android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live: એશિયન ગેમ્સ ટ્રાયલ્સ: વિનેશ ફોગાટે પ્રથમ મુકાબલામાં હરિયાણાની જ્યોતિને 7-1થી હરાવી
calendar_today May 30, 2026

Gujarat Latest News Live: એશિયન ગેમ્સ ટ્રાયલ્સ: વિનેશ ફોગાટે પ્રથમ મુકાબલામાં હરિયાણાની જ્યોતિને 7-1થી હરાવી

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 30 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Rajasthan Dust Storm : રાજસ્થાનમાં ધૂળની ડમરીઓ સાથે આવ્યું વાવાઝોડું, જનજીવન પ્રભાવિત
calendar_today May 30, 2026

Rajasthan Dust Storm : રાજસ્થાનમાં ધૂળની ડમરીઓ સાથે આવ્યું વાવાઝોડું, જનજીવન પ્રભાવિત

રાજસ્થાનના ઉત્તર વિસ્તારોમાં શનિવારે હવામાનમાં અચાનક આવેલા મોટા પલટાના કારણે ભારે તોફાની પવન અને ધૂળની ડમરીઓએ જનજીવનને અસર પહોંચાડી. ખાસ કરીને શ્રીગંગાનગર અને શ્રીકરણપુર વિસ્તારમાં વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ. ભારે પવનના કારણે રસ્તાઓ પર ધૂળના ગોટેગોટા ઉડતા જોવા મળ્યા હતા, જેના કારણે વાહનચાલકોને અવરજવર દરમિયાન મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. લોકો મુકાયા આશ્ચર્યમાં ગજસિંહપુર, બિંઝવાલા સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં તોફાની પવનની અસર જોવા મળી હતી. કેટલાક સ્થળોએ પવનની ગતિ એટલી તેજ હતી કે ખુલ્લામાં રાખવામાં આવેલી વસ્તુઓ ઉડી ગઈ હતી. ધૂળની ભારે ડમરીઓના કારણે દૃશ્યતા પણ ઘટી ગઈ હતી, જેના કારણે લોકોને સાવચેતી રાખવાની ફરજ પડી હતી. આ દરમિયાન જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ નોંધાયો હતો. તોફાની પવન બાદ વરસેલા વરસાદથી ગરમીમાં આંશિક રાહત મળી હતી, પરંતુ ધૂળ અને પવનના કારણે સામાન્ય જનજીવન થોડા સમય માટે ખોરવાઈ ગયું હતું. સ્થાનિક લોકો મુજબ હવામાનમાં આવેલા આ અચાનક ફેરફારે સૌને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. લોકોને બહાર ન નીકળવા અપીલ હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં પણ કેટલાક વિસ્તારોમાં પવન અને હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે. પ્રશાસને લોકોને ખરાબ હવામાન દરમિયાન અનાવશ્યક બહાર ન નીકળવા અને સુરક્ષિત સ્થળોએ રહેવાની સલાહ આપી છે. રાજસ્થાનમાં સર્જાયેલા આ હવામાન પરિવર્તને એક તરફ ગરમીમાંથી રાહત આપી છે તો બીજી તરફ તોફાની પવન અને ધૂળની ડમરીઓના કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. હાલ પરિસ્થિતિ સામાન્ય બનવા તરફ આગળ વધી રહી છે.

Read Full Story arrow_forward
SMCની મેગા ડ્રાઇવ, અમદાવાદના સિંધુભવન અને થલતેજમાં ચાલતા હુક્કાબાર પર દરોડા
calendar_today May 30, 2026

SMCની મેગા ડ્રાઇવ, અમદાવાદના સિંધુભવન અને થલતેજમાં ચાલતા હુક્કાબાર પર દરોડા

અમદાવાદમાં નશાના કારોબાર સામે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા એક મોટી અને સપાટો બોલાવતી કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદના પોશ ગણાતા સિંધુભવન રોડ અને થલતેજ વિસ્તારમાં કાફેની આડમાં ધમધમતા ગેરકાયદેસર હુક્કાબાર પર SMCની ટીમોએ ત્રાટકીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ મેગા રેડને પગલે લક્ઝુરિયસ કાફે અને હુક્કાબાર ચલાવતા સંચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.સિંધુભવન અને થલતેજના શંકાસ્પદ લોકેશન્સ પર દરોડા મળતી માહિતી અનુસાર, અમદાવાદના હાઇપ્રોફાઇલ વિસ્તારોમાં નિયમો વિરુદ્ધ નિકોટીનયુક્ત હુક્કાબાર ચાલતા હોવાની ચોક્કસ બાતમી ઉચ્ચ અધિકારીઓને મળી હતી. આ બાતમીના આધારે SMCના વડાની સૂચનાથી અલગ-અલગ કુલ ૬6ટીમોનું ગઠન કરવામાં આવ્યું હતું. આ તમામ ટીમોએ એકસાથે સિંધુભવન અને થલતેજના શંકાસ્પદ લોકેશન્સ પર દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન કાફેમાં ગેરકાયદેસર રીતે પીરસવામાં આવતો ઝેરી નિકોટીનયુક્ત ફ્લેવરની ચકાસણી કરાઇ હતી આ પણ વાંચો----  Vadodara : નકલી IB ઓફિસર બની આપના જ કાર્યકરને ધમકાવવામાં વડોદરા ‘આપ’ પ્રમુખ અશોક ઓઝા સહિત 2ની ધરપકડ

Read Full Story arrow_forward