Ahmedabad: વિરમગામ નગરપાલિકામાં પદાધિકારીઓએ ચાર્જ સંભાળ્યો
વિરમગામઃ વિરમગામ નગરપાલિકામાં તાજેતર માંજ ભાજપ સંગઠન દ્વારા વરણી પામેલા નવા પ્રમુખ યોગેશ પટેલ,ઉપપ્રમુખ ભારતીબેન વજાણી અને કારોબારી ચેરમેન નરેશ શાહએ શુક્રવારે કચેરીમાં ધારાસભ્યની ઉપસ્થિતિમાં પદભાર સંભાળ્યો હતો.સત્તાધીશોએ વિકાસ કામોને ગતિ આપવાનો સંકલ્પ કર્યો હતો. ધારાસભ્યએ પ્રમુખ,ચીફ્ ઓફ્સિર, સિનિયર સદસ્યો સૌ સાથે મળીને વિકાસ કામોને મહત્વ આપવા તેમજ દર મહિને વોર્ડમાં જનસંપર્ક કરવા જણાવ્યુ હતુ.આ પ્રસંગે શહેર ભાજપ સંગઠન પ્રમુખ દેવાજી ઠાકોર,મહામંત્રી મિતેષ આચાર્ય,હર્ષદ ઠક્કર,હિતેશ પ્રજાપતિ સહિત પાલિકા સદસ્યો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward