android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bharuch News: જંબુસર-ગજેરા રોડ પર ટ્રેક્ટર અને વાન વચ્ચે અકસ્માત, યુવકનું મોત
calendar_today May 29, 2026

Bharuch News: જંબુસર-ગજેરા રોડ પર ટ્રેક્ટર અને વાન વચ્ચે અકસ્માત, યુવકનું મોત

ભરૂચ જિલ્લાના જંબુસર પંથકમાંથી હૃદયકંપાવનારા રોડ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. જંબુસર-ગજેરા રોડ પર પૂરપાટ ઝડપે જઈ રહેલા એક ટ્રેક્ટર અને વાન ગાડી વચ્ચે સર્જાયેલા ભયાનક અકસ્માતમાં એક 22 વર્ષીય આશાસ્પદ મુસ્લિમ યુવકનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે. ટક્કર એટલી જોરદાર હતી કે, વાન ગાડીના પતરાં ફાટી ગયા હતા અને ગાડીના ચીથડા ઉડી ગયા હતા.ટ્રેક્ટર અને વાન વચ્ચે ગમખ્વાર ટક્કર ઘટનાની મળતી માહિતી અનુસાર, જંબુસરથી ગજેરા તરફ જતા માર્ગ પર એક પેસેન્જર વાન ગાડી પસાર થઈ રહી હતી. આ દરમિયાન સામેથી આવી રહેલા એક ટ્રેક્ટરે વાન ગાડીને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતને પગલે હાઈવે પર મરણચીસો ગુંજી ઉઠી હતી. આ અકસ્માતમાં વાનમાં સવાર જંબુસરના ડાભા ગામના રહેવાસી સાબિર ઉસ્માન મલેક (ઉંમર વર્ષ 22) ને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ગામજનો અને સરપંચ દોડી આવ્યા, ઇજાગ્રસ્તો હોસ્પિટલ ભેગા અકસ્માતની જાણ થતાં જ આસપાસના સ્થાનિકો અને ડાભા ગામના સરપંચ સબ્બીર આલમ સહિત મોટી સંખ્યામાં ગામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. લોકોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરીને વાનમાં ફસાયેલા અન્ય મુસાફરોને બહાર કાઢ્યા હતા. આ ઘટનામાં અન્ય કેટલાક લોકોને પણ નાની-મોટી ઈજાઓ થઈ હોવાથી તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ટ્રેક્ટર મૂકી ચાલક ફરાર, પોલીસ તપાસ શરૂ અકસ્માત સર્જ્યા બાદ ટ્રેક્ટરનો ચાલક પોલીસ કે લોકોના હાથે પકડાઈ જવાના ડરથી પોતાનું વાહન ઘટના સ્થળે જ મૂકીને અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ જંબુસર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મૃતક યુવકના શવને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી ફરાર ટ્રેક્ટર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. યુવાન દીકરાના મોતના પગલે ડાભા ગામમાં ભારે શોકની કાલીમા છવાઈ ગઈ છે. આ પણ વાંચો - Bharuch: વાલીયાની ગણેશ શુગરમાં 5 લાખ ટન શેરડીનું પીલાણ કરવાનો લક્ષ્યાંક

Read Full Story arrow_forward
Ahmedabad : મારા પુત્ર સાથે વાત કેમ કરે છે? તેમ કહી પિતા-પુત્રએ મહિલા અને તેની માતાને માર માર્યો
calendar_today May 29, 2026

Ahmedabad : મારા પુત્ર સાથે વાત કેમ કરે છે? તેમ કહી પિતા-પુત્રએ મહિલા અને તેની માતાને માર માર્યો

અમદાવાદ શહેરના બહેરામપુરા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો હોય તેમ વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં આવેલી ભવાનીશંકર સોસાયટીમાં એક મહિલા અને તેની માતા પર પિતા-પુત્ર દ્વારા હિંસક હુમલો કરવામાં આવ્યો હોવાનો આરોપ લાગ્યો છે.તું અમારા પુત્ર સાથે કેમ વાત કરે છે? મળતી માહિતી મુજબ, પીડિત મહિલા પોતાના પતિથી છૂટાછેડા લીધા બાદ બહેરામપુરામાં પોતાની માતા સાથે રહે છે. આ દરમિયાન સોસાયટીના જ રહીશ એવા પિતા-પુત્રએ મહિલાના ઘરે આવીને વિવાદ કર્યો હતો. આરોપીઓએ "તું અમારા પુત્ર સાથે કેમ વાત કરે છે?" તેમ કહીને તકરાર શરૂ કરી હતી. વાત આટલેથી ન અટકતા, અસામાજિક તત્વોએ કાયદાનો ડર રાખ્યા વિના મહિલા અને તેની માતાને જાહેરમાં ઢોર માર માર્યો હતો. કાગડાપીઠ પોલીસે તપાસ શરુ કરી આ હુમલાની ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ભોગ બનનાર મહિલાએ આ અંગે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ન્યાયની ગુહાર લગાવી છે. કાગડાપીઠ પોલીસે પીડિત મહિલાની ફરિયાદના આધારે હુમલો કરનાર પિતા-પુત્ર વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આરોપીઓની અટકાયત કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ પણ વાંચો----     Valsad : કપરાડાના મોટી પલસાણ ગામમાં તરસ છિપાવવા લોકો 45 ફૂટ ઊંડા કૂવામાં જીવના જોખમે ઉતરવા મજબૂર, Video

Read Full Story arrow_forward
Rajkot News: ઉપલેટાની ભાદર નદીમાં ખાણ ખનીજ વિભાગની રેડ, 80 લાખનો મુદ્દામાલ જપ્ત
calendar_today May 29, 2026

Rajkot News: ઉપલેટાની ભાદર નદીમાં ખાણ ખનીજ વિભાગની રેડ, 80 લાખનો મુદ્દામાલ જપ્ત

રાજકોટ જિલ્લામાં કુદરતી સંપત્તિની ચોરી કરતા ખનીજ માફિયાઓ સામે તંત્રએ અત્યાર સુધીની સૌથી મોટી લાલ આંખ કરી છે. ઉપલેટા પંથકમાંથી વહેતી ભાદર નદીમાં લાંબા સમયથી ચાલી રહેલા ગેરકાયદેસર રેતી ખનનના કાળા કારોબાર પર રાજકોટ રેન્જ આઇજી (Range IG) નિલિપ્ત રાયની સ્પેશિયલ ટીમ અને સ્થાનિક ખાણ-ખનીજ વિભાગે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને પ્રચંડ દરોડો પાડ્યો છે.હાડફોડી-ચીખલીયા રોડ પર ફિલ્મી ઢબે ઓપરેશન મળતી માહિતી મુજબ, ઉપલેટાના હાડફોડી-ચીખલીયા રોડ નજીકથી પસાર થતી ભાદર નદીના પટમાં રાત-દિવસ મોટા પાયે ગેરકાયદેસર રેતી ખનન થતું હોવાની પાકી બાતમી રેન્જ આઇજી નિલિપ્ત રાયને મળી હતી. પોતાની કડક કાર્યશૈલી માટે જાણીતા નિલિપ્ત રાયની ટીમે સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને ખાણ ખનીજ વિભાગની ટીમને સાથે રાખી ઓચિંતો છાપો માર્યો હતો. તંત્રની આ અચાનક આવેલી આફતને જોઈને ઘટનાસ્થળે નાસભાગ મચી ગઈ હતી. 6 હાઇટેક ડમ્પરો રંગેહાથ ઝડપાયા, 80 લાખનો મુદ્દામાલ સીઝ સંયુક્ત ટીમની રેડ દરમિયાન ભાદર નદી પંથકમાંથી ગેરકાયદેસર રીતે ચોરીની રેતી ભરીને કાળાબજારમાં વેચવા જઈ રહેલા 6 જેટલા હાઇટેક ડમ્પરોને અધિકારીઓએ સ્થળ પર જ રંગેહાથ ઝડપી પાડ્યા હતા. ખાણ-ખનીજ વિભાગે કાયદેસરની કાર્યવાહી કરીને તમામ 6 ડમ્પરો સહિત લાખો રૂપિયાની ખનીજ ચોરી મળીને કુલ અંદાજે રૂપિયા 80 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો છે. ખનીજ માફિયાઓ ભુગર્ભમાં ઉતરી ગયારેન્જ IG નિલિપ્ત રાયની ટીમ અને ખાણ ખનીજ વિભાગની આ પ્રચંડ અને કડક કાર્યવાહીને પગલે સમગ્ર ઉપલેટા પંથકના ગેરકાયદેસર ખનન કરતા માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. જે માફિયાઓ અત્યાર સુધી બેફામ બનીને સરકારી તિજોરીને ચૂનો લગાડતા હતા, તેઓ આ રેડ બાદ રાતોરાત ભૂગર્ભમાં ઉતરી ગયા છે. તંત્ર દ્વારા આગામી દિવસોમાં આ ડમ્પર માલિકો અને નદીમાંથી ગેરકાયદે ખનન કરાવનાર મુખ્ય સૂત્રધારો સામે કડક કાયદાકીય આકરી કાર્યવાહી તોળાઈ રહી છે. આ પણ વાંચો - Rajkotથી લંડન વાયા બાઇક! અશક્યને શક્ય કરવા નીકળ્યા 2 યુવાનો

Read Full Story arrow_forward