android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Panchmahal: શહેરા ખાતે ભાજપની નગર અને તાલુકા કક્ષાની કાર્યશાળા યોજાઈ
calendar_today May 30, 2026

Panchmahal: શહેરા ખાતે ભાજપની નગર અને તાલુકા કક્ષાની કાર્યશાળા યોજાઈ

શહેરા : શહેરા નગર પાલિકાના હોલ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કેન્દ્ર સરકારમાં 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભાજપ દ્વારા આગામી દિવસોમાં અનેકવિધ લોકાભિમુખ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે. જે કાર્યક્રમોની પૂર્વતૈયારી અને સુચારુ આયોજનના ભાગરૂપે નગર અને તાલુકાની એક મહત્વની સંયુક્ત કાર્યશાળા યોજાઈ હતી. શહેરા નગરપાલિકા હોલ ખાતે આયોજિત આ કાર્યશાળામાં કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ, વિકાસલક્ષી કાર્યો અને જનકલ્યાણની સિદ્ધિઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટેના આગામી રોડમેપ અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરાઈ હતી. ઉપસ્થિત અગ્રણીઓ દ્વારા કાર્યકર્તાઓને માર્ગદર્શન પૂરું પાડયું હતું. આગેવાનો અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં પંચમહાલ જિલ્લા ભાજપના મહામંત્રી જીગ્નેશ પાઠક, જિલ્લા પંચાયત કારોબારી સમિતિ અધ્યક્ષ મગનભાઈ પટેલીયા, તાલુકા પંચાયત પ્રમુખ વિક્રમસિંહ પગી, ઉપપ્રમુખ હાજાભાઈ ચારણ, ભાજપ અગ્રણી ડો. કિરણસિંહ બારીયા સહિત અગ્રણીઓ તેમજ જિલ્લા, તાલુકા અને નગર સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા વિવિધ પાંખના પદાધિકારીઓ સહિત કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dabhoi: ડભોઇ નગર પાલિકા દ્વારા પ્રી-મોન્સૂન કામગીરીનો પ્રારંભ કરાયો
calendar_today May 30, 2026

Dabhoi: ડભોઇ નગર પાલિકા દ્વારા પ્રી-મોન્સૂન કામગીરીનો પ્રારંભ કરાયો

ગત વર્ષે ચોમાસા દરમિયાન ડભોઇ શહેરની કેટલીક સોસાયટીમાં પાણી ભરાઈ જવાની ગંભીર સમસ્યા સર્જાઈ હતી. આ વર્ષે નગરજનોને આવી કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે અને ચોમાસામાં છેલ્લી ઘડીએ દોડાદોડ ન થાય તે માટે ડભોઇ નગરપાલિકા અત્યારથી જ એક્શન મોડમાં આવી છે. નગરપાલિકાના ચીફ્ ઓફ્સિર જયકિશન તડવીના સીધા માર્ગદર્શન હેઠળ શહેરમાં અત્યારથી જ મોટા પાયે પ્રી-મોન્સૂન કામગીરી શરૂ કરી દેવાઇ છે છેલ્લી ઘડીની દોડાદોડ ટાળવા 25 દિવસ અગાઉથી જ શરૂઆત સામાન્ય રીતે દર વર્ષે ચોમાસું નજીક આવે અથવા વરસાદ શરૂ થાય ત્યારે નગરપાલિકા તંત્ર જાગતું હોય છે. પરંતુ આ વર્ષે હજુ ચોમાસાના આશરે 25 દિવસ અગાઉ ડભોઇ નગરપાલિકાએ એડવાન્સમાં જ કામગીરી હાથ ધરીને એક સુંદર ઉદાહરણ પૂરું પાડયું છે. શહેરમાં પાણીના નિકાલની વ્યવસ્થા સુદ્રઢ કરવા માટે નીચે મુજબની કામગીરી યુદ્ધના ધોરણે ચાલે છે. શહેરની તમામ નાની-મોટી વરસાદી કાંસો (નાળા) માંથી કચરો અને માટી કાઢીને તેને સાફ્ કરાઇ રહી છે. જેથી વરસાદી પાણીનો નિકાલ ઝડપથી થઈ શકે. શહેરના તળાવોમાં ઊગી નીકળેલી જંગલી વેલ, ઝાડી-ઝાંખરા અને એકત્રિત થયેલા કચરાને સંપૂર્ણપણે દૂર કરવાની કામગીરી જોશશોરથી ચાલે છે. નગરપાલિકાના ચીફ્ ઓફ્સિર જયકિશન તડવી દ્વારા કરાયેલા આગોતરા આયોજનને કારણે સ્થાનિકોમાં આનંદની લાગણી જોવા મળે છે. લોકમુખે આ વહીવટી સૂઝબૂઝના વખાણ થઈ રહ્યાં છે. આ આગોતરા આયોજનનો મુખ્ય હેતુ એ જ છે કે, ભારે વરસાદ દરમિયાન પણ નીચાણવાળા વિસ્તારો કે સોસાયટીઓમાં પાણી ઘૂસી ન જાય અને લોકોને કોઈ પણ પ્રકારની હાલાકી કે આર્થિક નુકસાનીનો સામનો કરવો ન પડે ડભોઇ નગરપાલિકાની આ સક્રિયતાને કારણે આ વર્ષે ડભોઇવાસીઓનું ચોમાસું ચિંતામુક્ત રહેશે તેવી આશા બંધાઈ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Chhotaudepur: બોડેલી ખાતે નગરપાલિકા દ્વારા જાહેરમાર્ગ પરના દબાણોનો સફાયો
calendar_today May 30, 2026

Chhotaudepur: બોડેલી ખાતે નગરપાલિકા દ્વારા જાહેરમાર્ગ પરના દબાણોનો સફાયો

નવરચિત બોડેલી નગરપાલિકા દ્વારા આજ સવારથી દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઇ હતી. જાહેરમાર્ગ પર ટ્રાફ્કિને અડચણ થાય તેવા દબાણમાં અનેક લટકણીયા, બોર્ડ, પાટિયા, લારી સહિતની વસ્તુ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી. તે ઉપરાંત જેસીબીની મદદ લઈને મોટા બોર્ડ હટાવાયા હતા. નવરચિત બોડેલી નગરપાલિકામાં પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ હોદેદારો સત્તામાં આવ્યા બાદ બોડેલી નગરપાલિકાનો સ્ટાફ્ તેમજ મામલતદાર સહિતની ટીમ દબાણ પર સપાટો બોલાવ્યો હતો. આજ સવારથી જ વહીવટી તંત્રે અલીપુરાથી મેઇન બજારના માર્ગથી પીક અપ સ્ટેન્ડ, હોળીચકલા, શાકમાર્કેટ વિસ્તારમાં ટ્રાફ્કિને નડતરરૂપ દુકાનદારો દ્વારા દુકાન આગળ સામાન તેમજ લટકણીયા તેમજ બોર્ડ સહિતની ચીઝ વસ્તુઓ મૂકી દબાણ કરાતું હતું. જેને કારણે અવાર નવાર ટ્રાફિકની સમસ્યા ઉભી થતી હતી. ત્યારે વહીવટી તંત્ર બોડેલી નગરપાલિકા ચીફ્ ઓફ્સિર, બોડેલી મામલતદાર, તેમજ વહીવટી તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઇ હતી. અનેકના માલસામાન ટ્રેક્ટરમાં મૂકી જપ્ત કરાયા હતા. જ્યારે દબાણોની કામગીરી માત્ર ચાર દિનકી ચાંદની ફરી અંધેરી રાત જેવી હોવાનો આક્ષેપ સ્થાનિકોએ લગાવ્યો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward