Narmada: MP જશુ રાઠવાનો બંદૂક વિવાદમાં ખુલાસો, અતિ ઉત્સાહમાં કાયદો યાદ ન રહ્યો, પોલીસ જે કાર્યવાહી કરશે તે સ્વીકાર્ય
છોટાઉદેપુર લોકસભા મતવિસ્તારના સાંસદ જશુભાઈ રાઠવા ગઈકાલે જાહેરમાં હથિયાર સાથે જોવા મળતા કાયદાકીય મુશ્કેલીમાં મુકાયા છે. સ્થાનિક પોલીસ દ્વારા તેમની સામે ગુનો નોંધવામાં આવ્યા બાદ આજે સાંસદે મીડિયા સમક્ષ આવીને સમગ્ર મામલે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી છે. તેમણે ખુલાસો કર્યો છે કે આ ઘટના માત્ર અતિ ઉત્સાહના કારણે બની છે અને કાયદાનું ઉલ્લંઘન કરવાનો તેમનો કોઈ ઈરાદો નહોતો.આદિવાસી સંસ્કૃતિનો આપ્યો હવાલોજશુભાઈ રાઠવાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "અમારા આદિવાસી સમાજની એક જૂની અને પવિત્ર પરંપરા રહી છે કે જ્યારે પણ કોઈ સામાજિક કે પરંપરાગત પ્રસંગ હોય ત્યારે લોકો લાકડી, પારિયા, તીર-કામઠા જેવા પરંપરાગત સાધનો સાથે પરંપરાગત નૃત્ય કરતા હોય છે. આ પ્રસંગે પણ વાતાવરણ ખૂબ જ ઉત્સાહજનક હતું અને હું પોતે પણ અતિ ઉત્સાહમાં આવી ગયો હતો.""કાયદો જે કરશે તે સ્વીકારીશ"તેમણે વધુમાં ઉમેર્યું કે, ઉત્સાહના અતિરેકમાં તે સમયે કાયદાના નિયમો મગજમાંથી નીકળી ગયા હતા અને અજાણતા જ બંદૂક હાથમાં આવી ગઈ હતી. એક જવાબદાર સાંસદ (MP) તરીકે મારો હથિયારનો ઉપયોગ કરવાનો કે કોઈને ડરાવવાનો કોઈ જ મેલી મુરાદ કે ઈરાદો નહોતો. ગઈકાલે આ મામલે પોલીસ ફરિયાદ થઈ છે અને દેશના કાયદા પ્રત્યે મને પૂર્ણ વિશ્વાસ છે. પોલીસ અને ન્યાયતંત્ર આ મામલે જે પણ કાયદેસરની કાર્યવાહી કે નિર્ણય કરશે, તેનો હું એક નાગરિક તરીકે સહર્ષ સ્વીકાર કરીશ. સાંસદના આ નિવેદન બાદ હવે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.આ પણ વાંચો: Daman: 97 કરોડના ખર્ચે બનેલું અત્યાધુનિક એરપોર્ટ સજ્જ, જૂનમાં પીએમ મોદીના હસ્તે લોકાર્પણની શક્યતા
Read Full Story arrow_forward