android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News: કેન્દ્રીય ગૃહમંત્રી બે દિવસ ગુજરાત પ્રવાસે આવશે, ભાજપના પદાધિકારીઓ સાથે બેઠક યોજાશે
calendar_today May 27, 2026

Ahmedabad News: કેન્દ્રીય ગૃહમંત્રી બે દિવસ ગુજરાત પ્રવાસે આવશે, ભાજપના પદાધિકારીઓ સાથે બેઠક યોજાશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે. 28 અને 29 મેના રોજ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. 28મેના રોજ પોતાના સંસદિય ક્ષેત્ર ગાંધીનગરના અનેક વિકાસ પ્રકલ્પોની ભેટ આપશે. આનંદમ પરિવાર દ્વારા વડસર ખાતે નવનિર્મિત જેડવા તળાવનું લોકાર્પણ થશે. નવનીત વાંચનાલયોનું લોકાર્પણ થશે.ખાત્રજ ખાતે તળાવ બ્યુટીફિકેશન અને ગ્રામ પંચાયત કચેરીનું ખાતમુહૂર્ત કરશે. કલોલ અને ગાંધીનગરમાં વિકાસ કામોનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી મોટી ભોયણ ખાતે પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરશે.કલોલ અને ગાંધીનગર ઉત્તર વિધાનસભાના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.સોનીપુર ખાતે ભાજપના સિનિયર કાર્યકર્તા અને પૂર્વ સરપંચ ગાંડાજી ઠાકોરના નિવાસે બપોરનું ભોજન લેશે. તેઓ 28મે ના રોજ સાંજે કમલમ કાર્યાલય ખાતે પ્રદેશ બીજેપીના પદાધિકારીઓ સાથે બેઠક કરશે.બપોરે સોલા ખાતે ઉમિયાધામ કેમ્પસના નવ નિર્મિત હોસ્ટેલ બિલ્ડીંગનું લોકાર્પણ કરશે.નવા વાડજ ખાતે ભારત માતા નવનિર્મિત કલ્ચરનું લોકાર્પણ પણ કરશે. સંવેદનશીલ હરામી નાળાની પણ વિઝીટ કરશે 28મીએ સાંજે સર્કિટ હાઉસ અમદાવાદ ખાતે ઓલમ્પિક, કોમનવેલ્થ તેમજ વિશ્વ પોલીસની ફાયર ગેમ્સની તૈયારીઓની સમીક્ષા બેઠક પણ કરશે. 28મીએ મોડી સાંજે ગૃહમંત્રી અમિત શાહ કચ્છ જશે. જ્યાં 29મીએ સવારે ભુજ ખાતે સૈન્યના અધિકારીઓ સાથે બેઠક યોજશે. બોર્ડર વિસ્તારમાં સૈન્યના કામો અને સુરક્ષાને લઈને સમીક્ષા કરશે. 29 મે ના રોજ તેઓ ભારત-પાકિસ્તાન સરહદ પરના ક્રિક વિસ્તારમાં આવેલ સંવેદનશીલ હરામી નાળાની પણ વિઝીટ કરશે. આ પણ વાંચોઃ Morbi News: હળવદમાં ચાર દિવસ ચાલે તેટલો જ પીવાના પાણીનો જથ્થો, ધારાસભ્યનો લેટર બોમ્બ

Read Full Story arrow_forward
ધર્મશાળામાં એક મહત્વપૂર્ણ શપથવિધિ સમારોહ યોજાયો
calendar_today May 27, 2026

ધર્મશાળામાં એક મહત્વપૂર્ણ શપથવિધિ સમારોહ યોજાયો

સમારોહ દરમિયાન પેન્પા ત્સેરિંગે સિક્યોંગ તરીકે શપથ ગ્રહણ કર્યા હતા

Read Full Story arrow_forward
Parle Share Upper Circuit: પારલે નામ પર ગજબનો ખેલ ! PM મોદીના 'મેલોડી ટ્વિસ્ટ'થી રોકાણકારોએ નોટો છાપી
calendar_today May 27, 2026

Parle Share Upper Circuit: પારલે નામ પર ગજબનો ખેલ ! PM મોદીના 'મેલોડી ટ્વિસ્ટ'થી રોકાણકારોએ નોટો છાપી

શેરબજારમાં ક્યારે, કયો શેર ધમાકો કરશે તેની ભવિષ્યવાણી કરવી અશક્ય છે. કેટલીકવાર એક નાનકડી અફવા કે સામાન્ય સમાચાર પણ કોઈ શેરને આકાશ આંબવા માટે પૂરતા હોય છે. આવું જ કંઈક બન્યું છે માત્ર 5 રૂપિયાના એક નાના એવા પેની સ્ટોક (Penny Stock) સાથે, જેમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત અપર સર્કિટ લાગી રહી છે. આ શેર છે પારલે ઇન્ડસ્ટ્રીઝ (Parle Industries) નો, જે માત્ર 5 જ દિવસમાં 33% જેટલો ઉછળી ગયો છે અને રોકાણકારો માલામાલ થઈ ગયા છે.નામ પારલે પણ કામ જુદાં  અહીં એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે આ કંપનીનું નામ ભલે 'પારલે' હોય, પણ તેને પ્રખ્યાત 'પારલે-જી' બિસ્કિટ સાથે કોઈ લેવાદેવા નથી. આ એક રિયલ એસ્ટેટ ક્ષેત્રની કંપની છે. પરંતુ પીએમ નરેન્દ્ર મોદીના એક 'મેલોડી ટ્વિસ્ટ'ના કારણે રોકાણકારોમાં થયેલી ગેરસમજે આ ડૂબતા શેરમાં અચાનક જીવ પૂરી દીધો છે.PM મોદીની ઇટાલી મુલાકાત અને 'મેલોડી' કનેક્શનઆ આખી રોચક વાર્તા પાછળનું કારણ પીએમ મોદીની ઇટાલી મુલાકાત છે:ખાસ ગિફ્ટ: ઇટાલીના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્યાંના પીએમ જ્યોર્જિયા મેલોનીને પારલે કંપનીની પ્રખ્યાત 'મેલોડી' (Melody) ટોફીનું પેકેટ ભેટમાં આપ્યું હતું.વીડિયો થયો વાયરલ: ઇટાલીના પીએમ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરાયેલો આ વીડિયો જોતજોતામાં વાયરલ થઈ ગયો અને ઈન્ટરનેટ પર 'મેલોડી' ટ્રેન્ડ થવા લાગ્યું.રોકાણકારોની ગેરસમજ: બજારના રોકાણકારોને લાગ્યું કે આ ટોફી બનાવતી કંપની 'પારલે ઇન્ડસ્ટ્રીઝ' છે, અને તેઓ આ શેર ખરીદવા માટે તૂટી પડ્યા. પરિણામે શેરમાં સતત અપર સર્કિટ લાગવા માંડી. જ્યારે અસલી હકીકત એ છે કે મેલોડી ટોફી બનાવતી 'પારલે પ્રોડક્ટ્સ' શેરબજારમાં લિસ્ટેડ જ નથી!છેલ્લા 5 દિવસમાં શેરનો તૂફાની વળાંકવર્ષભરથી શાંત પડેલા આ શેરમાં અચાનક આવેલી તેજીના આંકડા નીચે મુજબ છે:પરિબળ વિગત19 મે ના રોજ કિંમત માત્ર ₹5.00હાલની કિંમત (5 દિવસ પછી) ₹6.67કુલ ઉછાળો 33% (સતત અપર સર્કિટ)કંપનીનું માર્કેટ કેપ વધીને ₹32.58 કરોડ થયુંઆ શેર છેલ્લા એક વર્ષથી સતત ધોવાઈ રહ્યો હતો અને લગભગ 70% જેટલો તૂટી ગયો હતો. પરંતુ 20 મે ના રોજ જેવો ઇટાલીના પીએમનો થેન્ક યૂ વીડિયો આવ્યો, આ શેરમાં તેજીનું ઘોડાપૂર આવ્યું જે હજુ પણ ચાલુ છે.બંને કંપનીઓ વચ્ચેનો મોટો તફાવતરસપ્રદ વાત એ છે કે, જ્યારે 80ના દાયકામાં પારલે પ્રોડક્ટ્સે મેલોડી ટોફી લોન્ચ કરી હતી ત્યારે જ આ પારલે ઇન્ડસ્ટ્રીઝ કંપનીની સ્થાપના થઈ હતી. જો કે, બંનેના બિઝનેસ તદ્દન અલગ છે:પારલે ઇન્ડસ્ટ્રીઝ (Parle Industries): આ શેરબજારમાં લિસ્ટેડ કંપની છે, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટના ક્ષેત્રમાં કામ કરે છે.પારલે પ્રોડક્ટ્સ (Parle Products): આ એક બિન-લિસ્ટેડ (પ્રાઇવેટ) FMCG કંપની છે, જે પારલે-જી, મેલોડી, મોનાકો અને હાઇડ એન્ડ સીક જેવા પ્રખ્યાત બ્રાન્ડ્સ બનાવે છે.Disclaimer: શેરબજારમાં માત્ર નામ પાછળ દોડીને રોકાણ કરવું જોખમી સાબિત થઈ શકે છે. કોઈપણ પ્રકારના રોકાણ પહેલાં કંપનીના ફંડામેન્ટલ્સ તપાસો અને માર્કેટ એક્સપર્ટની સલાહ ચોક્કસ લો.આ પણ વાંચો- Petrol Diesel Price Today: પેટ્રોલ 115 તો ડીઝલ 104 રૂપિયે, જાણો આજે ભાવમાં શું છે ફેરફાર ?

Read Full Story arrow_forward