android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Updated: દિલ્હીથી ગુજરાત પરત ફરતી વખતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ટ્રેનમાં સહ-યાત્રીઓ સાથે કરી ચર્ચા
calendar_today May 29, 2026

Gujarat Latest News Updated: દિલ્હીથી ગુજરાત પરત ફરતી વખતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ટ્રેનમાં સહ-યાત્રીઓ સાથે કરી ચર્ચા

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 29 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Ahmedabad : સ્પેલિંગમાં ભૂલ પડતાં ખાનગી એકેડમીના શિક્ષકે વિદ્યાર્થીને લાકડીઓ વડે બેરહેમ માર્યો
calendar_today May 29, 2026

Ahmedabad : સ્પેલિંગમાં ભૂલ પડતાં ખાનગી એકેડમીના શિક્ષકે વિદ્યાર્થીને લાકડીઓ વડે બેરહેમ માર્યો

અમદાવાદ શહેરમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં સામાન્ય સ્પેલિંગની ભૂલ બદલ એક નિર્દયી શિક્ષકે વિદ્યાર્થીને લાકડી વડે બેરહેમ માર માર્યો હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ કથિત ઘટના અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં આવેલી એક ખાનગી એકેડમીમાં ઘટી છે. પીડિત વિદ્યાર્થીના પરિવારની ફરિયાદના આધારે ઇસનપુર પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને આરોપી શિક્ષકની ધરપકડ કરી લીધી છે. સ્પેલિંગ લખવામાં સામાન્ય ભૂલ થઈ મળતી વિગતો અનુસાર, ઇસનપુર વિસ્તારમાં આવેલી 'કેરિયર એક્સપ્રેસ ડિફેન્ટ એકેડમી'માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી પાસે સ્પેલિંગ લખવામાં સામાન્ય ભૂલ થઈ ગઈ હતી. લાકડીના સપાટા વડે માર માર્યો  આ નાની બાબત પર ઉશ્કેરાઈને એકેડમીના શિક્ષક હર્ષ ચૌધરીએ કાયદા અને માનવતાના લીરેલીરા ઉડાડી દીધા હતા. શિક્ષકે વિદ્યાર્થીને લાકડીના સપાટા વડે માર મારવાનું શરૂ કરી દીધું હતું, જેના કારણે માસૂમ વિદ્યાર્થીને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી.  ઇસનપુર પોલીસે ધરપકડ કરી આ ઘટના બાદ ગભરાયેલા વિદ્યાર્થીએ ઘરે જઈને પરિવારજનોને આપવીતી જણાવતા મામલો ગરમાયો હતો. બાળકની પીઠ અને શરીર પર લાકડીના સોળ જોઈને પરિવારે તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો. ઇસનપુર પોલીસે ગુનો નોંધીને ત્વરિત પગલાં ભર્યા છે અને આરોપી શિક્ષક હર્ષ ચૌધરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. પોલીસ હવે આ એકેડમીના સંચાલકો અને અન્ય પાસાઓ પર વધુ તપાસ ચલાવી રહી છે.આ પણ વાંચો----     Valsad : કપરાડાના મોટી પલસાણ ગામમાં તરસ છિપાવવા લોકો 45 ફૂટ ઊંડા કૂવામાં જીવના જોખમે ઉતરવા મજબૂર, Video

Read Full Story arrow_forward
Gujaratમાં 8થી 14 જૂન દરમિયાન જિલ્લા કક્ષાએ યોજાશે ‘વિકસિત ભારત સંમેલન’
calendar_today May 29, 2026

Gujaratમાં 8થી 14 જૂન દરમિયાન જિલ્લા કક્ષાએ યોજાશે ‘વિકસિત ભારત સંમેલન’

ગુજરાત રાજ્ય સરકારે રાજ્યભરમાં જિલ્લા કક્ષાએ 'વિકસિત ભારત સંમેલન' યોજવા માટેની એક મોટી અને વિસ્તૃત રૂપરેખા જાહેર કરી છે. આગામી 8 જૂનથી શરૂ કરીને 14 જૂન, 2026 દરમિયાન આ વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ સંમેલનોના સફળ સંચાલન માટે રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા તમામ જિલ્લા વહીવટી તંત્રોને જરૂરી માર્ગદર્શિકા અને કડક આદેશો જારી કરી દેવામાં આવ્યા છે.કલેક્ટરની અધ્યક્ષતામાં સમિતિ રચાશેઆ કાર્યક્રમોના સુચારુ આયોજન માટે દરેક જિલ્લામાં એક વિશેષ સમિતિની રચના કરવામાં આવશે, જે સંબંધિત જિલ્લા કલેક્ટરની સીધી અધ્યક્ષતામાં કામ કરશે. આ સંમેલનોમાં જે-તે જિલ્લાના પ્રભારી મંત્રીઓ, સ્થાનિક સંસદ સભ્યો (સાંસદ) તેમજ પ્રદેશ કક્ષાએથી ખાસ નિમણૂંક પામેલા પક્ષના સત્તાવાર પ્રવક્તાઓ પણ વિશેષ રૂપે હાજર રહેશે અને કેન્દ્ર તથા રાજ્ય સરકારની લોકકલ્યાણકારી યોજનાઓની માહિતી પ્રજા સુધી પહોંચાડશે. અમદાવાદ અને સુરતમાં બે  કાર્યક્રમ યોજાશે રાજ્ય સરકારની નવી માર્ગદર્શિકા અનુસાર, વસ્તી અને ભૌગોલિક વિસ્તારને ધ્યાનમાં રાખીને જિલ્લાઓનું વિભાજન કરાયું છે. જેમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત જેવા મોટા જિલ્લાઓમાં બે-બે સંમેલનો યોજવામાં આવશે, જ્યારે રાજ્યના અન્ય નાના જિલ્લાઓમાં એક-એક કાર્યક્રમનું આયોજન કરવાનું રહેશે. આ સંમેલનોનો મુખ્ય ઉદ્દેશ્ય છેવાડાના માનવી સુધી વિકાસના કાર્યોની વિસ્તૃત માહિતી પહોંચાડવાનો અને સ્થાનિક સ્તરે જનભાગીદારી વધારવાનો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward