Gandhinagar: વેજલપુર ઉર્દૂ શાળાથી રોહિતવાસ સુધીના નાળાનું ખાતમુહૂર્ત
કાલોલ : પંચમહાલ જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ તરીકે કાલોલ તાલુકાના વેજલપુરના નિરજ પટેલની વરણી થતાં નવનિયુક્ત પ્રમુખે વિકાસના કાર્યોને વેગ આપતા વેજલપુર ગામમાં આવેલ ઉર્દૂ શાળાથી રોહિતવાસ તરફ્ જતા રસ્તા પર સ્થાનિકોની લાંબા સમયની માંગણીને ધ્યાને રાખીને અંદાજે રૂા.5 લાખના ખર્ચે નવનિર્માણ પામનારા નાળાનું ખાતમુહૂર્ત આજે સંપન્ન થયું છે. ઉર્દૂ શાળાના બાળકોને નાળાની સુવિધા ન હોવાના કારણે ચોમાસામાં રસ્તા ઉપર પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને ભારે પરેશાનીનો સામનો કરવો પડતો હતો. આ નાળાનું કામ પૂર્ણ થયા બાદ ભોઈવાળા, રોહિતવાસ અને જોડીયાકુવા સહિતના વિસ્તારોના લોકોને અવરજવરમાં મોટી રાહત મળશે. આ પ્રસંગે ગ્રામ પંચાયતના તલાટી, પંચાયત સભ્યો અને સ્થાનિક આગેવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward