Ahmedabad News: શહેરમાં સબ સલામતના દાવા વચ્ચે અસામાજિક તત્વો બેફામ, વાહનોમાં તોડફોડની ઘટનાઓ વધી
અમદાવાદમાં ગુનાખોરી કાબુમાં હોવાનો દાવો કરવામાં આવે છે. પરંતુ સબ સલામતની ફૂંકાઈ રહેલી ગુલબાંગો વચ્ચે અસામાજિક તત્વો બેફામ બન્યાં છે. શહેરમાં છેલ્લા બે દિવસમાં વાહનોમાં તોડફોડ કરવી અને મારામારીના બનાવો સામે આવ્યા છે. શહેરમાં શહેર કોટડા, વટવા, નિકોલ અને સૈજપુર જેવા વિસ્તારોમાં અસામાજિક તત્વોનો ત્રાસ સામે આવ્યો છે. રાત્રે વાહનોમાં તોડફોડની ઘટનાને કારણે લોકોમાં ભય ફેલાયો છે. પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયાં છે. શહેર કોટડા વિસ્તારમાં વાહનોમાં તોડફોડ શહેરમાં છેલ્લા બે દિવસમાં વાહનોમાં તોડફોડ થયાના બનાવો જોઈએ તો શહેર કોટડા વિસ્તારમાં રચના સ્કૂલ પાસે 20થી વધુ વ્યક્તિઓના ટોળાએ 6થી વધુ વાહનોમાં તોડફોડ કરી ભારે નુકસાન પહોંચાડ્યું હતું. આ કેસમાં પોલીસે 6 વ્યક્તિઓને ઝડપી પાડ્યા હતાં. શહેરના સૈજપુર વિસ્તારમાં ગિરીવૃન્દ સોસાયટીમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. સોસાયટીમાં પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરી હતી. બેઝબોલથી વાહનોના કાચ તોડ્યા હતાં. જેના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. શહેરના નિકોલ વિસ્તારમાં જૂની અદાવતમાં હુમલો કરવાની ઘટના સામે આવી હતી. એક યુવકને સમાધાન માટે બોલાવી ટોળાએ તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ડી માર્ટ પાસે રિક્ષામાં તોડફોડ રાણીપમાં પણ ડી માર્ટ પાસે રિક્ષામાં તોડફોડ કરવામાં આવી હતી. બે શખ્સોએ લોકોને માર માર્યો હોવાનો પણ આરોપ મુકવામાં આવ્યો છે. આ ઘટનામાં બે લોકો ઈજાગ્રસ્ત થયાં છે. શહેરના બહેરામપુરા વિસ્તારમાં જાહેર રોડ પર તોડફોડ અને હંગામો થયો હોવાની ઘટના સામે આવી હતી. અસામાજિક તત્વોએ અપશબ્દો અને ધમકી આપતાં લોકોમાં ભય ફેલાયો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. પોલીસે સીસીટીવીની મદદથી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. સગીરને તેના જ મિત્રોએ તાલીબાની સજા આપી શહેરના વટવા વિસ્તારમાં સગીરને તેના જ મિત્રોએ તાલીબાની સજા આપતો વીડિયો વાયરલ થયો છે. યુવકને ઝાડ સાથે બાંધીને તેને માર મારતો વીડિયો વાયરલ થતાં અનેક સવાલો ઉભા થયાં છે. સગીર મારથી બચવા માટે બુમો પાડતો હોવાનું વીડિયોમાં જોવા મળી રહ્યું છે. વાયરલ વીડિયોને લઈને વટવા પોલીસે તપાસ હાથ ધરી છે. સગીરને માર મારવા મુદ્દે પોલીસે જુવેનાઈલ એક્ટ હેઠળ કાર્યવાહી કરી છે. આવી અનેક ઘટનાઓ રોજ બરોજ સામે આવી રહી છે. પરંતુ પોલીસ શહેરમાં સબ સલામત હોવાના દાવા કરી રહી છે. પોલીસના પેટ્રોલિંગ સામે પણ સવાલો ઉભા થયાં છે. આ પણ વાંચોઃ Ahmedabad: સૈજપુરમાં લૂંટની કોશિશમાં યુવક પર છરી વડે હુમલો, કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
Read Full Story arrow_forward