android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat weather news: આજે રાત્રે 9 વાગ્યા સુધીમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી
calendar_today June 2, 2026

Gujarat weather news: આજે રાત્રે 9 વાગ્યા સુધીમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી

ગુજરાતમાં ચોમાસાના આગમન પૂર્વે જ હવામાનમાં મોટો પલટો આવ્યો છે.પ્રિ-મોન્સૂન એક્ટિવિટી વધુ સક્રિય થવાના કારણે હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક વિસ્તારો માટે એક વેધર બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે.આ બુલેટિન અનુસાર આજે સાંજે 5:00 વાગ્યાથી રાત્રે 9:00 વાગ્યા સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. વ્યાપક પવન સાથે વરસાદનું એલર્ટ હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાત્રે 9:00 વાગ્યા સુધી વાતાવરણમાં ભારે પલટો આવશે અને અનેક વિસ્તારોમાં તેજ ગતિએ પવન ફૂંકાવાની સાથે વીજળીના કડાકા ભડાકા અને ગાજવીજ સાથે વરસાદ ખાબકી શકે છે.હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના તેમજ સરહદી વિસ્તારો માટે વિશેષ સાવચેતી રાખવા સૂચના અપાઈ છે. ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં વ્યાપક પવન સાથે વરસાદનું એલર્ટ છે. ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના આ ઉપરાંત રાજકોટ, જૂનાગઢ, ડાંગ, વલસાડ અને તાપી જિલ્લાઓમાં પણ તીવ્ર ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.એક સાથે ત્રણ અલગ અલગ વેધર સિસ્ટમ સક્રિય થવાને કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું છે.જે મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જી શકે છે.હવામાન વિભાગે સ્થાનિક વહીવટી તંત્ર અને નાગરિકોને આ ચાર કલાક દરમિયાન બિનજરૂરી બહાર ન નીકળવા અને સાવચેત રહેવા અપીલ કરી છે. આ પણ વાંચોઃVadodara news: માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન

Read Full Story arrow_forward
Suratના વેસુમાં ‘લવ જેહાદ’: વિધર્મી યુવકે યુવતી પર આચર્યું દુષ્કર્મ, ગર્ભપાત કરાવી રૂ.3.35 લાખ પડાવ્યા!
calendar_today June 2, 2026

Suratના વેસુમાં ‘લવ જેહાદ’: વિધર્મી યુવકે યુવતી પર આચર્યું દુષ્કર્મ, ગર્ભપાત કરાવી રૂ.3.35 લાખ પડાવ્યા!

સુરતના પોશ ગણાતા વેસુ વિસ્તારમાંથી લવ જેહાદની એક ચોંકાવનારી અને કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે. એક વિધર્મી યુવકે પોતાની સાચી ઓળખ છુપાવી, હિન્દુ હોવાનું જણાવીને યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. યુવકે લગ્નની લાલચ આપી યુવતી સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું એટલું જ નહીં, યુવતી ગર્ભવતી બનતા તેનો ગર્ભપાત કરાવી લાખો રૂપિયાની પડાવબાજી પણ કરી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતા ચકચાર મચી ગઈ છે.સોમીલનું સાચું નામ નીકળ્યું સલમીન વેસુ પોલીસ સ્ટેશનમાં ભોગ બનનાર યુવતીએ રાજકોટના સોમીલ સલમીનભાઈ મકવાણા નામના યુવક સામે ગંભીર આરોપો સાથે ફરિયાદ નોંધાવી છે. આરોપીએ યુવતી સમક્ષ પોતાની હિન્દુ તરીકેની ખોટી ઓળખ આપી હતી અને પ્રેમની જાળમાં ફસાવી લગ્નની ખોટી લાલચ આપી સતત શારીરિક શોષણ કર્યું હતું. આ દરમિયાન યુવતી ગર્ભવતી થઈ ગઈ હતી. આરોપીએ લગ્ન કરવાનો સાફ ઇનકાર કરી દીધો હતો અને યુવતી પર દબાણ લાવી તેનો ગર્ભપાત કરાવી નાખ્યો હતો. આટલું ઓછું હોય તેમ, આરોપીએ અલગ-અલગ બહાને યુવતી પાસેથી કુલ 3.35 લાખ રૂપિયા પણ પડાવી લીધા હતા. આરોપીને પકડવા ચક્રો ગતિમાન પોતાની સાથે ધર્મ છુપાવીને આચરાયેલી આ મહાછેતરપિંડી અને શારીરિક-માનસિક શોષણ અંગે આખરે યુવતીએ હિંમત ભેગી કરી સુરતના વેસુ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરૂદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. પોલીસે યુવતીની ફરિયાદના આધારે આરોપી સોમીલ ઉર્ફે સલમીન સામે દુષ્કર્મ, છેતરપિંડી અને ગર્ભપાત કરાવવા સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વેસુ પોલીસે આરોપીને વહેલી તકે ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી રાજકોટ સહિતના સ્થળોએ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
ISRO: જો રોકેટ હવામાં ફાટે તો બચવાની સંભાવના કેટલી? ઇસરોના પૂર્વ ચીફે જણાવી હકિકત
calendar_today June 2, 2026

