Godhra: ગોધરા રેલવે યાર્ડ ખાતે મહત્વપૂર્ણ સુધારણા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કાર્ય પૂર્ણ
રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્યથી વડોદરા ડિવિઝનના એન્જિનિયરિંગ વિભાગ દ્વારા ગોધરા યાર્ડ ખાતે તા.25 મે ના રોજ સર્વગ્રાહી યાર્ડ સુધારણા અને ડ્રેનેજ કાર્ય કરવામાં આવ્યા હતાં. આ કાર્યોથી પરિચાલનમાં સલામતી, ટ્રેક સ્થિરતા અને રેલવે પરિચાલનની વિશ્વસનીયતામાં વૃદ્ધિની સાથે ગોધરા યાર્ડ ખાતે ડ્રેનેજ સિસ્ટમમાં નોંધપાત્ર સુધારો કરશે. પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનના જનસંપર્ક અધિકારી અનુભવ સક્સેના દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ગોધરા યાર્ડમાં ડાઉન મેઈન લાઈન પર બ્લોક લઈને આ કાર્ય હેઠળ પોઈન્ટ નંબર 121, 115, 109 અને 106 પર સર્વગ્રાહી જાળવણી અને નવીનીકરણના કામો કરવામાં આવ્યા, જેમાં કુલ 350 પી એન્ડ સી સ્લીપર્સનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું. આ સાથે, એમકે-V ERC, લાઇનર અને રબર પેડ સાથે સંપૂર્ણ ફિટિંગ નવીનીકરણનું કામ કરવામાં આવ્યું હતું તથા દરેક પોઈન્ટ્સ પર સ્લીપર સ્પેસિંગ અને સ્લીપર સ્ક્વેરિંગનું કામ પણ સફ્ળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું. ઇન્ફ્રાના આ મહત્વપૂર્ણ કાર્યમાં જુના સામાન્ય સ્લીપરો ને બદલે 391 વાઇડ-બેઝ સ્લીપર્સ નું નવીનીકરણ કરવામાં આવ્યું, 78 સ્લીપર્સને ડીપ સ્ક્રીનીંગ કાર્યની સાથે નવીનીકરણ કરવામાં આવ્યું, જેમાં 350mm બેલાસ્ટ કુશન સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું. વાઇડ-બેઝ સ્લીપર વિભાગોમાં TSR કાય્ર સાથે સંપૂર્ણ ફિટિંગ નવીનીકરણ પણ કરવામાં આવ્યું હતું. ગોધરા યાર્ડ વિસ્તારમાં આ સુધારા કાર્યો ટ્રેક સલામતી, ટ્રેન સંચાલનની વિશ્વસનીયતા, રાઇડિંગની ગુણવત્તા અને ડ્રેનેજ વ્યવસ્થામાં નોંધપાત્ર સુધારો કરશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward