android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Weather: સૌરાષ્ટ્રના 9 જિલ્લામાં વરસાદની શક્યતા નહિવત, બફારો યથાવત રહેવાની શક્યતા
calendar_today May 28, 2026

Gujarat Weather: સૌરાષ્ટ્રના 9 જિલ્લામાં વરસાદની શક્યતા નહિવત, બફારો યથાવત રહેવાની શક્યતા

સૌરાષ્ટ્ર-કચ્છમાં અસહ્ય બફારા અને ઉકળાટ વચ્ચે ગરમીનો પારો ફરી ઉંચકાતા શહેરીજનો ત્રાહિમામ પોકારી ગયા છે. કાળઝાળ ગરમી વચ્ચે રાહતના સમાચાર એ છે કે, આગામી શનિવારથી ચોમાસાની ગતિવીધી શરૂ થઈ જશે. સોમવારથી અમરેલી અને ભાવનગર પંથકમાં 40થી 50 કિલોમીટરની ઝડપે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે જો કે, રાજકોટ, મોરબી, દ્વારકા, પોરબંદર, જામનગર, સોમનાથ, જુનાગઢ. બોટાદ, સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ પડવાની શક્યતા નહીવત હોવાથી આ વિસ્તારમાં બફારો યથાવત રહેવાની શક્યતા છે. ગરમીના પારામાં ફરી બે ડિગ્રીનો વધારો થયો આજે ગરમીના પારામાં ફરી બે ડિગ્રીનો વધારો થયો છે. રણકાંઠાના સુરેન્દ્રનગરમાં તાપમાનનો પારો ૪૪ ડિગ્રીએ સ્થિર થયો હોય તેમ સતત બીજા દિવસે ૪૪ ડિગ્રી તાપમાનથી લોકો અકળાયા હતા. જ્યારે અમરેલીમાં 42.1, ભાવનગરમાં 41.7, કંડલા એરપોર્ટમાં 40.6, ભુજમાં 39.2, કેશોદમાં 37.4, જનાગઢમાં 37.6, નલિયામાં 35.3 પોરબંદરના મહુવામાં 35, ઓખામાં 34.2, દીવ અને વેરાવળમાં 34.0, દ્વારકામાં 32.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. શહેરીજનો આકરા તાપથી આકુળ-વ્યાકુળ બન્યા રાજકોટ શહેરમાં પણ તાપમાન ઉંચકાયું હતું ગરમીનો પારો ફરી 43.3 ડિગ્રીએ પહોચી જતા શહેરીજનો આકરા તાપથી આકુળ-વ્યાકુળ બન્યા હતા તે સાથે ગરમ પવનનું જોર પણ યથાવત રહ્યું હતું. સાંજે 12 કિલોમીટરની ઝડપે ગરમ લુ ફુંકાવાના કારણે શહેરીજનો મોડી સાંજ સુધી ઘરમાં પુરાયા હતા.ગરમીનો પારો ઉંચકાતા શહેરના એક ડઝન જેટલા વિસ્તારોમાં પારો 40 ડિગ્રીને પાર થઈ ગયો હતો તેમાં ભાવનગર રોડ, રેસકોર્ષ રીંગરોડ, મહિલા કોલેજ, આજીડેમ, ગ્રીનલેન્ડ, જામટાવર, દેવપરા, અટીકા, સોરઠીયા વાડી. નાનમવા. પ્રદ્યુમનપાર્ક, ત્રિકોણબાગ સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે.આ પણ વાંચોઃ Mehsana News: 5 લાખ દૂધ ઉત્પાદકોને દૂધ સાગર ડેરીની ભેટ, પ્રતિ કિલો ફેટના ભાવમાં 25 રૂપિયાનો વધારો

Read Full Story arrow_forward
Narmda: મુંબઈ પોલીસે સ્થાનિક પોલીસને સાથે રાખી વરખડ ગામમાં પાડી મોટી રેડ, કરોડોનું રેકેટ પકડાયું
calendar_today May 28, 2026

Narmda: મુંબઈ પોલીસે સ્થાનિક પોલીસને સાથે રાખી વરખડ ગામમાં પાડી મોટી રેડ, કરોડોનું રેકેટ પકડાયું

