android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Navsari News: હાઇટેક ઓઇલ ચોરીનો પર્દાફાશ, 86 લાખથી વધુના મુદ્દામાલ સાથે 5 ઝડપાયા
calendar_today May 29, 2026

Navsari News: હાઇટેક ઓઇલ ચોરીનો પર્દાફાશ, 86 લાખથી વધુના મુદ્દામાલ સાથે 5 ઝડપાયા

નવસારી નેશનલ હાઈવે નંબર 48 પરથી પસાર થતા કિંમતી કન્ટેનરો અને ટેન્કરોમાંથી માલસામાન ચોરી કરતી ગેંગનો નવસારી પોલીસે પર્દાફાશ કર્યો છે. નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને ચીખલી પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને આલીપોર નજીક હાઇવે પર ચાલતા મસમોટા ક્રૂડ ઓઇલ અને ડામર ચોરીના કૌભાંડને ઝડપી પાડ્યું છે. પોલીસે ઘટના સ્થળેથી લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે.કંપનીના કરોડોના ઓઇલ પર મારતા હતા તરાપ ઘટનાની મળતી માહિતી અનુસાર, મુંબઈની પ્રખ્યાત 'હિન્દુસ્તાન ઓઈલ એક્સપ્લોરેશન કંપની'માંથી ક્રૂડ ઓઇલ અને ડામરનો મોટો જથ્થો ટેન્કરો મારફતે ભાવનગર તરફ લઈ જવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન નેશનલ હાઈવે પર સક્રિય ઓઇલ ચોરી કરતી ગેંગના સાગરીતો ટેન્કર ચાલકો સાથે મેળાપીપણું કરતા હતા. ડ્રાઇવરોને પૈસાની લાલચ આપીને હાઇવે પર હોટેલ કે અવાવરૂ જગ્યાએ ટેન્કરો ઊભા રખાતા હતા અને તેમાંથી કિંમતી જથ્થો સરકાવી લેવાતો હતો. ચોરીનું ગણિત: રૂ. 30માં ક્રૂડ ઓઇલ અને રૂ. 60માં ડામર! પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, મુખ્ય સૂત્રધારો ટેન્કર ચાલકોને આ લૂંટના માલમાં સામેલ કરવા માટે ડામરના પ્રતિ લીટર રૂપિયા 60 અને ક્રૂડ ઓઇલના પ્રતિ લીટર રૂપિયા 30 ચૂકવતા હતા. પોલીસે બાતમીના આધારે આલીપોર પાસે રેડ કરવામાં આવી ત્યારે બે ટેન્કરોમાંથી અંદાજે 200 લીટર જેટલો ક્રૂડ ઓઇલ અને ડામરનો જથ્થો ચોરી કરાઈ રહ્યો હતો, જે રંગેહાથ ઝડપાઈ ગયો હતો. મુખ્ય સૂત્રધારો સહિત 5 જેલભેગા, સુરત-વાંસદાના ખરીદદારો વોન્ટેડ પોલીસે આ રેડ દરમિયાન ઓઇલ ચોરીના મુખ્ય સૂત્રધાર પ્રકાશ ખટીક અને જસવીર ભવરીયા સહિત ત્રણ ટેન્કર ચાલકો મળી કુલ 5 આરોપીઓની ધરપકડ કરી લીધા છે. પોલીસે ઘટના સ્થળેથી બે મોટા ટેન્કરો, ચોરીનો જથ્થો અને અન્ય સાધનો મળીને કુલ રૂપિયા 86.30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસની આગામી કાર્યવાહી આ ચોરીનું નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે, તેની તપાસ કરતા જાણવા મળ્યું છે કે, ચોરીનું આ ગેરકાયદેસર ઓઇલ ખરીદવામાં સુરતનો અંકિત પટેલ અને વાંસદાનો વિનોદ ડાગલિયા સામેલ છે. પોલીસે આ બંને ખરીદદારોને વોન્ટેડ જાહેર કર્યા છે અને તેમને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે. આ પણ વાંચો - Navsari News: વાહનચોર મિકેનિકની ધરપકડ, 9 બાઈક જપ્ત

Read Full Story arrow_forward
Surat News: TA અને LTC બિલ પાસ મહિલા ક્લાર્કનો પુત્ર રૂ. 30 હજારની લાંચ લેતા ઝડપાયો, માતા ફરાર
calendar_today May 29, 2026

Surat News: TA અને LTC બિલ પાસ મહિલા ક્લાર્કનો પુત્ર રૂ. 30 હજારની લાંચ લેતા ઝડપાયો, માતા ફરાર

ભ્રષ્ટાચાર સામે લાલ આંખ કરતા વડોદરા એન્ટી કરપ્શન બ્યુરો (ACB) ની ટીમે સુરતમાં એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. સુરત જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખામાં બિલ પાસ કરાવવાના નામે લાંચની માંગણી કરનાર મહિલા સરકારી કર્મચારી વતી લાંચના નાણાં સ્વીકારતા તેના પુત્રને એસીબીએ રંગેહાથ ઝડપી પાડ્યો છે. આ સરપ્રાઈઝ દરોડાથી સુરત જિલ્લા પંચાયત કચેરીના કર્મચારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.TA અને LTC બિલ પાસ કરવા મંગાઈ હતી લાંચ ઘટનાની મળતી માહિતી અનુસાર, આ સમગ્ર મામલો સુરત જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખાનો છે. અહીં એક ફરિયાદીના વર્ષ 2022 થી વર્ષ 2024 સુધીના ટીએ બિલ (Travel Allowance) તથા એલટીસી બિલ (Leave Travel Concession) પાસ કરવાના બાકી હતા. આ સરકારી બિલ મંજૂર કરવાના અવેજ પેટે કચેરીમાં સિનિયર એકાઉન્ટ ક્લાર્ક તરીકે ફરજ બજાવતા રૂપલબેન પરેશકુમાર ટેલરે કુલ રૂપિયા 62,500 ની લાંચની માંગણી કરી હતી. ક્લાર્ક માતાની જગ્યાએ પુત્ર લાંચ લેવા પહોંચ્યો અને ઝડપાયો ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે આ અંગે વડોદરા એસીબી પોલીસનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી. એસીબીની ટીમે બાતમીના આધારે લાંચનું છટકું (ACB Trap) ગોઠવ્યું હતું. પ્લાન મુજબ, જ્યારે ફરિયાદી લાંચના હપ્તા પેટે રૂપિયા 30,000 આપવા પહોંચ્યા, ત્યારે મુખ્ય આરોપી મહિલા ક્લાર્ક રૂપલબેન ટેલરના સ્થાને તેમનો પુત્ર જીલ પરેશ ટેલર નાણાં લેવા માટે આવ્યો હતો. જીલે જેવા લાંચના રૂ. 30 હજાર હાથમાં લીધા કે તરત જ છૂપાઈને ઉભેલી એસીબીની ટીમે તેને રંગેહાથ દબોચી લીધો હતો. મુખ્ય આરોપી મહિલા ક્લાર્ક ફરાર વડોદરા એસીબી પોલીસે લાંચના નાણાં સ્વીકારનારા પુત્ર જીલ પરેશ ટેલરની ઘટના સ્થળેથી જ ધરપકડ કરી લીધી છે. જોકે, એસીબીની રેડની ગંધ આવી જતાં મુખ્ય સૂત્રધાર અને જિલ્લા પંચાયતની સિનિયર ક્લાર્ક રૂપલબેન ટેલર હાલ ફરાર થઈ ગયા છે. એસીબીએ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધીને ફરાર મહિલા કર્મચારીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ પણ વાંચો - Surat To Somnath ડાયરેક્ટ વોલ્વો બસ સેવા શરૂ, જાણો ભાડું અને સમય પત્રક

Read Full Story arrow_forward
Weather Forecast: 30 મેના રોજ દેશના 20થી વધુ રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, એલર્ટ જાહેર
calendar_today May 29, 2026

Weather Forecast: 30 મેના રોજ દેશના 20થી વધુ રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, એલર્ટ જાહેર

દેશભરમાં ગરમીનો પ્રકોપ સહન કરી રહેલા નાગરિકો માટે હવામાન વિભાગ તરફથી રાહતના સમાચાર આવ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, 30 મેના રોજ દેશના મોટાભાગના રાજ્યોમાં વાવાઝોડા અને ગાજવીજ સાથે વરસાદનો સિલસિલો જારી રહેશે. શનિવારે પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 50 થી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન સાથે વરસાદ પડવાની સંભાવના છે, જ્યારે કેટલાક સ્થળોએ કરા પણ પડી શકે છે. આનાથી મહત્તમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો ઘટાડો નોંધાશે.ગુજરાત અને પશ્ચિમ ભારતની સ્થિતિ મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના વિદર્ભ ક્ષેત્રમાં પણ કેટલાક ભાગોમાં તોફાની પવન સાથે વરસાદી માહોલ રહેશે. જોકે, ગુજરાત અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં હીટવેવની તીવ્રતા ઓછી થશે, પરંતુ દિવસ દરમિયાન ગરમીનો અહેસાસ યથાવત રહેશે. હવામાનમાં આવતા આ અચાનક પલટાને કારણે કૃષિ કાર્યો અને વાહનવ્યવહાર પર માઠી અસર પડી શકે છે. દક્ષિણ અને પૂર્વ ભારતમાં ભારે વરસાદનું એલર્ટ દક્ષિણ ભારતના તમિલનાડુ, પુડુચેરી, કેરળ, લક્ષદ્વીપ અને આંધ્રપ્રદેશમાં ૩૦ મેના રોજ ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 40 થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે. આ રાજ્યોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીઝ સક્રિય થતાં પૂર અને જળબંબોળની સ્થિતિ સર્જાઈ શકે છે, જેથી માછીમારોને દરિયો ન ખેડવા સલાહ અપાઈ છે. મુસળધાર વરસાદ પડશે બીજી તરફ, પૂર્વીય અને પૂર્વોત્તર ભારતના બિહાર, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, આસામ અને મેઘાલય જેવા રાજ્યોમાં શનિવારે મુસળધાર વરસાદ પડશે. પૂર્વોત્તરના રાજ્યોમાં પૂર જેવી સ્થિતિ સર્જાવાની આશંકા છે. સમગ્ર દેશમાં વરસાદી માહોલને કારણે મે મહિનાનો અંત અપેક્ષાકૃત ઠંડો રહેશે, જે ઉનાળાની આકરી ગરમીથી લોકોને મોટી રાહત આપશે.આ પણ વાંચો----    Valsad : કપરાડાના મોટી પલસાણ ગામમાં તરસ છિપાવવા લોકો 45 ફૂટ ઊંડા કૂવામાં જીવના જોખમે ઉતરવા મજબૂર, Video

Read Full Story arrow_forward