Gir Somnath News: ઉનાના મોદેશ્વર રોડ પર બે યુવકો પર 8થી 10 શખ્સોનો લાકડી-પાઇપ વડે જીવલેણ હુમલો
ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરમાંથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠાવતી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. અહીંના મોદેશ્વર રોડ પરથી પસાર થઈ રહેલા બે યુવાનો પર જૂની અંગત અદાવત રાખીને 8થી 10 શખ્સોના ટોળાએ ઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ હિંસક ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.છરી, ધોકા અને લોખંડના પાઇપ વડે હુમલો ભોગ બનનાર બંને યુવાનો જ્યારે મોદેશ્વર રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક ધસી આવેલા હુમલાખોરોએ તેમને ઘેરી લીધા હતા. આ ટોળાએ છરી, લાકડાના ધોકા અને લોખંડના પાઇપ જેવા હથિયારો વડે બંને યુવકો પર હુમલો કર્યો હતો. હુમલો એટલો ક્રૂર હતો કે લોહીલુહાણ થયેલા બંને યુવાનો ઘટનાસ્થળે જ ઢળી પડ્યા હતા અને ઊભા થઈ શક્યા નહોતા. સારવાર માટે રાજકોટ રિફર કરાયા આ લોહિયાળ ખેલ ખેલ્યા બાદ તમામ હુમલાખોરો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. આસપાસના લોકોએ ઈજાગ્રસ્ત યુવકોને તાત્કાલિક ઉનાની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. જોકે, બંને યુવાનોની શારીરિક સ્થિતિ અત્યંત ગંભીર જણાતા, તબીબોની સલાહ બાદ તેમને વધુ ઈમરજન્સી સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. ઉના પોલીસે આ મામલે ગુનો નોંધી ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward