android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Godhra: સુજલામ સુફલામ યોજનાની માટી બારોબાર લઈ જતાં બે ડમ્પર ઝડપાયા
calendar_today May 30, 2026

Godhra: સુજલામ સુફલામ યોજનાની માટી બારોબાર લઈ જતાં બે ડમ્પર ઝડપાયા

હાલોલ તાલુકાના ધનસર ગામમાંથી સુજલામ સુફલામ યોજના હેઠળ થતાં ખોદકામની માટી બારોબાર લઈ જતાં બે ડમ્પર હાલોલ ડ્ઢરૂજીઁની ટીમે ઝડપી હાલોલ ગ્રામ્ય પોલીસના હવાલે કરતાં તપાસ હાથ ધરાઈ છે.પંચમહાલ જિલ્લામાં સરકારની સુજલામ સુફલામ જળ સંચય યોજના હેઠળ હાલ તળાવો ઊંડા કરવા અને ચેકડેમનું ડી સિલટિંગ કામગીરી કરાઈ રહી છે. જોકે જન ભાગીદારી થકી થતી આ યોજના અંતર્ગત થતી કામગીરીનો કેટલાક ભુમાફ્યિા બેફમ દૂર ઉપયોગ કરી રહ્યા હોવાનું કહેવાય છે. સંલગ્ન જવાબદારો તળાવ ઊંડા કરવા ખોદકામ થતી માટીનું જોગવાઈ કરતાં વધુ ખનન અને વહન કરી રહ્યા છે. આ ઉપરાંત નિયત જગ્યા સિવાય અન્ય સરકારી જમીનમાં પણ ખોદકામ થતું હોવાની લોકબૂમ પણ ઉઠી છે. જોકે હાલોલ પોલીસ દ્વારા રાત્રિના સમયે પેટ્રોલિંગ દરમિયાન હાલોલ પંથકમાંથી માટીના બે ડમ્પર ઝડપી લેતાં સુજલામ સુફ્લામ યોજના હેઠળ તળાવમાંથી ખોદકામ કરાતી માટીનો કોમર્શિયલ ઉપયોગ થતો હોવાના કથિત ષડયંત્રનો પર્દાફશ થયો છે. જો યોગ્ય દિશામાં તપાસ કરવામાં આવે તો માટીનું જોગવાઈ અને ધારાધોરણો કરતાં વધુ અન અધિકૃત રીતે ખનન અને વહન થઈ રહ્યું છે જેની તપાસ કરવા પણ ઉગ્ર માંગ ઉઠી છે. ઉલ્લેખનીય છેકે, સ્થાનિક કક્ષાએ પરોક્ષ સિંચાઈ લાભ મળી રહે એ માટે થતી આ કામગીરીમાં સંલગ્ન વિભાગના યોગ્ય મોનીરટિંગના અભાવ કે એજન્સી સંચાલકોની મનમાની હોય પરંતુ સર્જીત સ્થિતિ કઈક અલગ જ જોવા મળી રહી છે. જોકે હવે આ યોજનાની કામગીરી પૂર્ણ થવાને આડેની સમય મર્યાદા પણ જૂજ દિવસ બાકી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Mehsana: મહેસાણા, સિદ્ધપુર, હિંમતનગર અને પેથાપુરથી 11 બાઇકો ચોરનાર ગેંગના 5 શખ્સો ઝડપાયા
calendar_today May 30, 2026

Mehsana: મહેસાણા, સિદ્ધપુર, હિંમતનગર અને પેથાપુરથી 11 બાઇકો ચોરનાર ગેંગના 5 શખ્સો ઝડપાયા

વાહન ચોરીના ગુનાઓ અટકાવવા માટે પોલીસ પ્રશાસન દ્વારા ચલાવવામાં આવી રહેલી કડક ઝુંબેશ અંતર્ગત મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચને એક મોટી સફ્ળતા મળી હતી. મહેસાણા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીની સૂચનાથી એલ.સી.બી. પી.આઈ. એ.એમ. કામળીયાના માર્ગદર્શન હેઠળ છેલ્લા 3 જ દિવસમાં વાહન અને પશુ ચોરીના મોટા રેકેટનો પર્દાફશ થયો હતો. તો વધું એક વાર LCBના સ્ટાફે બાતમીના આધારે ગાંધીનગર લીંક રોડ પરથી વાહન ચોર ગેંગના 5 રીઢા તત્વોને ઝડપી પાડી વાહન ચોરીના નેટવર્કનો ઝડપી પાડયું હતું.મહેસાણા LCBની ટીમે પેટ્રોલિંગ દરમિયાનમળેલ બાતમીના આધારે મહેસાણા-ગાંધીનગર લિંક રોડ પર ખારી નદીના પુલ પાસે પાંચ શકસોને નંબર પ્લેટ વગરના ત્રણ સ્પ્લેન્ડર બાઇક સાથે શંકાસ્પદ હાલતમાં ઉભેલા ઝડપી પાડયા હતા. જેમની પાસેના વાહનો અંગે તપાસ પૂછતાજ કરતા તમામ વાહનો ચોરીના હોવાનું સામે આવ્યું હતું. જે બાદ પોલીસે તેમની સઘન પૂછતાજ કરતા એક મોટા વાહન ચોરીના નેટવર્કનો પર્દાફશ થયો હતો. જેમાં પોલીસને વિવિધ જગ્યાએ થી ચોરી કરેલ 11 જેટલા બાઇક મળી આવ્યા હતા. પોલીસે 4.20 લાખની કિંમતનો મુદ્દામાલ રિકવર કરી ઝડપાયેલા 5 વાહન ચોરોને એ.ડિવિઝન પોલીસ મથકે સોંપ્યા હતા. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Bayad: બાયડ SMVS સ્વામિનારાયણ મંદિરનો દશાબ્દી મહોત્સવ
calendar_today May 30, 2026

Bayad: બાયડ SMVS સ્વામિનારાયણ મંદિરનો દશાબ્દી મહોત્સવ

અરવલ્લી જિલ્લાના બાયડસ્થિત એસએમવીએસ સ્વામિનારાયણ મંદિર (વાસણા સંસ્થા) દ્વારા મંદિરના 10 વર્ષ પૂર્ણ થવાના અવસરે ત્રિ-દિવસીય ભવ્ય દશાબ્દી મહોત્સવનું ભક્તિમય વાતાવરણમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવ દરમિયાન મંદિરમાં ભક્તિરસથી સભર વિશેષ સત્સંગ પારાયણનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડયા હતા અને કથા શ્રાવણનો લાભ લીધો હતો. આ મહોત્સવ અંતર્ગત વિવિધ ધાર્મિક ઉત્સવોની હારમાળા સર્જાઈ હતી. જેમાં મુખ્યત્વે મંદિરનો ભવ્ય પાટોત્સવ અને નૂતન સિંહાસન પૂજન તેમજ ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીની મૂર્તિ પ્રતિષ્ઠા તથા દિવ્ય મહાપૂજા યોજાઈ હતી. આ ઉપરાંત 2000 દિવડાઓની ઝળહળતી ભવ્ય સમૂહ આરતી તેમજ નગરમાં ભક્તિભાવપૂર્વક ભવ્ય છાબ યાત્રા કાઢવામાં આવી હતી. ઉપરાંત રજત તુલા મહોત્સવ યોજાયો હતો. મહોત્સવના અંતિમ દિવસે એસએમવીએસ સંસ્થાના પૂ. સત્યસંકલ્પદાસજી સ્વામી દ્વારા સત્સંગનો લાભ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિશાળ સંખ્યામાં બાયડ અને આસપાસના ગ્રામ્ય તેમજ મોડાસા, માલપુરના હરિભક્તોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભગવાનના દિવ્ય સત્સંગ તથા મહાપ્રસાદનો લાભ લીધો હતો. વાસણા સંસ્થાના સંતો અને મંદિરે સેવા આપતા નિર્દેશકો, કાર્યકરો અને હરિભક્તોના અથાક પરિશ્રામથી આ સમગ્ર દશાબ્દી મહોત્સવ બાયડ પંથકમાં ભક્તિના અનન્ય રંગો પૂરીને સંપન્ન થયો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward