android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
HCએ 3 મહિનામાં સંભળાવવો પડશે અનામત રાખેલો ચુકાદો, જામીન અંગે પર પણ બન્યા કડક નિયમો
calendar_today May 29, 2026

HCએ 3 મહિનામાં સંભળાવવો પડશે અનામત રાખેલો ચુકાદો, જામીન અંગે પર પણ બન્યા કડક નિયમો

કલમ 142નો ઉપયોગ કરીને, CJI સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે આદેશ આપ્યો છે કે, બાકી ચુકાદાઓ 3 મહિનામાં અપાય. તારીખ પે તારીખ બંધ! સુપ્રીમ કોર્ટે ચુકાદાઓમાં વિલંબ અંગે તમામ હાઇકોર્ટને કડક સૂચનાઓ આપી છે. બંધારણની કલમ 142 હેઠળની પોતાની સત્તાઓનો ઉપયોગ કરીને, SC એ જણાવ્યું હતું કે, તમામ કેસોનો શક્ય તેટલી ઝડપથી નિકાલ કરવો જોઈએ. CJI સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે તમામ હાઇકોર્ટને ત્રણ મહિનાની અંદર બાકી ચુકાદાઓ આપવાનો નિર્દેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, જામીનના કેસોમાં નિર્ણયો શક્ય તેટલી વહેલી તકે બીજા દિવસે અપાશે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમલ્યા બાગચીની બનેલી બેન્ચે તેના નિર્ણયમાં આ વાત કહી હતી. જામીન અંગેનો મુખ્ય આદેશ બેન્ચે પોતાના નિર્ણયમાં જણાવ્યું હતું કે, હાઈકોર્ટમાં અનામત રાખેલા ચુકાદાઓ મહત્તમ ત્રણ મહિનાની અંદર આપવામાં આવશે. વધુમાં, જામીનના કેસોમાં ચુકાદાઓ શક્ય તેટલી વહેલી તકે બીજા દિવસે આપવામાં આવશે, અને જેલ અધિકારીઓને તે જ દિવસે જાણ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે એવો પણ નિર્દેશ આપ્યો હતો કે, જે કેસોમાં વ્યક્તિઓ કસ્ટડીમાં હોય, ત્યાં અંડરટ્રાયલને તે જ દિવસે અથવા ઓછામાં ઓછા બીજા દિવસે મુક્ત કરવામાં આવે. અન્ય બેન્સને સોંપાઇ શકે કેસ સુપ્રીમ કોર્ટે એમ પણ જણાવ્યું હતું કે ફક્ત ઓપરેટિવ ભાગ કોર્ટમાં તાત્કાલિક જાહેર કરાશે. જ્યારે વિગતવાર કારણો સાત દિવસની અંદર અપલોડ કરવાના રહેશે. અનામત રાખેલા ચુકાદાઓની તારીખ હાઈકોર્ટની વેબસાઇટ પર ફરજિયાતપણે દર્શાવાશે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, જો સૂચનાઓનું પાલન ન કરાય તો કેસ બીજી બેન્ચને સોંપાશે. જો 30 દિવસમાં કારણો અપલોડ ન કરાય તો કેસ નવી બેન્ચમાં ટ્રાન્સફર થઈ શકે છે. આ પણ વાંચોઃ પાકેલી કેરી ખાધા પછી કેમ દેખાય છે ખીલ, શુ કહે ત્વચારોગના નિષ્ણાંત?

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : ગાંધીનગરમાં રાજ્યકક્ષાના મંત્રીઓ બેસે છે તે સ્વર્ણિમ સંકુલ-2માં ગુલ થયેલી લાઈટો પૂર્વવત કરાઈ
calendar_today May 29, 2026

Gujarat Latest News Live : ગાંધીનગરમાં રાજ્યકક્ષાના મંત્રીઓ બેસે છે તે સ્વર્ણિમ સંકુલ-2માં ગુલ થયેલી લાઈટો પૂર્વવત કરાઈ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 29 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Vadodara: કેટરિંગ વેપારી બાબુસિંઘની હત્યાનો ફરાર આરોપી હિરેન ઠક્કરને રાવપુરા પોલીસે ઝડપ્યો
calendar_today May 29, 2026

Vadodara: કેટરિંગ વેપારી બાબુસિંઘની હત્યાનો ફરાર આરોપી હિરેન ઠક્કરને રાવપુરા પોલીસે ઝડપ્યો

વડોદરાના રાવપુરા પોલીસ મથકની હદમાં કેટરિંગના જાણીતા વેપારી બાબુ ચૌહાણ ઉર્ફે બાબુસિંઘની ઘાતકી હત્યાના મામલે પોલીસે ગંભીરતા દાખવીને મુખ્ય ફરાર આરોપી હિરેન ઠક્કરને ઝડપી પાડ્યો છે. આ હત્યા કેસમાં વીઆઈપી (VIP) અને રમતજગતના કનેક્શનની ચર્ચાઓ સામે આવતા સમગ્ર વડોદરાના હાઇપ્રોફાઇલ વર્તુળોમાં સન્નાટો વ્યાપી ગયો છે.પૈસાની અદાવત અને દારૂની મહેફિલપોલીસની પ્રાથમિક પૂછપરછ અને સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, મૃતક બાબુ ચૌહાણ અને આરોપી હિરેન ઠક્કર બંને લાંબા સમયથી કેટરિંગના વ્યવસાય સાથે જોડાયેલા હતા અને એકબીજાના પરિચિત હતા. બંને વચ્ચે લાંબા સમયથી મોટા પાયે પૈસાની લેતી-દેતીનો વિવાદ ચાલી રહ્યો હતો. ઘટનાની રાત્રે વડોદરામાં એક સ્થળે દારૂની મહેફિલ જામી હતી, જેમાં હિરેન અને બાબુસિંઘ બંને હાજર હતા. આ મહેફિલ દરમિયાન જૂના હિસાબોને લઈને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો. નશાની હાલતમાં ઉશ્કેરાયેલા હિરેન ઠક્કરે બાબુ ચૌહાણ પર જીવલેણ હુમલો કરી તેમની નિર્મમ હત્યા નીપજાવી દીધી હતી અને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો.પૂર્વ ક્રિકેટરની હાજરી અંગે રહસ્યઆ ચકચારી હત્યા કેસમાં સૌથી ચોંકાવનારો વળાંક ત્યારે આવ્યો જ્યારે એવી વિગતો બહાર આવી કે જે રાત્રે હત્યા થઈ તે મહેફિલમાં ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર જેકોબ માર્ટિન પણ ઉપસ્થિત હતા. આ ચર્ચાને પગલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસે તપાસનો વ્યાપ વધાર્યો છે. રાવપુરા પોલીસે ટેક્નિકલ લોકેશન અને બાતમીદારો નેટવર્ક સક્રિય કરીને ફરાર હિરેન ઠક્કરને દબોચી લીધો છે. પોલીસ હવે આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી રહી છે, જેથી એ સ્પષ્ટ થઈ શકે કે મહેફિલમાં કોણ-કોણ હાજર હતું અને હત્યા પાછળ અન્ય કોઈ સ્લીપર સેલ કે સાગરીતોની ભૂમિકા છે કે નહીં.આ પણ વાંચો: Surat: લંડનના વર્ક પરમિટ વિઝાના નામે 8 લાખ પડાવ્યા, પોલીસે આરોપીને વડોદરાથી ઝડપી લીધો

Read Full Story arrow_forward