ્યાઓ પર વરસાદી પાણી ભરાયા હતાં. અમે શહેરમાં પ્રિ મોન્સૂન કામગીરી કરી રહ્યાં છીએ. પહેલા વરસાદમાં કચરો ના જાય તે માટે કેચપિટમાં પ્લાસ્ટિક લગાવેલું હોય છે. રાત્રે જ કેચપીટમાંથી પ્લાસ્ટિક કાઢી નાંખ્યા હતાં. એક જગ્યાએ રોડ બેસી જવાની ઘટના બની છે. ત્યાં પણ તાત્કાલિક ધોરણે બેરિકેટ કર્યું છે. આ પ્રકારની ઘટના કેમ બની તેની તપાસ કરીશું. AMC પ્રિ-મોન્સૂન કામગીરી પૂર્ણ થયાના દાવા કરે છે એક તરફ AMC પ્રિ-મોન્સૂન કામગીરી પૂર્ણ થયાના દાવા કરે છે.બીજી તરફ સંદેશના રીયાલીટી ચેકમાં સામે આવ્યા છે પાણી ભરાયેલા રસ્તા,ટ્રાફિકજામ,રોડ ધસી પડવાના બનાવો અને લોકોની હાલાકી.શું કાગળ પરની કામગીરી અને ગ્રાઉન્ડ પરની હકીકત અલગ છે?નોંધનીય છે કે સામાન્ય વરસાદે જ AMCના પ્રિ-મોન્સૂન પ્લાનની પોલ ખોલી દીધી છે.જો હજુ ચોમાસાની શરૂઆત પહેલાં જ શહેરની આ સ્થિતિ હોય તો ભારે વરસાદ દરમિયાન શું થશે? સંદેશના રીયાલીટી ચેકમાં સામે આવેલા આ દ્રશ્યો હવે AMCના દાવાઓ પર મોટા સવાલો ઉભા કરી રહ્યા છે.AMC દ્વારા શહેરને ચોમાસા માટે સંપૂર્ણ તૈયાર હોવાનું કહેવામાં આવે છે.પરંતુ સંદેશના રીયાલીટી ચેકમાં પીપળજ, નારોલ, રામોલ અને કોઝી હોટેલ વિસ્તારની જે સ્થિતિ સામે આવી છે તે તંત્રના દાવાઓને પડકારતી દેખાઈ રહી છે.આ પણ વાંચોઃ Bhavnagar News: સિવિલ હોસ્પિટલમાં અકસ્માતગ્રસ્ત દર્દીના મોતથી હોબાળો, પરિવારે લગાવ્યા ગંભીર આરોપ

Read Full Story arrow_forward