android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News: પોસીલે નિવૃત્ત DySP અશોક ચૌહાણના ફરાર પુત્રની શોધ શરૂ કરી
calendar_today May 29, 2026

Ahmedabad News: પોસીલે નિવૃત્ત DySP અશોક ચૌહાણના ફરાર પુત્રની શોધ શરૂ કરી

મેગા સિટી અમદાવાદમાં જમીનોના વધી રહેલા ભાવો વચ્ચે કરોડોની કિંમતી જમીનો હડપ કરવાના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. આ દરમિયાન અમદાવાદમાં થોડા સમય પહેલા બનેલા એક હાઈપ્રોફાઈલ જમીન વિવાદ અને ફાયરિંગના કેસમાં પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. કાયદાના રક્ષક રહી ચૂકેલા નિવૃત્ત DySP અશોક ચૌહાણ દ્વારા જમીન પચાવી પાડવા માટે કરવામાં આવેલા ફાયરિંગના મામલે હવે નવા ખુલાસા થયા છે.પોતાની ન હોવા છતાં જમીન પર જમાવ્યો હતો રૌફ પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, જે જમીનને લઈને આખો વિવાદ સર્જાયો હતો તે જમીન કાયદેસર રીતે નિવૃત્ત DySP અશોક ચૌહાણની માલિકીની ન હતી. આમ છતાં, તેમણે પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે જમીન પર પોતાનો હક દર્શાવ્યો હતો. એટલું જ નહીં, જે-તે સમયે વિવાદિત સ્થળ પર જઈને હથિયારમાંથી ફાયરિંગ કરીને સામે પક્ષ પર પોતાનો રૌફ જમાવવાનો અને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. વર્ષ 2016ના IT રિટર્ન સાથે કનેક્શન ચોંકાવનારી બાબત એ છે કે, આ વિવાદિત જમીનને પોતાની સાબિત કરવા માટે નિવૃત્ત અધિકારીએ વર્ષ 2016ના પોતાના ઇન્કમ ટેક્સ (IT) રિટર્નમાં આ જમીન પોતાની માલિકીની હોવાનું દર્શાવ્યું હતું. પોલીસ અત્યારે આ આઈટી રિટર્નના દસ્તાવેજો અને જમીનના અસલી માલિકી હકના કાગળોની બારીકાઈથી તપાસ કરી રહી છે, જેથી છેતરપિંડી અને કાવતરાનો પર્દાફાશ થઈ શકે. નિવૃત્ત DySPનો પુત્ર ફરાર, પોલીસ તપાસ તેજ આ સમગ્ર ફાયરિંગ અને જમીન વિવાદના ગુનામાં નિવૃત્ત DySP અશોક ચૌહાણ સિવાય અન્ય લોકોની સંડોવણી પણ સામે આવી છે. આ કેસમાં પોલીસે વધુ એક ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે, જે બીજું કોઈ નહીં પરંતુ નિવૃત્ત DySPનો પોતાનો પુત્ર જ છે. અશોક ચૌહાણના ફરાર પુત્રને ઝડપી પાડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને તેના સંભવિત આશ્રયસ્થાનો પર દરોડા પાડવાનું શરૂ કર્યું છે. પોલીસનું કહેવું છે કે, પુત્રની ધરપકડ બાદ આ જમીન કૌભાંડના અનેક મોટા રહસ્યો પરથી પડદો ઊંચકાશે. આ પણ વાંચો - વાંચો 30 મેના રોજ બનનારી મહત્વની ઘટનાઓ વિશે

Read Full Story arrow_forward
Gujarat Latest News Live: ઉપલેટાની ભાદર નદીમાં ખાણ ખનીજ વિભાગની રેડ, 80 લાખનો મુદ્દામાલ જપ્ત
calendar_today May 29, 2026

Gujarat Latest News Live: ઉપલેટાની ભાદર નદીમાં ખાણ ખનીજ વિભાગની રેડ, 80 લાખનો મુદ્દામાલ જપ્ત

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 29 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Dadra  : વિષ્ણુ લક્ષ્મી ટેક્સટાઇલ્સ કંપનીમાં ફાટી નીકળી ભીષણ આગ
calendar_today May 29, 2026

Dadra : વિષ્ણુ લક્ષ્મી ટેક્સટાઇલ્સ કંપનીમાં ફાટી નીકળી ભીષણ આગ

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાંથી આગની એક મોટી અને ચિંતાજનક ઘટના સામે આવી છે. અહીં દાદરા વિસ્તારમાં આવેલી પ્રખ્યાત 'વિષ્ણુ લક્ષ્મી ટેક્સટાઇલ્સ' કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં સમગ્ર પંથકમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આગ એટલી ભયાનક છે કે તેના ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોઈ શકાય છે.ફાયર બ્રિગેડની 6થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ફાયર બ્રિગેડની 6થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. કંપનીમાં કાપડ અને અન્ય જ્વલનશીલ સામગ્રી હોવાના કારણે આગ ઝડપથી ફેલાઈ ગઈ હોવાની આશંકા છે. જોકે, આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી અને કારણ અકબંધ છે. અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા આ અકસ્માતને પગલે સ્થાનિક પોલીસ કાફલો અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. સ્થાનિક વહીવટીતંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ છે કે નહીં તે અંગે સત્તાવાર માહિતીની હજુ રાહ જોવાઈ રહી છે. આ પણ વાંચો---    Valsad : કપરાડાના મોટી પલસાણ ગામમાં તરસ છિપાવવા લોકો 45 ફૂટ ઊંડા કૂવામાં જીવના જોખમે ઉતરવા મજબૂર, Video

Read Full Story arrow_forward