Banaskantha: અંબાજી મંદિરના ભંડારમાં ચોરી મામલે વધુ બેની અટકાયત
યાત્રાધામ અંબાજી ખાતે આરાસુરી અંબાજી માતાજીનું મંદિરમાં ભાવિકો દ્વારા આપવામાં આવતી ભેટ અને ભંડારમાં મુકવામાં આવતા નાણા બાબતે દર મંગળવારે ગણતરી કરવામાં આવે છે. તેમાં ભંડારની રકમમાંથી ચોરી કરતા ચિરાગ અજમલ ઠાકોર નામનો શ્રામિક નાણા સંતાડતો ઝડપાઈ ગયો હતો. જે અંગે પોલીસ ફરીયાદ નોંધાઈ હતી.તેમાં પોલીસે વધુ બે શખ્સોની અટકાયત કરી હતી અને પાંચ દિવસના રીમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠામાં અરવલ્લીની ગિરિમાળામાં આવેલ આરાસુરી અંબાજી માતાના મંદિરમાં દેશ વિદેશમાંથી ભાવિકો દર્શનાર્થે આવે છે અને યથા શક્તિ મુજબ માતાજીના ભંડારમાં ભેટ મુકતા હોય છે. અને તેની સમયાંતરે ગણતરી કરવામાં આવે છે. અને ભંડારકક્ષમાં આવેલી રકમની ગણતરી કરવા માટે મંદિર ટ્રસ્ટના કાયમી અને હંગામી કર્મચારીઓ દ્વારા કામગીરી કરવામાં આવે છે. જેમાં ગત પ મે ના રોજ ભંડારમાં રકમની ગણતરી વખતે ચિરાગ ઠાકોર નામના યુવકે નાણાનું બંડલ પેન્ટમાં સંતાડી અને પાણી પીવાના સ્થળે ગયેલ જ્યાં રૂપિયાનું બંડલ પડી જતા તે બંડલ સંતાડવા જતા પકડાઈ જતા આ બાબતે રૂપિયા 1.04 લાખની ચોરીની ફરીયાદ નોંધાતા પોલીસે તેની અટકાયત કરી હતી. જે કેસની તપાસ દરમ્યાન પોલીસે તેની પુછપરછ કરી હતી. દરમ્યાન ગતરોજ ચિરાગ અજમલ ઠાકોર દ્વારા પોલીસ સમક્ષ જણાવવામાં આવેલ કે ચોરી કરવામાં મદદગારી કરનાર અંબાજી મંદિરમાં ઈલેક્ટ્રિશિયન તરીકે ફરજ બજાવતા નિકુંજ નરેન્દ્રભાઈ પટેલ રહે.શક્તિધારા સોસાયટી, અંબાજી તથા અંબાજી મંદિરમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા વિવેક સંજયભાઈ શર્મા રહે.ભગવતી એપાર્ટમેન્ટ, અંબાજી જે બંન્ને જણાએ નાણાં ચોરી બાબતે મદદ કરી હતી. જે અંગે પોલીસે બંન્નેની અટકાયત કરી અને પાંચ દિવસના રીમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward