android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
PM Modi આગામી 5 જૂને ગુજરાત અને દમણના પ્રવાસે, કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે
calendar_today May 30, 2026

PM Modi આગામી 5 જૂને ગુજરાત અને દમણના પ્રવાસે, કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 5 જૂનના રોજ ફરી એકવાર ગુજરાત અને સંઘપ્રદેશ દમણના પ્રવાસે આવી રહ્યા છે. પીએમ મોદીના આ હાઇપ્રોફાઇલ પ્રવાસને લઈને વહીવટી તંત્ર અને ભાજપ સંગઠન દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પોતાના આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન સુરત તેમજ દમણ-દાદરા નગર હવેલીની મુલાકાત લેશે અને બંને સ્થળો પર યોજાનારી ભવ્ય જાહેર સભાઓને સંબોધિત કરશે. આ મુલાકાતથી દક્ષિણ ગુજરાત અને સંઘપ્રદેશના વિકાસને નવી ગતિ મળશે. એરપોર્ટનું વડાપ્રધાનના હસ્તે વિધિવત લોકાર્પણ આ પ્રવાસનું મુખ્ય આકર્ષણ દમણમાં બનેલું નવું સિવિલ એરપોર્ટ છે. અંદાજે રૂ. 97 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ અત્યાધુનિક ડોમેસ્ટિક એરપોર્ટનું વડાપ્રધાનના હસ્તે વિધિવત લોકાર્પણ કરવામાં આવશે. આ એરપોર્ટ શરૂ થવાથી દમણ, દીવ અને ગુજરાતના વાપી સહિતના ઔદ્યોગિક વિસ્તારોને સીધી એર કનેક્ટિવિટી મળશે, જેનાથી પ્રવાસન અને સ્થાનિક ઉદ્યોગોને મોટો ફાયદો થશે. પ્રાથમિક તબક્કે અહીંથી દિલ્હી, મુંબઈ અને અમદાવાદ માટેની ફ્લાઈટો શરૂ કરવાનું આયોજન છે. સુરતમાં પણ કરોડો રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ દમણ ઉપરાંત પીએમ મોદી સુરતમાં પણ કરોડો રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે. પીએમ મોદીના આગમનને લઈને સુરત અને દમણમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, 5 જૂનથી જ ભાજપ દ્વારા વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીના સફળ શાસનને લઈને રાજ્યવ્યાપી જનસંપર્ક અભિયાન પણ શરૂ થવા જઈ રહ્યું છે, ત્યારે પીએમ મોદીનો આ પ્રવાસ રાજકીય અને વિકાસની દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.આ પણ વાંચો----     Vadodara : નકલી IB ઓફિસર બની આપના જ કાર્યકરને ધમકાવવામાં વડોદરા ‘આપ’ પ્રમુખ અશોક ઓઝા સહિત 2ની ધરપકડ

Read Full Story arrow_forward
Patan : સાંતલપુર તાલુકા પંચાયતના ભાજપ પ્રમુખ શક્તિસિંહ જાડેજા પર કોંગ્રેસના ટેકેદાર પર જીવલેણ હુમલાનો આક્ષેપ
calendar_today May 30, 2026

Patan : સાંતલપુર તાલુકા પંચાયતના ભાજપ પ્રમુખ શક્તિસિંહ જાડેજા પર કોંગ્રેસના ટેકેદાર પર જીવલેણ હુમલાનો આક્ષેપ

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં ચૂંટણીની જૂની અદાવતને લઈને ભાજપના એક મોટા ગજાના નેતા સામે દાદાગીરી અને જીવલેણ હુમલો કરવાનો ગંભીર આક્ષેપ લાગતા રાજકારણ ગરમાયું છે. સાંતલપુર તાલુકા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શક્તિસિંહ જાડેજાએ ચૂંટણીની અદાવત રાખીને કોંગ્રેસના એક સક્રિય ટેકેદાર પર લોખંડના હથિયાર વડે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે, જેમાં ભોગ બનનાર યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે. ચૂંટણી પહેલાં પણ ધમકીઓ અપાઇ હતી મળતી વિગતો અનુસાર, ભોગ બનનાર દીપકસિંહ જાડેજા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે કોંગ્રેસના ઉમેદવાર કુલદીપસિંહ જાડેજાના મજબૂત સમર્થક હતા. આક્ષેપ છે કે ચૂંટણી પહેલાં પણ દીપકસિંહને કોંગ્રેસના પ્રચારમાંથી હટી જવા અને સમર્થન પાછું ખેંચી લેવા માટે ફોન પર ધમકીઓ આપવામાં આવી હતી. જોકે, ધમકીઓ છતાં તેઓ કોંગ્રેસ સાથે મક્કમ રહેતા આખરે ચૂંટણી પત્યા બાદ તેની ખુન્નસ રાખીને આ હિંસક હુમલો કરવામાં આવ્યો હોવાનો દાવો કરાયો છે. તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા રાજકીય અદાવતમાં લોખંડના હથિયાર વડે સીધો માથાના ભાગે હુમલો કરવામાં આવતા દીપકસિંહ લોહીલુહાણ થઈ ગયા હતા. તેમને ગંભીર હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. ભાજપના હોદ્દેદાર દ્વારા જ કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવી આ પ્રકારે જીવલેણ હુમલો કરાતા સ્થાનિક કક્ષાએ કોંગ્રેસ કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આ મામલે પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ પણ વાંચો----       Vadodara : નકલી IB ઓફિસર બની આપના જ કાર્યકરને ધમકાવવામાં વડોદરા ‘આપ’ પ્રમુખ અશોક ઓઝા સહિત 2ની ધરપકડ

Read Full Story arrow_forward
Ahmedabad: ગુજરાત યુનિ.ની B.Com પરીક્ષામાં લોચો, વિદ્યાર્થીઓને વહેંચી દીધા ખોટા પ્રશ્નપત્રો
calendar_today May 30, 2026

Ahmedabad: ગુજરાત યુનિ.ની B.Com પરીક્ષામાં લોચો, વિદ્યાર્થીઓને વહેંચી દીધા ખોટા પ્રશ્નપત્રો

ગુજરાત યુનિવર્સિટી અવારનવાર વિવાદોમાં ઘેરાયેલી રહે છે. ત્યારે આજે ફરી એકવાર યુનિવર્સિટીની પરીક્ષા કામગીરીના ધજાગરા ઉડ્યા છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવામાં આવી રહેલી B.Comની પરીક્ષામાં આજે એક મોટો છબરડો પ્રકાશમાં આવ્યો છે. પરીક્ષા હોલમાં બેઠેલા વિદ્યાર્થીઓને જ્યારે પ્રશ્નપત્ર આપવામાં આવ્યા, ત્યારે તેમાં નિયત ટાઈમટેબલ મુજબના વિષયને બદલે અન્ય વિષય કે સેમેસ્ટરનું ખોટું પ્રશ્નપત્ર વહેંચી દેવામાં આવ્યું હતું.વિદ્યાર્થીઓનો હોબાળો અને અસમંજસપેપર હાથમાં આવતાની સાથે જ વિદ્યાર્થીઓ ચોંકી ઉઠ્યા હતા અને તેમણે તાત્કાલિક ક્લાસ સુપરવાઈઝરનું ધ્યાન દોર્યું હતું. જોકે, શરૂઆતમાં યોગ્ય જવાબ ન મળતા વિદ્યાર્થીઓએ પરીક્ષા કેન્દ્રો પર જ હોબાળો મચાવવાનું શરૂ કર્યું હતું. જોતજોતામાં આ સમાચાર અલગ-અલગ પરીક્ષા કેન્દ્રો પર વાયુવેગે પ્રસરી ગયા હતા અને તમામ જગ્યાએ અસંતોષની લાગણી ફેલાઈ હતી. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે આવી મોટી બેદરકારીના કારણે તેમનો પરીક્ષાનો કિંમતી સમય વેડફાયો છે અને માનસિક તણાવનો સામનો કરવો પડ્યો છે.છેલ્લી ઘડીએ પેપર બદલાયુંમામલો બિચકતો જોઈને પરીક્ષા કેન્દ્રના સંચાલકોએ તાત્કાલિક યુનિવર્સિટીના પરીક્ષા વિભાગના ઉચ્ચ અધિકારીઓને ફોન પર જાણ કરી હતી. પોતાની ભૂલ સ્વીકારીને તંત્ર દ્વારા તાબડતોબ નવું અને સાચું પ્રશ્નપત્ર કેન્દ્રો પર મોકલવાની અથવા ઓનલાઈન પ્રિન્ટ કઢાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ભારે હોબાળા અને વિરોધ પ્રદર્શન બાદ આખરે પ્રશ્નપત્ર બદલવામાં આવ્યું હતું અને પરીક્ષા ફરી શરૂ કરાવાઈ હતી. જોકે, સવાલ એ ઊભો થાય છે કે લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જેના પર નિર્ભર છે તેવી પરીક્ષાઓમાં પ્રશ્નપત્રો સેટ કરવામાં અને વહેંચવામાં આટલી હદની લાપરવાહી કેવી રીતે થઈ શકે?આ પણ વાંચો: Ahmedabad: ડી કેબિન વિસ્તારમાં રોડ કપાત હેઠળ સ્કૂલના બાંધકામ પર ફરી વળ્યું જેસીબી.

Read Full Story arrow_forward