ગુજરાતનો દરિયા કિનારો હોય કે ગ્રામ્ય વિસ્તારો, નશાના સોદાગરોએ હવે આંતરિયાળ વિસ્તારોને પોતાના સેફ હેવન બનાવવાનું શરૂ કર્યું હોય તેમ લાગી રહ્યું છે. આવી જ એક ચોંકાવનારી ઘટનામાં મુંબઈ પોલીસે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વરખડ ગામમાં ધમધમતા આંતરરાજ્ય કરોડો રૂપિયાના ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે સ્થાનિક પોલીસ આ આખા નેટવર્કથી તદ્દન અજાણ હતી અને મુંબઈ પોલીસે અહીં આવીને દરોડા પાડતા સ્થાનિક પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે.મુંબઈની હોટલમાંથી ખૂલ્યું નાંદોદનું કનેક્શનસૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, આ આખા ઓપરેશનની શરૂઆત મુંબઈથી થઈ હતી. મુંબઈ પોલીસની ટીમે બાતમીના આધારે ત્યાંની એક હોટલમાં દરોડો પાડીને શંકાસ્પદ હાલતમાં બે વ્યક્તિઓને દબોચી લીધા હતા. આ શખ્સોની તલાશી લેતા તેમની પાસેથી ખૂબ જ મોટી માત્રામાં કિંમતી ડ્રગ્સ અને નશાકારક પદાર્થો મળી આવ્યા હતા. મુંબઈ પોલીસે જ્યારે આ બંને આરોપીઓની આગવી ઢબે પૂછપરછ શરૂ કરી ત્યારે ડ્રગ્સ સપ્લાયની ચેઈન સીધી ગુજરાતના નર્મદા જિલ્લાના વરખડ ગામ સુધી લંબાયેલી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો.બંધ મકાનમાં 15 કલાકથી ઓપરેશન, FSL રિપોર્ટની રાહઆરોપીઓની કબૂલાતના આધારે મુંબઈ પોલીસની એક ખાસ ટીમ તાત્કાલિક નર્મદા દોડી આવી હતી અને સ્થાનિક પોલીસને સાથે રાખીને વરખડ ગામમાં આવેલા એક શંકાસ્પદ બંધ મકાન પર ત્રાટકી હતી. પોલીસે આ બંધ મકાનમાંથી પણ ભારે માત્રામાં શંકાસ્પદ નશાકારક પદાર્થો અને કેમિકલનો જથ્થો શોધી કાઢ્યો છે. છેલ્લા 15 કલાકથી મુંબઈ પોલીસ ઘટનાસ્થળે જ ધામા નાખીને બેઠી છે અને આખા વિસ્તારમાં કિલ્લાબંધી કરી દેવામાં આવી છે.શંકાસ્પદ હાલતમાં બે વ્યક્તિઓને દબોચી લીધા આ પદાર્થ કયું કેમિકલ ડ્રગ્સ (જેમ કે MD મેફેડ્રોન કે અન્ય સિન્થેટિક ડ્રગ્સ) છે, તેની વૈજ્ઞાનિક પુષ્ટિ કરવા માટે FSL (Forensic Science Laboratory) ની ટીમને સ્થળ પર બોલાવવામાં આવી છે. FSL ની ટીમ દ્વારા નમૂના લઈને તેની ચકાસણી શરૂ કરવામાં આવી છે. આ કેમિકલ ક્યાંથી આવતું હતું અને અહીં ડ્રગ્સ પ્રોસેસિંગ થતું હતું કે માત્ર સ્ટોરેજ, તેનો ખુલાસો એફએસએલના સત્તાવાર રિપોર્ટ બાદ થશે. આ ઘટનાને પગલે ગુજરાત પોલીસની કામગીરી અને ગુપ્તચર વિભાગ (IB) ની નિષ્ફળતા સામે પણ મોટા સવાલો ઊભા થયા છે.આ પણ વાંચો:  Chhotaudepur: આમરોલી પાસે કેનાલ નજીક રેશનિંગના મીઠાનો મોટો જથ્થો ફેંકી દેવાયો, આદિવાસીઓમાં ભારે આક્રોશ

Read Full Story arrow_forward
El Nino : આ વર્ષે અલ નીનો મચાવશે ભયંકર તબાહી! અવકાશમાંથી નાસાની ખૌફનાક ચેતવણી
calendar_today May 28, 2026

El Nino : આ વર્ષે અલ નીનો મચાવશે ભયંકર તબાહી! અવકાશમાંથી નાસાની ખૌફનાક ચેતવણી

નાસાના અત્યાધુનિક 'સેન્ટીનેલ-6 માઈકલ ફ્રીલિચ' (Sentinel-6 Michael Freilich) ઉપગ્રહે પ્રશાંત મહાસાગરના પેટાળમાં એક મોટી અને અસામાન્ય હલચલ નોંધી છે. આ સેટેલાઈટે સમુદ્રના ઊંડાણમાં એક વિશાળકાય ગરમ લહેરને કેદ કરી છે, જેને વૈજ્ઞાનિકો 'કેલ્વિન તરંગ' તરીકે ઓળખાવે છે. આ ગતિવિધિ એ વાતનો સ્પષ્ટ સંકેત છે કે આ વર્ષના અંત સુધીમાં વિશ્વએ ફરી એકવાર વિનાશકારી 'અલ-નીનો' (El-Nino) ચક્રનો સામનો કરવો પડશે. 2020માં લોન્ચ કરાયેલો સેન્ટીનેલ-6 ઉપગ્રહ રાખે છે સતત દેખરેખ નાસા દ્વારા વર્ષ 2020માં લોન્ચ કરાયેલો સેન્ટીનેલ-6 ઉપગ્રહ દર 10 દિવસે સમગ્ર પૃથ્વીના સમુદ્રના સ્તરની દેખરેખ રાખે છે અને તેનો ચોક્કસ નકશો તૈયાર કરે છે. આ સેટેલાઈટ એટલો શક્તિશાળી છે કે તે દરિયાના પાણીના સ્તરને એક ઇંચના ખૂબ નાના ભાગ સુધીની ચોકસાઈથી માપી શકે છે. તાજેતરના અહેવાલો મુજબ, મે મહિનાના મધ્ય સુધીમાં દક્ષિણ અમેરિકાના કોલંબિયા, ઇક્વાડોર અને પેરુના દરિયાકાંઠાની આસપાસ સમુદ્રનું સ્તર સામાન્ય સરેરાશ કરતાં 15 સેન્ટિમીટરથી પણ વધુ ઉપર આવી ગયું છે. પાણીના સ્તરમાં આટલો મોટો વધારો એ સાબિત કરે છે કે ત્યાં સમુદ્રનું તાપમાન ખૂબ ઝડપથી વધી રહ્યું છે. શું છે આ ગરમ 'કેલ્વિન તરંગો'? હવામાન વૈજ્ઞાનિકોના મતે, સમુદ્રની અંદર અલ-નીનોની સ્થિતિ ઊભી કરવામાં આ કેલ્વિન તરંગો સૌથી મોટી ભૂમિકા ભજવે છે. સામાન્ય રીતે વિષુવવૃત્તીય પ્રશાંત મહાસાગર પર પૂર્વથી પશ્ચિમ તરફ નિયમિત પવનો ફૂંકાતા હોય છે. પરંતુ જ્યારે આ પવનો નબળા પડે છે, ત્યારે તેની જગ્યાએ પશ્ચિમી પવનો સક્રિય બને છે. પવનોની આ અદલાબદલીને કારણે પશ્ચિમ પેસિફિક ક્ષેત્રનું અત્યંત ગરમ પાણી પૂર્વ તરફ (દક્ષિણ અમેરિકાના કિનારા તરફ) ધકેલાય છે. જ્યારે આ પ્રક્રિયા સતત કેટલાક મહિનાઓ સુધી ચાલે છે અને ત્યાં ગરમ પાણીનો મોટો જથ્થો જમા થાય છે, ત્યારે 'અલ-નીનો' સક્રિય બને છે. વૈશ્વિક અર્થતંત્ર અને માનવજીવન પર સંકટ જો આ વર્ષે અલ-નીનો ચક્ર સંપૂર્ણપણે પૂરજોશમાં આવશે, તો તેની ભયંકર અસરો વૈશ્વિક સ્તરે જોવા મળશે. આના કારણે ભારત અને એશિયાના ઘણા દેશોમાં ચોમાસું નબળું પડી શકે છે, જેના લીધે તીવ્ર દુષ્કાળ, પાકની બરબાદી અને પીવાના પાણીની ભારે તંગી સર્જાઈ શકે છે. બીજી તરફ, દક્ષિણ અમેરિકાના દેશોમાં કમોસમી મુશળધાર વરસાદ અને પૂરના કારણે જાનમાલનું મોટું નુકસાન થવાની આશંકા છે. નાસાની આ નવીનતમ શોધે દુનિયાભરના વૈજ્ઞાનિકોને ચિંતામાં મૂકી દીધા છે, કારણ કે આ કુદરતી ફેરફાર માનવજીવનની સાથે વૈશ્વિક કૃષિ અર્થતંત્રને પણ મોટો ફટકો મારી શકે છે.આ પણ વાંચોઃ પેટ્રોલ ડીઝલના વધતા ભાવને લઇને પ્રજા ચિતિંત, ભારત પાસે હજુ છે પેટ્રોલ ડીઝલનો આટલો સ્ટોક...

Read Full Story arrow_forward