IMD Weather : ગુજરાતમાં ચોમાસું સામાન્ય અથવા થોડું ઓછુ રહેવાની શક્યતા
ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાત સહિત દેશભરમાં આ વર્ષના ચોમાસાને લઈને મહત્વનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે. IMDના મુજબ ચાલુ વર્ષે ગુજરાતમાં ચોમાસું સામાન્ય અથવા સામાન્ય કરતાં થોડું ઓછું રહેવાની શક્યતા છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ નોંધાઈ શકે છે, જેને પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. જૂન મહિનામાં પણ રાજ્યમાં સામાન્ય વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે ચિંતાજનક ચિત્ર રજૂ કર્યું ગુજરાતના સંદર્ભમાં પણ હવામાન વિભાગે ચિંતાજનક ચિત્ર રજૂ કર્યું છે. રાજ્યમાં એકંદરે સામાન્ય કરતાં ઓછો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને જૂન મહિનાની જો વાત કરીએ તો, ગુજરાતના કેટલાક મર્યાદિત ભાગોમાં જ સામાન્ય વરસાદ પડી શકે છે, જ્યારે બાકીના મોટાભાગના વિસ્તારો કોરા રહી શકે છે અથવા ત્યાં સામાન્યથી ઘણો ઓછો વરસાદ પડશે.વરસાદની આ ખેંચ વચ્ચે જૂન મહિનામાં ગુજરાતીઓએ અસહ્ય અને કાળઝાળ ગરમીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આ વખતે જૂન મહિનામાં ગરમીનું મોજું (Heatwave) લાંબા સમય સુધી ચાલશે. સામાન્ય રીતે જૂન મહિનામાં જેટલા દિવસો હીટવેવના હોય છે, તેના કરતાં આ વર્ષે વધુ દિવસો સુધી આકરી ગરમી અને લૂનો પ્રકોપ અનુભવાશે. આ વર્ષે ચોમાસું નબળું રહેશે હવામાન વિભાગના સત્તાવાર ડેટા અનુસાર, આ વર્ષે દેશમાં કુલ વરસાદની આગાહી 90 ટકા (90%) રાખવામાં આવી છે. જો આપણે પાછલા વર્ષ સાથે સરખામણી કરીએ તો, ગયા ચોમાસાની સિઝનમાં આ આંકડો ૯૨ ટકા (92%) જેટલો હતો. એટલે કે આ વર્ષે ચોમાસાના કુલ વરસાદમાં સીધો ૨ ટકાનો ઘટાડો નોંધાયો છે, જે અલ-નીનો (El Nino) ની અસરો તરફ ઈશારો કરે છે. પૂર્વ અને ઉત્તર-પૂર્વીય ભાગોને બાદ કરતાં દેશના અન્ય તમામ પ્રદેશોમાં ચોમાસાની ગતિ ધીમી અને નબળી રહેવાનું અનુમાન છે.
Read Full Story arrow_forward