android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
વાંચો 30 મેના રોજ બનનારી મહત્વની ઘટનાઓ વિશે
calendar_today May 29, 2026

વાંચો 30 મેના રોજ બનનારી મહત્વની ઘટનાઓ વિશે

દેશ અને દુનિયામાં 30 મે, 2026ના રોજ અનેક મોટી રાજકીય, ભૌગોલિક અને રમતગમત જગતની હલચલ જોવા મળી છે. મ્યાનમારના રાષ્ટ્રપતિની ભારત મુલાકાતથી લઈને દેશના 17 રાજ્યોમાં હવામાન વિભાગના એલર્ટ સહિતની સૌથી મોટી અને મહત્વની ઘટનાઓ પર એક નજર:મ્યાનમારના રાષ્ટ્રપતિની પ્રથમ ભારત મુલાકાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર આમંત્રણ પર મ્યાનમારના રાષ્ટ્રપતિ યૂ મિન આંગ લાઈંગ 30 મે થી 3 જૂન 2026 દરમિયાન ભારતની સત્તાવાર મુલાકાતે આવી રહ્યા છે. રાષ્ટ્રપતિ બન્યા બાદ વર્તમાન પદ પર તેમની આ પ્રથમ ભારત મુલાકાત હશે, જે બંને દેશોના રાજદ્વારી સંબંધો માટે ખૂબ મહત્વની માનવામાં આવે છે. લખનઉમાં 'નૌસેના શૌર્ય વાટિકા'નું લોકાર્પણ કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ શનિવારે (30 મે) તેમના સંસદીય ક્ષેત્ર લખનઉની મુલાકાતે રહેશે. તેઓ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પ્રેરક ઉપસ્થિતિમાં 'નૌસેના શૌર્ય વાટિકા' અને નૌસેના સંગ્રહાલયનું ભવ્ય લોકાર્પણ કરશે. કર્ણાટકના રાજકારણમાં મોટો ઉલટફેર: ડી.કે. શિવકુમાર બનશે નવા CM કર્ણાટકના મુખ્યમંત્રી પદેથી સિદ્ધારમૈયાના રાજીનામા બાદ શનિવારે સાંજે 4 વાગ્યે બેંગલુરુના વિધાનસૌધા ખાતે કોંગ્રેસ વિધાનસભ્ય પક્ષની મહત્વની બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં ડી.કે. શિવકુમારને કર્ણાટકના નવા મુખ્યમંત્રી બનાવવાની સત્તાવાર તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવશે. વિનેશ ફોગાટને સુપ્રીમ કોર્ટની મોટી રાહત સુપ્રીમ કોર્ટે ભારતીય મહિલા રેસલર વિનેશ ફોગાટને એશિયાઈ રમતોત્સવ 2026ના સિલેક્શન ટ્રાયલ્સમાં ભાગ લેવાની મંજૂરી આપી દીધી છે. સુપ્રીમ કોર્ટે પ્રશંસા કરતા સ્પષ્ટ કહ્યું કે, જો બીજું કોઈ હોત તો બાબત અલગ હોત, પરંતુ તમે દેશનું ગૌરવ વધાર્યું છે, તેથી તમને ટ્રાયલ્સમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવે છે. એશિયાઈ રમતોત્સવ 2026ના સિલેક્શન ટ્રાયલ્સ 30 મેથી શરૂ થાય છે. શિલોન્ગમાં 39મી નેશનલ ગેમ્સની સમીક્ષા કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા 30 મેના રોજ મેઘાલયના શિલોન્ગ ખાતે પહોંચશે. તેઓ ત્યાં આયોજિત થનારી 39મી રાષ્ટ્રીય રમતોત્સવ 2026 (39th National Games) ની તૈયારીઓની સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે અને એક વિશાળ ઇન્ટિગ્રેટેડ મલ્ટીપર્પઝ ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન પણ કરશે. હવામાન વિભાગનું એલર્ટ: 17 રાજ્યોમાં વાવાઝોડું અને ભારે વરસાદ ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા 30 મે માટે ઉત્તર પ્રદેશ, દિલ્હી અને બિહાર સહિત દેશના 17 રાજ્યોમાં ભારે વરસાદ અને અતિ તીવ્ર વાવાઝોડાની ચેતવણી (ઓરેન્જ એલર્ટ) જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન પવનની ગતિ 85 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા હોવાથી હવામાન વિભાગે ખેડૂતોને પાક સુરક્ષિત રાખવા અને નાગરિકોને અત્યંત સાવધ રહેવા સલાહ આપી છે. આ પણ વાંચો - Surat To Somnath ડાયરેક્ટ વોલ્વો બસ સેવા શરૂ, જાણો ભાડું અને સમય પત્રક

Read Full Story arrow_forward
Gujarat Latest News Live: દિયોદર સેશન્સ કોર્ટનો મોટો ચુકાદો, હત્યા કેસમાં 4 આરોપીઓને આજીવન કેદ
calendar_today May 29, 2026

Gujarat Latest News Live: દિયોદર સેશન્સ કોર્ટનો મોટો ચુકાદો, હત્યા કેસમાં 4 આરોપીઓને આજીવન કેદ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 29 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Valsad : કપરાડાના મોટી પલસાણ ગામમાં તરસ છિપાવવા લોકો 45 ફૂટ ઊંડા કૂવામાં જીવના જોખમે ઉતરવા મજબૂર, Video
calendar_today May 29, 2026

Valsad : કપરાડાના મોટી પલસાણ ગામમાં તરસ છિપાવવા લોકો 45 ફૂટ ઊંડા કૂવામાં જીવના જોખમે ઉતરવા મજબૂર, Video

ગુજરાત સરકાર ભલે રાજ્યના ખૂણે-ખૂણા સુધી 'નળ સે જળ' યોજના અંતર્ગત શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવાના મોટા-મોટા દાવાઓ કરતી હોય, પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી જ કહાની બયાન કરે છે. ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદે આવેલા વલસાડ જિલ્લાના અંતરિયાળ કપરાડા તાલુકામાંથી વિકાસના તમામ દાવાઓની પોલ ખોલતી કાળજું કંપાવી દે તેવી તસવીરો સામે આવી છે.ગામને ગુજરાતનું ચેરાપુંજી' કહેવામાં આવે છે કપરાડા તાલુકાનું મોટી પલસાણ ગામ, જેને ચોમાસામાં પડતા ભારે વરસાદને કારણે 'ગુજરાતનું ચેરાપુંજી' કહેવામાં આવે છે, તે જ ગામના લોકો આજે ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં પીવાના પાણીના એક-એક ટીપા માટે તરસી રહ્યા છે. અહીંના બેરસ્તા ફળિયાની મહિલાઓ દરરોજ પોતાની તરસ છિપાવવા માટે મોતના મોંમાં મુસાફરી કરવા મજબૂર બની છે. 45 ફૂટ ઊંડા કૂવામાં જોખમી મુસાફરી આશરે 1200 જેટલી વસ્તી ધરાવતા આ વિસ્તારમાં કહેવા માટે તો 8 જેટલા સરકારી કૂવાઓ છે, પરંતુ ઉનાળો બેસતાની સાથે જ આ તમામ કૂવાઓ તળિયાઝાટક થઈ ગયા છે. કૂવામાં પાણી સુકાઈ જતાં હવે મહિલાઓ લોખંડની સીડીઓ અને દોરડા બાંધીને 45 ફૂટ ઊંડા કૂવાની અંદર ઉતરે છે. જે કૂવામાં સીડી નથી, ત્યાં મહિલાઓ અને પુરુષો કૂવાની પથરાળ દીવાલો પરથી લોખંડના સળિયા પકડીને જીવના જોખમે છેક નીચે કોતરો સુધી પહોંચે છે. કૂવાની પથરાળ કોતરોમાં રાતભરમાં જે થોડું-ઘણું પાણી ઝમીને એકઠું થાય છે, તેને વાસણોમાં ભરીને ઉપર લાવવામાં આવે છે. આ મથામણમાં ઘણીવાર મહિલાઓના પગ લપસી જતાં તેઓ કૂવામાં ખાબકી છે અને ગંભીર ઈજાઓનો ભોગ પણ બની ચૂકી છે, છતાં તંત્ર આજ દિન સુધી નિંદ્રાધીન હતું.  એક બેડા પાણી માટે કલાકોની રાહમોટી પલસાણ ગામના બેરસ્તા ફળિયામાં પાણી મેળવવું એ કોઈ મોટું યુદ્ધ જીતવા બરાબર છે. કૂવા પર વહેલી સવારથી જ પાણી ભરવા માટે મહિલાઓની લાંબી કતારો લાગી જાય છે. સ્થિતિ એટલી હદે વણસી છે કે એક પરિવારને માત્ર 1 થી 2 બેડાં પાણી ભરવા માટે કૂવા કાંઠે કાળઝાળ તડકામાં 1 થી 2 કલાક સુધી રાહ જોવી પડે છે. ગામની આદિવાસી મહિલાઓ પોતાના માસૂમ બાળકોને સાથે લઈને આખો દિવસ તડકામાં બેસી રહે છે. શિયાળો પૂરો થતાં જ શરૂ થતી આ હાડમારી ચોમાસું બેસે ત્યાં સુધી અવિરત ચાલુ રહે છે. 586 કરોડની યોજના માત્ર કાગળ પર? આ સળગતી સમસ્યા વચ્ચે સૌથી મોટો સવાલ વહીવટી તંત્રની કામગીરી સામે ઉઠી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, કપરાડા અને ધરમપુરના પહાડી વિસ્તારો માટે કરોડો રૂપિયાના ખર્ચે મહત્વાકાંક્ષી 'એસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજના' તૈયાર કરવામાં આવી હતી. અંદાજે 586 કરોડના માતબર ખર્ચે બનેલી આ યોજના અંતર્ગત મોટી પલસાણ ગામમાં ઘરે-ઘરે નળ તો ફીટ કરી દેવામાં આવ્યા, પરંતુ આજ દિન સુધી આ નળોમાં પાણીનું એક ટીપું પણ આવ્યું નથી. તંત્રની ઘોર બેદરકારીને કારણે પાણી આવ્યા પહેલા જ આ નળ અને કરોડોની પાઇપલાઇનો કટાઈને સડી ગઈ છે. સંદેશ ન્યૂઝના અહેવાલની મોટી અસર: તંત્ર એક્શનમાં કરોડો ગેલન પાણી જ્યાં ચોમાસામાં વહી જાય છે તેવા આ વિસ્તારમાં ઉનાળામાં પ્રજા પાણી માટે વલખાં મારતી જોઈને મીડિયામાં અહેવાલો પ્રસિદ્ધ થયા હતા અને કંટાળેલા ગ્રામજનોએ ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી. આખરે 'સંદેશ ન્યૂઝ'ના ગ્રાઉન્ડ રિપોર્ટની મોટી અસર જોવા મળી છે. વહીવટી તંત્રએ સ્વીકાર્યું છે કે લો-પ્રેશર અને ટેકનિકલ ખામીના કારણે છેલ્લા કેટલાક દિવસોથી ગામમાં પાણી પુરવઠો ખોરવાયો હતો. વલસાડ જિલ્લા વિકાસ અધિકારીએ તમામ ટેકનિકલ ફોલ્ટ યુદ્ધના ધોરણે દૂર કરવા એન્જિનિયરોને કડક આદેશ આપ્યા છે. ટેન્કર દ્વારા પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવા આદેશ  જ્યાં સુધી કાયમી લાઈન સદંતર ચાલુ ન થાય ત્યાં સુધી ગ્રામજનોને હાલાકી ન ભોગવવી પડે તે માટે તાલુકા વિકાસ અધિકારીને તાત્કાલિક અસરથી ટેન્કર દ્વારા પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવા આદેશ આપી દેવાયા છે અને ગામમાં પાણીની વ્યવસ્થા શરૂ કરી દેવામાં આવી છે. આ પણ વાંચો-----      Iscon Bridge Accident : તથ્યને 90 વર્ષની સજા થવી જોઈએ, છલકાયું પીડિતનું દર્દ, વાંચો સંદેશ ડીજીટલ Exclusive

Read Full Story arrow_forward