android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live : વરસાદને લઇ IMDએ જાહેર કરી આગાહી, દેશમાં 90 ટકા વરસાદની શક્યતા, જૂન માસમાં ગુજરાતમાં ગરમી રહેશે
calendar_today May 29, 2026

Gujarat Latest News Live : વરસાદને લઇ IMDએ જાહેર કરી આગાહી, દેશમાં 90 ટકા વરસાદની શક્યતા, જૂન માસમાં ગુજરાતમાં ગરમી રહેશે

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 29 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Ahmedabad: વટવામાં ક્રૂરતાની સીમા પાર, સગીર યુવકને ઝાડ સાથે બાંધી મિત્રોએ જ આપી તાલિબાની સજા
calendar_today May 29, 2026

Ahmedabad: વટવામાં ક્રૂરતાની સીમા પાર, સગીર યુવકને ઝાડ સાથે બાંધી મિત્રોએ જ આપી તાલિબાની સજા

અમદાવાદ શહેરમાં અસામાજિક અને વિકૃત માનસિકતા ધરાવતા તત્વોનો આતંક વધી રહ્યો છે. વટવા વિસ્તારમાં બનેલી એક ઘટનાએ સમગ્ર શહેરને હચમચાવી દીધું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક કંપારી છૂટી જાય તેવા વીડિયોમાં કેટલાક યુવકો એક સગીર વયના છોકરાને ઝાડ સાથે બાંધીને લાકડીઓ અને પટ્ટા વડે બેરહેમીથી માર મારતા દ્રશ્યમાન થાય છે. આ વીડિયો વાયરલ થતાં જ સ્થાનિક રહેવાસીઓમાં રોષ અને ફફડાટ વ્યાપી ગયો છે.બચાવવા માટે કરગરતો રહ્યો કિશોરપ્રાપ્ત વિગતો અનુસાર, આ વાયરલ વીડિયો અમદાવાદના વટવા પંથકનો હોવાનું સામે આવ્યું છે. કોઈ જૂની અદાવત અથવા સામાન્ય બોલાચાલીની અદાવતમાં સગીરના જ મિત્રોએ તેને ધાક-ધમકી આપીને એકાંતવાળી જગ્યાએ બોલાવ્યો હતો. ત્યારબાદ તમામ શખ્સોએ ભેગા મળીને આ સગીરને એક ઝાડ સાથે દોરડા વડે ચુસ્ત રીતે બાંધી દીધો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે સગીર પોતાની જાતને બચાવવા માટે મિત્રો સામે હાથ જોડીને રડી રહ્યો છે અને દયાની ભીખ માંગી રહ્યો છે, છતાં પણ નરાધમ બનેલા મિત્રોનું દિલ પીગળ્યું ન હતું. તેઓએ સગીર પર લાતો અને ડંડા વડે અત્યાચાર ગુજારવાનું ચાલુ રાખ્યું હતું અને આ આખી ઘટનાનો મોબાઈલમાં વીડિયો પણ ઉતાર્યો હતો.વટવા પોલીસે શરૂ કરી તપાસઆ 'તાલિબાની સજા' નો વીડિયો સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર વાયુવેગે વાયરલ થતાં જ અમદાવાદ પોલીસ તંત્ર સફાળું જાગ્યું છે. વટવા પોલીસ સ્ટેશનની ટીમે આ વાયરલ વીડિયોની ગંભીરતાપૂર્વક નોંધ લઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે વીડિયોમાં દેખાતા હુમલાખોર યુવકોની ઓળખ મેળવવા માટે સ્થાનિક બાતમીદારોની મદદ લીધી છે. ભોગ બનનાર સગીર પરિવારનો સંપર્ક સાધીને કડકમાં કડક કલમો હેઠળ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, કાયદો હાથમાં લેનારા આવા તત્વોને કોઈપણ સંજોગોમાં છોડવામાં નહીં આવે અને ટૂંક સમયમાં જ તમામની ધરપકડ કરવામાં આવશે.આ પણ વાંચો: Surat: અમરોલીમાંથી પોલીસે બાતમીના આધારે 2 કિલો ગાંજા સાથે એક આરોપીને ઝડપી લીધો

Read Full Story arrow_forward
Surat: લંડનના વર્ક પરમિટ વિઝાના નામે 8 લાખ પડાવ્યા, પોલીસે આરોપીને વડોદરાથી ઝડપી લીધો
calendar_today May 29, 2026

Surat: લંડનના વર્ક પરમિટ વિઝાના નામે 8 લાખ પડાવ્યા, પોલીસે આરોપીને વડોદરાથી ઝડપી લીધો

સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા એક આસામીને યુકે (UK) ના લંડનમાં વર્ક પરમિટ અપાવવાના બહાને લાખો રૂપિયાનો ચુનો લગાવવામાં આવ્યો છે. જોકે, અમરોલી પોલીસે આ મામલે ત્વરિત પગલાં ભરીને કૌભાંડના મુખ્ય સૂત્રધાર ધર્મેશ નરેશભાઇ ભાટીયાને વડોદરા ખાતેથી રંગેહાથ ઝડપી પાડ્યો છે.સમગ્ર કૌભાંડની મોડસ ઓપરેન્ડીમળતી માહિતી મુજબ, આરોપી ધર્મેશ ભાટીયાએ ફરિયાદીને વિશ્વાસમાં લીધો હતો કે તે લંડનમાં સેટલ કરાવી દેશે. તેણે ફરિયાદીને સેન્ટ્રલ લંડન સ્થિત પ્રતિષ્ઠિત 'કેથરીન્સ વેય નર્સિંગ' (Katherine's Way Nursing) માં વાર્ષિક રૂપિયા ૨૭ લાખના માતબર પગારની નોકરી અપાવવાની મોટી લાલચ આપી હતી. આ આકર્ષક ઓફર જોઈને ફરિયાદી તેની જાળમાં ફસાઈ ગયો હતો. ત્યારબાદ આરોપીએ વિઝા પ્રોસેસિંગ ફી, મેડિકલ અને એમ્બસી એપોઇન્ટમેન્ટના બહાને ફરિયાદી પાસેથી ટુકડે-ટુકડે કરીને કુલ 8 લાખ રૂપિયા પડાવી લીધા હતા.રૂપિયા પરત ન આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યોલાંબો સમય વીતી જવા છતાં આરોપી ધર્મેશ ભાટીયાએ લંડનના વર્ક પરમિટ વિઝા આપ્યા ન હતા. જ્યારે ફરિયાદીને શંકા ગઈ અને તેણે પોતાના 8 લાખ રૂપિયા પરત માંગ્યા, ત્યારે આરોપીએ વાયદાબાજી શરૂ કરી દીધી હતી અને અંતે રકમ આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં જ ભોગ બનનારે અમરોલી પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો. અમરોલી પોલીસે ગુનો નોંધી ટેક્નિકલ સર્વેલન્સના આધારે લોકેશન ટ્રેસ કરીને આરોપીને વડોદરાથી દબોચી લીધો છે. પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે ધર્મેશે આ જ રીતે અન્ય કેટલા લોકોને વિદેશ મોકલવાના નામે ઠગ્યા છે.આ પણ વાંચો: Ahmedabad: વટવામાં ક્રૂરતાની સીમા પાર, સગીર યુવકને ઝાડ સાથે બાંધી મિત્રોએ જ આપી 'તાલિબાની સજા

Read Full Story arrow_forward