Navsari: આલીપોર હાઈવે પર ઓઈલ ચોરી કરતી ગેંગ ઝડપાઈ, 86 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
દક્ષિણ ગુજરાતમાંથી પસાર થતા નેશનલ હાઈવે 48 પરથી કિંમતી પ્રવાહી અને ઓઈલની ચોરી કરતી એક અત્યંત સક્રિય ગેંગને પકડી પાડવામાં નવસારી પોલીસને મોટી સફળતા મળી છે. નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) અને ચીખલી પોલીસ સ્ટેશનની સંયુક્ત ટીમે એક ગુપ્ત બાતમીના આધારે આલીપોર ગામની સીમમાં હાઈવે પર વોચ ગોઠવીને રેડ પાડી હતી. આ રેડ દરમિયાન મુંબઈની પ્રતિષ્ઠિત 'હિન્દુસ્તાન ઓઈલ એક્સપ્લોરેશન કંપની'માંથી ક્રૂડ ઓઈલ ભરીને ભાવનગર જઈ રહેલા ટેન્કરોમાંથી ગેરકાયદેસર રીતે ચોરી કરવાનું આખું કૌભાંડ રંગેહાથ પકડાઈ ગયું હતું.ચોરીનું ચોંકાવનારું મોડસ ઓપરેન્ડીપોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ ઓઈલ માફિયાઓ ટેન્કરના ડ્રાઈવરો સાથે પહેલેથી જ ગોઠવણ કરી રાખતા હતા. લાંબી મુસાફરી દરમિયાન હાઈવે પર નક્કી કરેલા પોઈન્ટ પર ટેન્કર ઊભું રાખવામાં આવતું અને તેમાંથી સીલ તોડ્યા વિના ખાસ ટેકનિકથી ક્રૂડ ઓઈલ અને ડામર કાઢી લેવાતો હતો. રેડ દરમિયાન પોલીસે બે ટેન્કરોમાંથી અંદાજે 200 લીટર જેટલો ચોરીનો જથ્થો કાઢતા જ ગેંગને દબોચી લીધી હતી. કિંમતી ડામર માત્ર 60 રૂપિયા પ્રતિ લીટર અને ક્રૂડ ઓઈલ માત્ર ૩0 રૂપિયા પ્રતિ લીટરના નજીવા ભાવે ડ્રાઈવરો પાસેથી ખરીદી લેવામાં આવતું હતું.રૂપિયા 86 લાખથી વધુનો મુદ્દામાલ જપ્તપોલીસે આ હાઈવે ઓપરેશનમાં ઓઈલ ચોરીના મુખ્ય માસ્ટરમાઈન્ડ પ્રકાશ ખટીક અને જસવીર ભવરીયાની ધરપકડ કરી લીધી છે, તેની સાથે ચોરીમાં સાથ આપનારા ૩ ટેન્કર ચાલકોને પણ લોકઅપ ભેગા કરી દેવાયા છે. પોલીસે ઘટનાસ્થળેથી ટેન્કરો અને ઓઈલના જથ્થા સહિત કુલ રૂ. 86.30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે, આ ચોરીનો માલ સુરતના અંકિત પટેલ અને વાંસદાના વિનોદ ડાગલિયા નામના વેપારીઓ ખરીદતા હતા, જેમને પોલીસે ચોપડે વોન્ટેડ જાહેર કરીને આગળની તપાસ આદરી છે.આ પણ વાંચો: Ahmedabad: ગુજરાત યુનિ.ની B.Com પરીક્ષામાં લોચો, વિદ્યાર્થીઓને વહેંચી દીધા ખોટા પ્રશ્નપત્રો
Read Full Story arrow_forward