android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Mehsana: "નીતિન પટેલને પતાવી દીધા" હોવાનો દાવો કરતી કથિત ઓડિયો ક્લિપ બાદ ચંદ્રકાંત પટેલ પક્ષના નિશાના પર
calendar_today May 30, 2026

Mehsana: "નીતિન પટેલને પતાવી દીધા" હોવાનો દાવો કરતી કથિત ઓડિયો ક્લિપ બાદ ચંદ્રકાંત પટેલ પક્ષના નિશાના પર

ઉત્તર ગુજરાતના સહકારી અને રાજકીય ગઢ ગણાતા મહેસાણા જિલ્લા ભાજપમાં ભડકો થયો છે. પક્ષના જ વરિષ્ઠ નેતા અને પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ વિરૂદ્ધ બેફામ વાણીવિલાસ કરનાર સ્થાનિક નેતા ચંદ્રકાંત પટેલની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ અને વિવાદાસ્પદ નિવેદનો બદલ મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા પાઠવવામાં આવેલી શિસ્તભંગની નોટિસને ચંદ્રકાંત પટેલ ઘોળીને પી ગયા છે. નોટિસનો ખુલાસો આપવા માટે નક્કી કરાયેલી 3 દિવસની સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં, તેમણે હજુ સુધી સંગઠનને કોઈ સત્તાવાર જવાબ કે સ્પષ્ટતા આપી નથી.શું હતો સમગ્ર ઓડિયો વિવાદ?થોડા દિવસો પહેલાં સોશિયલ મીડિયામાં ચંદ્રકાંત પટેલની એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. આ ઓડિયો ક્લિપમાં તેઓ ભારે અહંકાર સાથે એવું બોલતા સંભળાય છે કે, "આપણે નીતિન પટેલને રાજકારણમાંથી પતાવી દીધા છે." ભાજપના કદાવર નેતા વિશે પક્ષના જ હોદ્દેદારે આવો બફાટ કરતાં મામલો છેક ગાંધીનગર કમલમ સુધી પહોંચ્યો હતો. ભાજપ પ્રદેશ નેતાગીરીએ આ બાબતને અત્યંત ગંભીરતાથી લઈ સ્થાનિક સંગઠનને કડક પગલાં લેવા આદેશ કર્યો હતો, જેના ભાગરૂપે આ નોટિસ ઈસ્યુ કરવામાં આવી હતી.ચૂંટણીમાં ગદ્દારી કર્યાના પણ લાગ્યા આરોપચંદ્રકાંત પટેલ પર માત્ર નિવેદનબાજી જ નહીં, પરંતુ પક્ષના સત્તાવાર ઉમેદવારોની પીઠમાં છરો ભોંકવાના પણ ગંભીર આરોપો લાગ્યા છે. નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર વર્ષાબેન મુકુંદભાઈ પટેલ અને બલોલ જિલ્લા પંચાયત બેઠક પરના ભાજપના મહિલા ઉમેદવાર ગીતાબેન વિષ્ણુભાઈ ચૌધરી વિરૂદ્ધ જઈને ચંદ્રકાંત પટેલે પડદા પાછળ વિરોધ પક્ષના ઉમેદવારોને ખુલ્લેઆમ મદદ કરી હોવાના પુરાવા પક્ષને મળ્યા છે.મહેસાણા ભાજપ કાર્યાલયમાં ભારે ગરમાવોહવે જ્યારે 3 દિવસ વીતવા છતાં ચંદ્રકાંત પટેલે નોટિસનો કોઈ જવાબ આપ્યો નથી, ત્યારે મહેસાણા ભાજપ કાર્યાલયમાં ભારે ગરમાવો છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે જિલ્લા પ્રમુખ હવે નમતું જોખવાના મૂડમાં નથી. આગામી 24 કલાકમાં ચંદ્રકાંત પટેલ પાસે કાં તો રાજીનામું માગી લેવામાં આવશે અથવા શિસ્ત સમિતિ દ્વારા તેમને પક્ષમાંથી સીધા સસ્પેન્ડ (નિલંબિત) કરી દેવામાં આવશે.આ પણ વાંચો: Amreli: ગીરમાં સિંહના મોતથી વન વિભાગના સર્વોચ્ચ અધિકારીઓ દોડી આવ્યા, વનતારા ટીમ પણ તપાસમાં જોતરાઈ

Read Full Story arrow_forward
Sabarkantha : નશાના કાળા કારોબાર પર પોલીસની સ્ટ્રાઈક, વિજયનગરમાંથી ગાંજાનું ખેતર ઝડપાયું
calendar_today May 30, 2026

Sabarkantha : નશાના કાળા કારોબાર પર પોલીસની સ્ટ્રાઈક, વિજયનગરમાંથી ગાંજાનું ખેતર ઝડપાયું

સાબરકાંઠા જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જિલ્લાના વિજયનગર તાલુકાના લીમડા ગામે ખેતરમાં કરાયેલા ગાંજાના ગેરકાયદેસર વાવેતરનો પોલીસે પર્દાફાશ કર્યો છે. ચિઠોડા પોલીસે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડીને લાખો રૂપિયાનો નશીલા પદાર્થનો જથ્થો જપ્ત કર્યો છે.ખેતરમાંથી લહેરાતા ગાંજાના છોડ પોલીસના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, લીમડા ગામના એક ખેતરમાં પાસ-પરમિટ વિના પ્રતિબંધિત માદક પદાર્થનું વાવેતર થયું હોવાની બાતમી ચિઠોડા પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે ઓચિંતો દરોડો પાડતા ખેતરમાંથી લહેરાતા ગાંજાના છોડ મળી આવ્યા હતા.  58 નંગ લીલા ગાંજાના છોડ જપ્ત પોલીસે સ્થળ પરથી અંદાજે 12 કિલો વજન ધરાવતા કુલ 58 નંગ લીલા ગાંજાના છોડ મૂળમાંથી ઉખેડીને જપ્ત કર્યા છે. આ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં જપ્ત કરાયેલા ગાંજાની બજાર કિંમત આશરે 6 લાખ રૂપિયા કરતાં વધુ હોવાનું અંદાજવામાં આવ્યું છે. ખેતરના માલિક સહિત બે શખ્સોની ધરપકડ આ ગેરકાયદેસર નશીલા પદાર્થના રેકેટમાં સામેલ ખેતરના માલિક સહિત બે શખ્સોની પોલીસે સ્થળ પરથી જ ધરપકડ કરી લીધી છે. પકડાયેલા આરોપીઓમાં એક 60 વર્ષીય વૃદ્ધ ખેડૂતનો પણ સમાવેશ થાય છે, જે કાયદાની નજરમાંથી બચવા માટે ખેતરની વચ્ચે આ પ્રતિબંધિત પાક ઉગાડી રહ્યો હતો. પોલીસે નશાના આ કારોબારીઓ સામે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એટલે કે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. ચિઠોડા પોલીસની આ સતર્ક કામગીરીથી સ્થાનિક ડ્રગ્સ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ મામલાના મૂળ સુધી પહોંચવા માટે સમગ્ર કેસની આગળની તપાસ હવે વિજયનગર પોલીસને સોંપવામાં આવી છે.આ પણ વાંચો---    Trumpની ‘રેડ લાઇન’ સામે ઈરાન ઝૂકશે? 2 કલાક ચાલેલી હાઈ-વોલ્ટેજ બેઠક પણ અનિર્ણાયક

Read Full Story arrow_forward
Ahmedabad: કચ્છમાંથી ઝડપાયેલા 119 કિલો કોકેઇન કેસમાં NIAની એન્ટ્રી, આંતરરાષ્ટ્રીય બુટલેગરોના લોકેશન ટ્રેક કરાયા
calendar_today May 30, 2026

Ahmedabad: કચ્છમાંથી ઝડપાયેલા 119 કિલો કોકેઇન કેસમાં NIAની એન્ટ્રી, આંતરરાષ્ટ્રીય બુટલેગરોના લોકેશન ટ્રેક કરાયા

ગુજરાતનો દરિયાકાંઠો ફરી એકવાર આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયાઓના નિશાને આવ્યો છે, પરંતુ ગુજરાત ATSની સજાગતાના કારણે રૂપિયા 1190 કરોડનું કોકેઇન નેટવર્ક દેશમાં પ્રવેશે તે પહેલા જ ધ્વસ્ત કરી દેવાયું છે. કચ્છના દરિયાકાંઠેથી બિનવારસી અથવા છુપાવીને રાખવામાં આવેલો 119 કિલો શુદ્ધ કોકેઇનનો જથ્થો ઝડપાયા બાદ હવે આ કેસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) ની એન્ટ્રી થઈ છે. આ ડ્રગ્સ આંતરરાષ્ટ્રીય સરહદો અને દરિયાઈ માર્ગો વટાવીને ભારત લાવવામાં આવ્યું હોવાથી કેન્દ્રીય એજન્સીઓએ તેને દેશની સુરક્ષા સાથે જોડીને તપાસ શરૂ કરી છે.એપ્લિકેશન કોલથી મળતું હતું સિક્રેટ લોકેશનATS અને NIAની સંયુક્ત પૂછપરછ અને ડિજિટલ ફોરેન્સિક તપાસમાં સામે આવ્યું છે કે, આ આખું નેટવર્ક અત્યંત આધુનિક ટેકનોલોજીથી ઓપરેટ થતું હતું. ડ્રગ્સનો જથ્થો ભારતીય જળસીમામાં કે કચ્છના કિનારે પહોંચ્યા બાદ, તેના ચોક્કસ લોકેશનની જાણકારી કોઈ સામાન્ય ફોન કોલ પર નહીં, પરંતુ ટ્રેક ન થઈ શકે તેવી એન્ક્રિપ્ટેડ એપ્લિકેશન કોલ દ્વારા શેર થવાની હતી. સ્થાનિક રિસીવરોને માત્ર ઇન્ટરનેટ કોલિંગ દ્વારા જ કઈ જગ્યાએથી માલ ઉપાડવો તેની માહિતી મળતી હતી, જેથી મુખ્ય સપ્લાયરો ક્યારેય પકડાય નહીં.બે આફ્રિકન ડ્રગ લોર્ડ્સ રડારમાંઆ ગુનાના મૂળ છેક આફ્રિકા સુધી વિસ્તરેલા છે. તપાસ એજન્સીઓને બે આફ્રિકન ડ્રગ સપ્લાયરોના ચોક્કસ ક્લૂ મળ્યા છે, જેઓ આ કરોડોના ડ્રગ્સની હેરાફેરી પાછળ મુખ્ય માસ્ટરમાઇન્ડ હોવાની આશંકા છે. આ આફ્રિકન સપ્લાયરો ભારતમાં કયા-કયા લોકલ એજન્ટો, પેડલરો અને આંતરરાજ્ય બુટલેગરોના સંપર્કમાં હતા તેની કોલ ડિટેઇલ અને આઇપી એડ્રેસ (IP Address) ટ્રેક કરવામાં આવી રહ્યા છે. ૧૧૯ કિલો કોકેઇનનો આ મસમોટો જથ્થો ગુજરાતથી કયા રાજ્યોમાં (ખાસ કરીને મુંબઈ, દિલ્હી કે ગોવા જેવા મેટ્રો શહેરોમાં) સપ્લાય થવાનો હતો, તે દિશામાં પણ તપાસ તેજ કરી દેવામાં આવી છે.આ પણ વાંચો:Mehsana: "નીતિન પટેલને પતાવી દીધા" હોવાનો દાવો કરતી કથિત ઓડિયો ક્લિપ બાદ ચંદ્રકાંત પટેલ પક્ષના નિશાના પર

Read Full Story arrow_forward