android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Modasa: ઉત્તર અને મધ્ય ગુજરાતના સરહદી પંથકોમાં મેઘરાજાનું આગમન, વહેલી સવારથી વરસાદી માહોલ
calendar_today May 30, 2026

Modasa: ઉત્તર અને મધ્ય ગુજરાતના સરહદી પંથકોમાં મેઘરાજાનું આગમન, વહેલી સવારથી વરસાદી માહોલ

ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી પ્રિ-મોન્સૂન એક્ટિવીટીની આગાહી અક્ષરશઃ સાચી સાબિત થઈ રહી છે. ઉત્તર ગુજરાતના અરવલ્લી બાદ હવે મધ્ય ગુજરાતના મહીસાગર જિલ્લામાં પણ મેઘરાજાએ ધમાકેદાર ઇનિંગ શરૂ કરી દીધી છે. બંને જિલ્લાઓમાં કાળાડિબાંગ વાદળો અને તેજ પવન સાથે ધોધમાર વરસાદ ખાબકતાં સમગ્ર પંથક ઠંડકગાર બની ગયો છે.અરવલ્લીના માલપુરમાં વહેલી સવારથી વરસાદઅરવલ્લી જિલ્લાના મોડાસા ગ્રામ્ય, શામળાજી, વાસેરાકંપા, ઇસરોલ અને જીવણપુર વિસ્તારમાં ગઈકાલે વરસાદ પડ્યા બાદ આજે વાતાવરણમાં વધુ પલટો આવ્યો છે. જિલ્લાના માલપુર પંથકમાં વહેલી સવારથી જ આકાશમાં કાળા વાદળો ઘેરાયા હતા અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. વહેલી સવારના વરસાદને પગલે નોકરિયાત વર્ગ અને વાહનચાલકોને થોડી મુશ્કેલી પડી હતી, પરંતુ અસહ્ય ગરમી અને ઉકળાટમાંથી મુક્તિ મળતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.મહીસાગર જિલ્લાના ચાર તાલુકામાં મેઘરાજાબીજી તરફ, મહીસાગર જિલ્લાના વાતાવરણમાં પણ મોટો પલટો જોવા મળ્યો છે. જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા સહિત ખાનપુર, કડાણા અને સંતરામપુર પંથકમાં સવારથી જ વાવાઝોડા જેવા પવન સાથે વરસાદી માહોલ જામ્યો છે. કાળાડિબાંગ વાદળો વચ્ચે પડતા આ પ્રિ-મોન્સૂન વરસાદને કારણે નીચાણવાળા રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં પણ આ પ્રિ-મોન્સૂન સિસ્ટમ સક્રિય રહેશે, જેને પગલે ખેડૂતોને પોતાના પાકને સુરક્ષિત સ્થળે રાખવા વહીવટી તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.આ પણ વાંચો: Ahmedabad: નિકોલ રિંગરોડ પરથી 1.19 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો, પોલીસે એક આરોપીની ધરપકડ કરી

Read Full Story arrow_forward
Patan : રાધનપુરમાં ખનન માફિયાઓએ રાતોરાત ખેતરને બનાવી દીધું તળાવ, કડક કાર્યવાહી કરવા માગ
calendar_today May 30, 2026

Patan : રાધનપુરમાં ખનન માફિયાઓએ રાતોરાત ખેતરને બનાવી દીધું તળાવ, કડક કાર્યવાહી કરવા માગ

ગુજરાતમાં સરકારી તંત્ર અને કાયદો-વ્યવસ્થાને ઘોળીને પી ગયેલા ખનન માફિયાઓનો આતંક હવે સીમાઓ વટાવી રહ્યો છે. પાટણ જિલ્લાના રાધનપુરમાં ખનન માફિયાઓએ કાયદાના ડર વિના એટલી હદે હિંમત બતાવી છે કે એક ગરીબ ખેડૂતની જાણ બહાર તેની આખેઆખી ખેતીની જમીનને રાતોરાત ઊંડા તળાવમાં ફેરવી નાખી છે. આ માથાભારે તત્વો સામે સ્થાનિક વહીવટી તંત્ર મૌન હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે.રાત્રે જેસીબી અને ડમ્પરોની ફોજ ઉતારી મળતી વિગતો અનુસાર, રાધનપુરના રેવન્યુ સર્વે નંબર 247/અ/2 વાળી કિંમતી ખેતીની જમીનમાં માફિયાઓએ ગેરકાયદેસર રીતે મોરચો માંડ્યો હતો. ખેતરના માલિકની ગેરહાજરીનો ગેરલાભ ઉઠાવીને, માફિયાઓએ રોજ રાત્રે 8 વાગ્યાથી લઈને વહેલી સવારના 6 વાગ્યા સુધી જેસીબી અને ડમ્પરોની ફોજ ઉતારી દીધી હતી. હજારો મેટ્રિક ટન ફળદ્રુપ માટી ચોરી રાતના અંધારામાં હજારો મેટ્રિક ટન ફળદ્રુપ માટી ચોરી કરીને બજારમાં ઊંચા ભાવે વેચી મારવામાં આવી છે. સવારે જ્યારે ખેડૂત પોતાના ખેતરે પહોંચ્યો ત્યારે લીલોછમ પાક ઉગાડવાની જમીનને બદલે ત્યાં માત્ર એક વિશાળ ખાડો એટલે કે તળાવ જોવા મળતા તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. જીવલેણ હુમલા કરવામાં આવ્યા છે સ્થાનિકોના જણાવ્યા મુજબ, રાધનપુર પંથકમાં આ ખનન માફિયાઓનો ભારે ત્રાસ છે. તેઓ એટલા માથાભારે અને હિચકારા છે કે ભૂતકાળમાં જે કોઈ નાગરિક કે ખેડૂતે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે અવાજ ઉઠાવવાનો પ્રયાસ કર્યો છે, તેમના પર જીવલેણ હુમલા કરવામાં આવ્યા છે. અગાઉ રજૂઆત કરનારા બે નિર્દોષ લોકોના હાથ-પગ ભાંગી નાખવામાં આવ્યા હોવાની હકીકત સામે આવતા આસપાસના ગ્રામજનો પણ ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. કડક કાર્યવાહીની માગ પીડિત ખેડૂત અને ગ્રામજનોએ હવે ખાણ-ખનીજ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ ન્યાયની ગુહાર લગાવી છે. આ મામલે તાત્કાલિક સ્થળ તપાસ કરીને, ગેરકાયદે ખનન કરનારા રાક્ષસો સામે કરોડો રૂપિયાનો દંડ ફટકારવામાં આવે અને ગુનાહિત કાવતરું ઘડવા બદલ જેલ ભેગા કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે. આ પણ વાંચો-----     Gandhinagar : મુખ્ય શિક્ષકો માટે શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય, સળંગ સેવા અને જૂની પેન્શન યોજનાનો માર્ગ મોકળો

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : સિંહોના મોતના પગલે વન વિભાગના સર્વોચ્ચ અધિકારીઓ ગીર દોડી આવ્યા
calendar_today May 30, 2026

Gujarat Latest News Live : સિંહોના મોતના પગલે વન વિભાગના સર્વોચ્ચ અધિકારીઓ ગીર દોડી આવ્યા

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 30 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward