android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Chhotaudepur: ક્વાંટ મામલતદાર કચેરીમાં દાખલા, સર્ટિ. મેળવવા માટે લાંબી કતારો જામી
calendar_today May 30, 2026

Chhotaudepur: ક્વાંટ મામલતદાર કચેરીમાં દાખલા, સર્ટિ. મેળવવા માટે લાંબી કતારો જામી

કવાંટ મામલતદાર કચેરી ખાતે જનસેવા કેન્દ્રમાં વિવિધ પ્રકારના સરકારી દાખલા અને પ્રમાણપત્રો મેળવવા માટે અરજદારોની ભારે ભીડ ઉમટી રહી છે. હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડે છે. ત્યારે તંત્રની ગોકળગાયની ગતિએ ચાલતી કામગીરીને કારણે દૂર-દૂરના ગામોમાંથી આવેલા ગરીબ અને શ્રામિક અરજદારો ભારે પરેશાન થઈ રહ્યા છે. કલાકો સુધી લાઈનોમાં ઊભા રહેવા છતાં કામ ન થતાં લોકોમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે. OTP સિસ્ટમ માથાનો દુઃખાવો બન્યો છે. જનસેવા કેન્દ્રમાં કામગીરી ધીમી હોવાનું મુખ્ય કારણ સરકારની જટિલ ઓનલાઈન પ્રક્રિયા છે. દાખલાની પ્રક્રિયા આગળ વધારવા જે વન ટાઈમ પાસવર્ડ આવે છે. તે જનસેવા કેન્દ્રના કમ્પ્યુટર ઓપરેટરના બદલે સીધો અધિકારીના મોબાઈલ ફેન પર જાય છે. આથી, જનસેવા કેન્દ્રના કર્મચારીએ વારંવાર ઓટીપી મેળવવા માટે અધિકારી પાસે જવું પડે છે. અથવા તેમની પાસેથી ઓટીપી માંગવો પડે છે. જો અધિકારી મીટિંગમાં હોય કે, અન્ય કામમાં વ્યસ્ત હોય, ત્યારે ઓટીપી ન મળવાને કારણે આખી ઓનલાઈન સિસ્ટમ ખોરવાય છે. અરજદારોને રાહ જોવી પડે છે. સરકાર દ્વારા વહીવટી પ્રક્રિયા ઝડપી બનાવવા માટે 'ઈ-સાઈન' ડિજિટલ સિગ્નેચરની આધુનિક સિસ્ટમ અમલમાં મૂકાઇ છે. છતાં, કવાંટ મામલતદાર કચેરીમાં વિચિત્ર નીતિ જોવા મળે છે. ડિજિટલ મંજૂરી બાદ પણ અરજદારોની ફઈલો ફ્રીથી અધિક સક્ષમ અધિકારી પાસે રૂબરૂ સહી કરાવવા માટે મોકલાય છે. સરકારની ડિજિટલ ઈન્ડિયાની વાતો વચ્ચે આ પ્રકારની બેવડી પદ્ધતિને કારણે કામગીરીમાં અસહ્ય વિલંબ થઈ રહ્યો છે. અસહ્ય ગરમીમાં અરજદારો પરેશાન થઈ રહ્યાં છે. નાના બાળકો અને મહિલાઓ સાથે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેતા લોકો તંત્રની આ ઢીલી નીતિથી કંટાળી ગયા છે. સ્થાનિક લોકોની માગ છે કે, ઓટીપી અને સહીની આ જટિલ પ્રક્રિયામાં તાત્કાલિક સુધારો કરવામાં આવે, જેથી લોકોને હાલાકી ભોગવવી ન પડે. હાલમાં નવું શિક્ષણસત્ર શરૂ થવાનું હોય વિદ્યાર્થીઓને શાળા-કોલેજમાં જરૂરી દાખલો અને પ્રમાણપત્ર રજૂ કરવાના હોય છે. જેને લઇને વિદ્યાર્થીઓ સહિત વાલીઓ બાકીના તમામ કામ છોડીને વહેલી સવારથી મામલતદાર કચેરી ખાતે લાઈનમાં જોડાઇ જાય છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકો વહેલી સવારથી દૂર દુર અંતરિયાળ ગામોમાંથી જરૂરી દસ્તાવેજી કામકાજ લઇને દાખલા અને પ્રમાણપત્રો મેળવવા આવતા હોય છે. પરંતુ ઓટીપી અધિકારીઓના મોબાઇલમાં આવતા હોય અરજદારોને એક ટેબલથી બીજા ટેબલ ઉપર પુછતા પુછતા જવું પડે છે. જે દરમિયાન ઓટીપીનો સમય થઇ જતાં પુનઃ તે કાર્યવાહી કરવી પડતી હોય છે. વળી, જો અધિકારી અન્ય મીટિંગમાં વ્યસ્ત હોય ત્યારે પણ સમયને લઇ અરજદારોને ભારે હાલાકી વેઠવાનો વારો આવે છે. જેને લઇને ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા અરજદારોમાં સરકારી સિસ્ટમ વિરુદ્ધ રોષની લાગણી જણાય છે. જે અંગે અધિકારીઓએ વિચારવું જોઇએગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Chhotaudepur: ક્વાંટ પંથકમાં વહેલી સવારે હવામાનમાં પલટો
calendar_today May 30, 2026

Chhotaudepur: ક્વાંટ પંથકમાં વહેલી સવારે હવામાનમાં પલટો

ક્વાંટ : છેલ્લાં કેટલાક દિવસોથી કાળઝાળ અને અસહ્ય ગરમીથી ત્રસ્ત કવાંટવાસીઓને આજે વહેલી સવારે મોટી રાહત મળી હતી. કવાંટ પંથકના હવામાનમાં અચાનક એકાએક પલટો જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ આકાશ કાળાડિંબાગ વાદળોથી ઘેરાઈ ગયું હતું. જેને પગલે આગામી સમયમાં વરસાદ પડવાની ગંભીર સંભાવના દેખાય છે. વાદળછાયા વાતાવરણની સાથે જ પંથકમાં ઠંડા પવનની લહેર ફૂંકાવાનું શરૂ થતાં તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. ગરમીમાંથી આંશિક રાહત મળી હતી. બફરા અને અસહ્ય ગરમીથી તોબા પોકારી ઉઠેલા સ્થાનિક લોકો માટે હવામાનનો આ પલટો આશીર્વાદ સમાન સાબિત થયો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Panchmahal: મનરેગા વિભાગના કર્મચારીઓ છેલ્લાં 6 માસથી પગારથી વંચિત
calendar_today May 30, 2026

Panchmahal: મનરેગા વિભાગના કર્મચારીઓ છેલ્લાં 6 માસથી પગારથી વંચિત

શહેરા તાલુકા પંચાયત કચેરીની મનરેગા શાખામાં ફરજ બજાવતા કરાર આધારિત અને આઉટસોર્સિંગ કર્મચારીઓનો છેલ્લા 6 માસથી પગાર નહી થતા વહીવટી તંત્ર સામેઆક્રોશ જોવા મળે છે. આ કર્મચારીઓએ આજે તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, છેલ્લા અડધા વર્ષથી પગારનો એક પણ રૂપિયો મળ્યો નથી, છતાં તેઓ નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવી રહ્યા છે. આ ઉપરાંત, કરાર આધારિત કર્મચારીઓનો વાર્ષિક પગાર વધારો પણ આજ સુધી ચૂકવાયો નથી. હાલની કારમી મોંઘવારીમાં વગર પગારે પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. નાણાંના અભાવે કર્મચારીઓને લગ્ન પ્રસંગો અને અન્ય સામાજિક જવાબદારીઓ નિભાવવી મુશ્કેલ બની છે. બાળકોનો અભ્યાસ, મેડિકલ ખર્ચ, રાશન તેમજ ઘરખર્ચ અને લોનના હપ્તા ભરવાની પણ મુશ્કેલી પડી રહી છે. કર્મચારીઓને મિત્ર વર્તુળ તેમજ ઊંચા વ્યાજે રૂપિયા લાવીને ઘર ચલાવવું પડે છે. ઉઘરાણી કરનારાઓ હવે દબાણ કરી રહ્યા છે, જો તા.1લી જૂન સુધીમાં પૂરેપુરો પગાર નહીં ચૂકવાય તો સામૂહિક રીતે સંપૂર્ણ કામગીરીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward