android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara : નકલી IB ઓફિસર બની આપના જ કાર્યકરને ધમકાવવામાં વડોદરા ‘આપ’ પ્રમુખ અશોક ઓઝા સહિત 2ની ધરપકડ
calendar_today May 30, 2026

Vadodara : નકલી IB ઓફિસર બની આપના જ કાર્યકરને ધમકાવવામાં વડોદરા ‘આપ’ પ્રમુખ અશોક ઓઝા સહિત 2ની ધરપકડ

ગુજરાત આમ આદમી પાર્ટીમાં આંતરિક જૂથબંધી અને રાજકીય હરીફાઈનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઇન્ટેલિજન્સ બ્યુરો IB ના નકલી અધિકારી બનીને પોતાના જ પક્ષના કાર્યકરોને ધમકાવવાના હાઈપ્રોફાઈલ મામલામાં આણંદ સાયબર ક્રાઈમ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે વડોદરા ‘આપ’ના પ્રમુખ અશોક ઓઝા અને આણંદના નીતિન પટેલ નામના શખ્સની સત્તાવાર ધરપકડ કરી લેતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આ આખા કૌભાંડનો ભાંડો દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની એક સોશિયલ મીડિયા પોસ્ટના કારણે ફૂટ્યો છે.કેજરીવાલે જ ટ્વિટ કરેલું હતું મળતી વિગતો અનુસાર, થોડા સમય પહેલાં અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેમણે આક્ષેપ કર્યો હતો કે ગુજરાતમાં એક ચોક્કસ મોબાઈલ નંબર પરથી ‘આપ’ના કાર્યકરોને આઈબીના નામે ધમકાવવામાં આવી રહ્યા છે અને દબાણ કરાઈ રહ્યું છે. આણંદના કાર્યકરને પણ ફોન આવ્યો આણંદના ‘આપ’ કાર્યકર કેશવ ચૌહાણને પણ બરાબર આ જ નંબર પરથી ધમકીભર્યો કોલ આવ્યો હોવાથી તેમણે આણંદ સાયબર ક્રાઈમમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. અશોક ઓઝાએ નકલી આઈબી અધિકારી તરીકે ફોન કર્યા સાયબર પોલીસે જ્યારે કેજરીવાલે જાહેર કરેલા આ નંબરની ટેકનિકલ તપાસ હાથ ધરી ત્યારે જાણવા મળ્યું કે આ નંબર આણંદના નીતિન પટેલના નામે એક્ટિવ છે. પોલીસે તાત્કાલિક નીતિનની અટકાયત કરીને આકરી પૂછપરછ શરૂ કરતા આખો મામલો ઉલટો નીકળ્યો હતો. નીતિને કબૂલાત કરી કે વડોદરા ‘આપ’ પ્રમુખ અશોક ઓઝાએ તેના નંબરનો ઉપયોગ કરીને નકલી આઈબી અધિકારી તરીકે ફોન કર્યા હતા.  કેશવ ચૌહાણ હરીફ હોવાથી ફોન કરેલા અશોક ઓઝાની પૂછપરછમાં સામે આવ્યું કે કેશવ ચૌહાણ તેમનો રાજકીય હરીફ હોવાથી પક્ષમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા અને તેને ડરાવવા માટે જ નકલી આઈબી અધિકારી બનીને આ આખો પ્લાન ઘડ્યો હતો. આમ, ભાજપને ઘેરવા જતાં ખુદ ‘આપ’ના જ વડોદરાના પ્રમુખ પોતાના કાવતરામાં ફસાઈ ગયા છે અને હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.

Read Full Story arrow_forward
Morbi : ધારાસભ્ય વચનો ભૂલ્યા, રણછોડગઢના ઉપસરપંચે વીડિયો વાયરલ કરી પ્રકાશ વરમોરા સામે ઉઠાવ્યા સવાલો
calendar_today May 30, 2026

Morbi : ધારાસભ્ય વચનો ભૂલ્યા, રણછોડગઢના ઉપસરપંચે વીડિયો વાયરલ કરી પ્રકાશ વરમોરા સામે ઉઠાવ્યા સવાલો

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં રાજકીય ગરમાવો આવી ગયો છે. હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા સામે રણછોડગઢ ગ્રામ પંચાયતના ઉપસરપંચ પ્રકાશ દઢૈયાએ ગંભીર આક્ષેપો કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે. આ વીડિયોમાં ઉપસરપંચે ધારાસભ્યને ચૂંટણી સમયે આપેલા વચનો યાદ અપાવીને ગામની વર્ષો જૂની સમસ્યાઓ અંગે આકરા સવાલો પૂછ્યા છે, જેને પગલે સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે.ગામમાં શિક્ષણની કોઈ સુવિધા નથી ઉપસરપંચ પ્રકાશ દઢૈયાના આરોપ અનુસાર, રણછોડગઢ ગામમાં છેલ્લા 10 વર્ષથી ધોરણ 8 પછીની આગળના શિક્ષણની કોઈ સુવિધા નથી. ગામમાં ધોરણ 9 અને 10 શરૂ ન થવાને કારણે સ્થાનિક ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો ઉચ્ચ શિક્ષણથી વંચિત રહી જાય છે અથવા તો તેમણે ભણતર છોડી દેવું પડે છે. આ અંગે ગત 17 મે 2025ના રોજ ધારાસભ્યને રૂબરૂ રજૂઆત કરવામાં આવી હોવા છતાં, તંત્ર કે નેતાઓ દ્વારા હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવાયા નથી. રણછોડ ગઢમાં પ્રાથમિક સુવિધા પણ નથી વીડિયોમાં ઉપસરપંચે રોષે ભરાઈને જણાવ્યું છે કે, રણછોડગઢ ગામમાં માત્ર શિક્ષણ જ નહીં પરંતુ રોડ-રસ્તા અને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓનો પણ ઘોર અભાવ છે. હળવદના જ એક ગામના બાળકો શાળા વિના શિક્ષણથી વંચિત હોવાનો દાવો પંચાયતના જ પ્રતિનિધિ દ્વારા કરાતા સ્થાનિક તંત્રની કામગીરી સામે મોટા સવાલો ઊભા થયા છે. આ પણ વાંચો----     Vadodara : નકલી IB ઓફિસર બની આપના જ કાર્યકરને ધમકાવવામાં વડોદરા ‘આપ’ પ્રમુખ અશોક ઓઝા સહિત 2ની ધરપકડ

Read Full Story arrow_forward
Bhavnagar : નવી બની રહેલી કરોડોની SP કચેરીમાં 3.22 કરોડની ગેરરીતિના આક્ષેપ, કલાર્કની તાત્કાલિક બદલી
calendar_today May 30, 2026

Bhavnagar : નવી બની રહેલી કરોડોની SP કચેરીમાં 3.22 કરોડની ગેરરીતિના આક્ષેપ, કલાર્કની તાત્કાલિક બદલી

ભાવનગર શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે બની રહેલી નવી પોલીસ અધીક્ષક કચેરીનું બિલ્ડિંગ હજુ તો પૂર્ણ રીતે શરૂ થાય તે પહેલા જ મોટા વિવાદમાં સપડાયું છે. હેરિટેજ લુક સાથે આકર્ષક આકાર લઈ રહેલા આ સરકારી પ્રોજેક્ટમાં 3.22 કરોડની ગેરરીતિ આચરવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. ઉચ્ચ અધિકારીઓને અંધારામાં રાખીને આ આખું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું બહાર આવતા પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે. કર્મચારીની તાત્કાલિક અસરથી બદલી આ કરોડો રૂપિયાના મામલે પ્રાથમિક એક્શન લેતા તંત્ર દ્વારા હેડ ક્વાર્ટરમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા ધર્મેન્દ્રસિંહ નામના કર્મચારીની તાત્કાલિક અસરથી મહુવા ખાતે બદલી કરી દેવામાં આવી છે. આ ઉપરાંત, આ સમગ્ર કથિત ગેરરીતિમાં સામેલ હોવાની શંકાના આધારે અન્ય ત્રણ જેટલા કર્મચારીઓ સામે પણ તપાસના આદેશ આપી દેવાયા છે.  તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે, હજુ તો બિલ્ડિંગનું રીતસરનું લોકાર્પણ પણ નથી થયું અને આટલી મોટી રકમની ગેરરીતિના આક્ષેપ લાગ્યા છે, જેના કારણે તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. જો કે, આટલો મોટો વિવાદ બહાર આવ્યો હોવા છતાં, ઉચ્ચ અધિકારીઓ દ્વારા હાલ આ મામલે મીડિયા સમક્ષ સંપૂર્ણ મૌન સેવી લેવામાં આવ્યું છે અને કોઈ કંઈ પણ બોલવા તૈયાર નથી.આ પણ વાંચો----     Vadodara : નકલી IB ઓફિસર બની આપના જ કાર્યકરને ધમકાવવામાં વડોદરા ‘આપ’ પ્રમુખ અશોક ઓઝા સહિત 2ની ધરપકડ

Read Full Story arrow_forward