android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Halol: વિશ્વ હાઇપરટેન્શન દિવસ નિમિત્તે ઢીંકવા ગામે બ્લડ પ્રેશર ચેકઅપ કૅમ્પ યોજાયો
calendar_today May 30, 2026

Halol: વિશ્વ હાઇપરટેન્શન દિવસ નિમિત્તે ઢીંકવા ગામે બ્લડ પ્રેશર ચેકઅપ કૅમ્પ યોજાયો

હાલોલ : વિશ્વ હાઇપરટેન્શન દિવસ નિમિત્તે સન ફર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ હેલ્થ કેર સોસાયટી મોબાઇલ હેલ્થ યુનિટ દ્વારા હાલોલ તાલુકાના ઢીંકવા ગામે હાઇપરટેન્શન એટલે કે ઉચ્ચ રક્તચાપ અંગે જનજાગૃતિ ફેલાવવા તથા લોકોના આરોગ્યની તપાસ માટે વિશેષ બ્લડ પ્રેશર ચેકઅપ કેમ્પ યોજાયો હતો. જેમાં ઢીંકવા સહીત આજુબાજુના ગામના મોટીસંખ્યામાં લોકોએ બ્લડ પ્રેશરની તપાસ કરાવી હતી. તેમજ આરોગ્ય સંબંધિત માર્ગદર્શન મેળવ્યું હતું. કેમ્પમાં લોકોને હાઇપરટેન્શનના લક્ષણો, તેના કારણે થતી આરોગ્ય સમસ્યાઓ તેમજ સમયસર તપાસ અને યોગ્ય સારવારના મહત્વ વિશે માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત નિયમિત વ્યાયામ, સંતુલિત આહાર અને તણાવમુક્ત જીવનશૈલી અપનાવવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેથી લોકો સ્વસ્થ જીવન જીવી શકે. કેમ્પને સફ્ળ બનાવવા માટે એસપીસીએચએસ મોબાઇલ હેલ્થ યુનિટની ટીમના ડૉ. શિવપ્રિયા, નર્સ ધર્મિષ્ઠા રાઠવા અને શિલ્પાબેન વણકરે સેવાઓ આપી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Anand: કરમસદની શ્રી કૃષ્ણ હોસ્પિ.નો સ્ટાફ્ રક્તદાતા બની દર્દીઓને વ્હારે
calendar_today May 30, 2026

Anand: કરમસદની શ્રી કૃષ્ણ હોસ્પિ.નો સ્ટાફ્ રક્તદાતા બની દર્દીઓને વ્હારે

કરમસદ : હાલમાં ચાલી રહેલા ઉનાળાના વેકેશન અને કાળઝાળ ગરમીના કારણે આણંદ અને આસપાસના વિસ્તારોમાં રક્તદાન શિબિરોમાં મોટો ઘટાડો નોંધાયો છે. શૈક્ષણિક સંસ્થાઓ બંધ હોવાથી યુવા રક્તદાતાઓનો પ્રવાહ પણ અટકી ગયો છે, જેના લીધે બ્લડ બેંકોમાં રક્તની ભારે અછત સર્જાઈ છે. આ કટોકટીના સમયે, કરમસદ સ્થિત શ્રી કૃષ્ણ હોસ્પિટલના તબીબો અને સ્ટાફે પોતે જ રક્તદાતા બનીને દર્દીઓ પ્રત્યે માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડયું છે. હોસ્પિટલમાં દાખલ ગંભીર બીમારીઓ, અકસ્માત, કેન્સર, થેલેસેમિયા અને જટિલ સર્જરીના દર્દીઓ માટે રક્તની જરૂરિયાત ઇન-હાઉસ 'એ. ડી. ગોરવાલા બ્લડ સેન્ટર' દ્વારા પૂરી કરવામાં આવે છે. રક્તની અછતને કારણે ગ્રામ્ય વિસ્તારના દર્દીઓના સગા-સંબંધીઓ માટે તાત્કાલિક રક્તદાતા શોધવા મુશ્કેલ બન્યા હતા. દર્દીઓની આ લાચારી અને નિરાશા જોઈને હોસ્પિટલના સિનિયર ડોક્ટરો, મેડિકલ કોલેજના ફેકલ્ટી સભ્યો, નર્સિંગ, પેરામેડિકલ અને વહીવટી સ્ટાફે કોઈ પણ આદેશ વિના સ્વૈચ્છિક રક્તદાન કરવાનો નિર્ણય કર્યો હતો. પોતાની વ્યસ્ત ફરજો અને ઓપીડી-વોર્ડની જવાબદારીઓ વચ્ચે સમય કાઢીને સમગ્ર સ્ટાફે એકજૂથ થઈ બ્લડ સેન્ટરમાં જઈને રક્તદાન કર્યું હતું, જે તેમની નૈતિક પ્રતિબદ્ધતા દર્શાવે છે. હોસ્પિટલ પ્રશાસને જણાવ્યું છે કે, સ્ટાફ્ દ્વારા કરાયેલું રક્તદાન હાલ પૂરતી રાહત આપી શકે છે, પરંતુ લાંબા ગાળાની જરૂરિયાત માટે આટલું પૂરતું નથી. આથી, હોસ્પિટલ દ્વારા આણંદ, ખેડા અને આસપાસના જિલ્લાના નાગરિકો, યુવાનો, એનજીઓ અને સામાજિક સંસ્થાઓને આગળ આવીને 'એ. ડી. ગોરવાલા બ્લડ સેન્ટર' ખાતે સ્વૈચ્છિક રક્તદાન કરવા નમ્ર અપીલ કરવામાં આવી છે, જેથી રક્તના અભાવે કોઈ પણ દર્દીની સારવાર ન અટકે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Modasa: બાલાસિનોર નગરપાલિકા ચોમાસા પૂર્વે એક્શન મોડમાં
calendar_today May 30, 2026

Modasa: બાલાસિનોર નગરપાલિકા ચોમાસા પૂર્વે એક્શન મોડમાં

બાલાસિનોર : ચોમાસાની ઋતુને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે સંભવિત ભારે વરસાદ દરમિયાન શહેરમાં પાણી ભરાવવાની સમસ્યા ન સર્જાય તે માટે બાલાસિનોર નગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી વેગવંતી બનાવવામાં આવી છે. તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલ માટેના નાના-મોટા નાળાઓની સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જેના ભાગરૂપે બાલાસિનોર નગરપાલિકાના વોર્ડ નંબર 2 અને 7માં સઘન કામગીરી શરૂ કરી દેવાઈ છે. વોર્ડ નંબર 2 અને 7 હેઠળ આવતી મુખ્ય રહેણાંક વસાહતો જેવી કે નાલંદા-1, નાલંદા-2 અને નાલંદા-3, પીલોદરા રોડ, લાભ રેસીડેન્સી, કલકત્તા ધર્મશાળા, જીન રોડ સહિતના વિસ્તારમાં આવેલા વરસાદી નાળાઓમાં જમા થયેલો કચરો, માટી અને ઝાડી-ઝાંખરા દૂર કરવાની કામગીરી પાલિકાના સફાઈ કર્મચારીઓ અને જેસીબી મશીનરી દ્વારા યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. દર વર્ષે ચોમાસા દરમિયાન નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની અને સ્થાનિક રહીશોને હાલાકી ભોગવવી પડતી હોવાની ફ્રિયાદો ઉઠતી હોય છે. આ બાબતને ધ્યાને રાખીને નગરપાલિકા તંત્ર દ્વારા વરસાદ પહેલાં જ તમામ લાઈનો અને નાળા ચોખ્ખાં કરી દેવાનું આયોજન કરાયું છે, જેથી વરસાદી પાણીનો અવરોધ વિના ઝડપથી નિકાલ થઈ શકે. પાલિકાની આ આગોતરી કામગીરીને પગલે સ્થાનિક રહીશોએ કામગીરીને બિરદાવી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward