Vadodara : ગુજસીટોક સહિતના અનેક ગુનાઓમાં મોસ્ટ વોન્ટેડ ચૂઈ ગેંગના બે સાગરીતો હથિયારો સાથે ઝડપાયા
વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના માલસર ગામે બનેલા એક ગંભીર ગુનામાં જિલ્લા પોલીસને મોટી સફળતા મળી છે. પંથકમાં લાંબા સમયથી આતંક મચાવતી કુખ્યાત ‘ચૂઈ ગેંગ’ના બે રીઢા ગુનેગારોને પોલીસે બાતમીના આધારે દબોચી લીધા છે.અનેક ગંભીર ગુનાઓ પકડાયેલા આરોપીઓની ઓળખ અરૂણ જયેશભાઈ માછી અને રવિ ઉર્ફે કાળીયો સુભાષભાઈ માછી તરીકે થઈ છે. આ બંને આરોપીઓ સામે અગાઉથી જ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ ગુજસીટોક, હત્યાનો પ્રયાસ, દારૂની હેરાફેરી અને અપહરણ જેવા અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. ફરિયાદી પર હિંસક હુમલો કર્યો હતો મળતી વિગતો અનુસાર, તાજેતરમાં જ આ આરોપીઓએ માલસર ગામમાં પોતાની આખી ટોળકી બનાવીને એક ફરિયાદી પર હિંસક હુમલો કર્યો હતો અને તેમની સાથે બેરહેમીથી મારામારી કરી હતી. એટલું જ નહીં, હુમલો કર્યા બાદ ફરિયાદીને જાનથી મારી નાખવાની ખુલ્લી ધમકી આપીને આ આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ઘટનાની ગંભીરતાને જોતા વડોદરા ગ્રામ્ય પોલીસ એક્શનમાં આવી હતી અને આરોપીઓને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે વોચ ગોઠવીને બંનેને દબોચી લીધા દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે ગેંગના આ બંને સાગરીતો ચોક્કસ લોકેશન પર છુપાયેલા છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને બંનેને દબોચી લીધા હતા. પોલીસના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું છે કે જિલ્લામાં કોઈપણ પ્રકારની ગેંગબાજી કે અસામાજિક તત્વો ચલાવી લેવામાં નહીં આવે અને આગામી દિવસોમાં આવી ટોળકીઓ સામે કાર્યવાહી વધુ કડક બનાવવામાં આવશે. હાલમાં શિનોર પોલીસ દ્વારા આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.આ પણ વાંચો---- Iscon Bridge Accident : તથ્યને 90 વર્ષની સજા થવી જોઈએ, છલકાયું પીડિતનું દર્દ, વાંચો સંદેશ ડીજીટલ Exclusive
Read Full Story arrow_forward