ISRO: જો રોકેટ હવામાં ફાટે તો બચવાની સંભાવના કેટલી? ઇસરોના પૂર્વ ચીફે જણાવી હકિકત

અમેરિકાના ફ્લોરિડામાં 28 મે 2026ના રોજ એક મોટો સ્પેસ અકસ્માત સર્જાયો હતો, જેમાં પ્રખ્યાત સ્પેસ કંપની 'બ્લુ ઓરિજિન' (Blue Origin) નું અતિ શક્તિશાળી 'ન્યૂ ગ્લેન' (New Glenn) રોકેટ પરીક્ષણ દરમિયાન અચાનક આગના ગોળામાં ફેરવાઈ ગયું અને જોરદાર ધડાકા સાથે ફાટી ગયું.આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ભવિષ્યના મૂન મિશનને મોટો ઝટકો લાગ્યો છે અને લોન્ચ પેડને ભારે નુકસાન થયું છે,આ ઘટનાક્રમથી ભવિષ્યના મૂન મિશનને તગડો ઝટકો લાગ્યો છે. રોકેટ બ્લાસ્ટ સમયે કયા 3 મોટા જોખમો હોય છે?આ ઘટનાએ ફરી એકવાર સ્પેસ સાયન્સ જગતમાં સુરક્ષા અને લોન્ચ પેડથી સામાન્ય લોકો તથા દર્શકોના અંતરને લઈને એક મોટો સવાલ ઊભો કર્યો છે આ અંગે ભારતીય સ્પેસ એજન્સી ઇસરો (ISRO) ના પૂર્વ ચીફ એસ. સોમનાથે મોટો ખુલાસો કરતા જણાવ્યું છે કે, જો તમે રોકેટની બહુ નજીક હોવ અને ફ્લોરિડા જેવો બ્લાસ્ટ થાય, તો જીવતા બચવાની સંભાવના નહિવત થઈ જાય છે.મોડર્ન પાવરફુલ રોકેટ ઉડાન વખતે હજારો ડિગ્રી સેલ્સિયસ તાપમાનની જ્વાળાઓ અને પ્રવાહી ઇંધણ (લિક્વિડ મિથેન અને ઓક્સિજન) નો ઉપયોગ કરે છેઅકસ્માત સમયે ત્રણ મુખ્ય જોખમો પેદા થાય છે:૧. થર્મલ રેડિયેશન: રોકેટની અતિશય ગરમી સેકન્ડોમાં જ ગંભીર રીતે બાળી શકે છે ૨. ઓવરપ્રેશર વેવ: બ્લાસ્ટથી ઉત્પન્ન થતા દબાણના મોજા કાનના પડદા ફાડી શકે છે અને ફેફસાંને નુકસાન પહોંચાડે છે૩. ધાતુના ટુકડા અને કાટમાળ: રોકેટના ધાતુના ટુકડા અને પાઇપ ગોળીની ઝડપે હવામાં પ્રોજેક્ટાઇલ બનીને ઉડે છે જે જીવલેણ સાબિત થાય છેઆ સિવાય, 180 ડેસિબલથી વધુનો અવાજ કાયમી બહેરાશ લાવી શકે છે કેટલું અંતર રાખવું સુરક્ષિત છે?નાસા (NASA) અને ઇસરો (ISRO) જેવી એજન્સીઓ કમ્પ્યુટર મોડેલિંગ દ્વારા સૌથી ખરાબ પરિસ્થિતિનું આકલન કરીને સેફ્ટી ઝોન નક્કી કરે છે, જે મીટરોમાં નહીં પણ કિલોમીટરોમાં હોય છે ઉદાહરણ તરીકે, ભારતના સતીશ ધવન સ્પેસ સેન્ટરમાં વ્યુઇંગ ગેલેરી લોન્ચ પેડથી આશરે 6.5 કિમી દૂર છે, જ્યારે અમેરિકાના કેનેડી સ્પેસ સેન્ટરમાં પ્રેસ સાઇટ લોન્ચ પેડથી આશરે 5 કિમી દૂર રાખવામાં આવે છે ચંદ્રયાન-3 ની આગેવાની કરનાર એસ. સોમનાથે સ્પષ્ટ કર્યું કે, આ અંતર કોઈ લક્ઝરી કે વિકલ્પ નથી, પણ જિંદગી અને મોતનો સવાલ છે.આ પણ વાંચો:Billionaires List: લેરી એલિસને એક દિવસમાં કમાવ્યા $21 અબજ, જે અઝીમ પ્રેમજીની કુલ સંપત્તિને બરાબર

Read Full Story arrow_forward