android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Weather: અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે વરસાદની આગાહી, તાપમાનમાં બે ડિગ્રી સુધી ઘટાડો થશે
calendar_today May 27, 2026

Gujarat Weather: અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે વરસાદની આગાહી, તાપમાનમાં બે ડિગ્રી સુધી ઘટાડો થશે

ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું જોર યથાવત છે. બે દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થશે. એકથી બે ડિગ્રી સુધી તાપમાન ઘટશે. રાજ્યમાં સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 44.3 ડિગ્રી ગરમી નોંધાઈ છે. અમદાવાદમાં 43.2, ડીસામાં 41.2, ગાંધીનગરમાં 42.8, વડોદરામાં 40.4, કંડલામાં 39.6,કચ્છમાં 39.1, અમરેલીમાં 41.7,ભાવનગરમાં 42.2, રાજકોટમાં 42.7, સુરતમાં 35.7 ડિગ્રી તાપમાન નોંધાશે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે માવઠાની આગાહી કરી ગુજરાતમાં ફરી માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે.આગામી 30,31 મે અને પહેલી જૂને રાજ્યમાં વરસાદ ખાબકી શકે છે. રાજ્યમાં ટ્રફ પસાર થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે.30મી મેના રોજ બનાસકાંઠા,અરવલ્લી, મહીસાગરમાં વરસાદ થઈ શકે છે.જ્યારે 31મી મેના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને પંચમહાલમાં વરસાદ થઈ શકે છે.આ ઉપરાંત પહેલી જૂને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, છોટા ઉદેપુર, ભાવનગરમાં વરસાદ થવાની સંભાવનાઓ છે. 30થી 40 કિ.મીની ગતિએ પવન ફૂંકાઈ શકે હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસના જણાવ્યા પ્રમાણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવનાઓ છે. ગરમી અને ઉકળાટ વચ્ચે વરસાદ ખાબકી શકે છે. આગામી 30 અને 31 મે સહિત પહેલી જૂને આ વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. આ ઉપરાંત 30થી 40 કિ.મીની ગતિએ પવન ફૂંકાઈ શકે છે. રાજ્યમાં ટ્રફ પસાર થતો હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદની આગાહી છતાં તાપમાન 40થી 41 ડિગ્રી સુધી રહેવાની શક્યતાઓ છે.આ પણ વાંચોઃ Gandhinagar News: 900 સિંહોને રોગચાળાથી બચાવવા 300 અધિકારીઓ દ્વારા મોનિટરિંગ

Read Full Story arrow_forward
Ahmedabad News: 6.77  લાખથી વધુ કરદાતાઓએ ભર્યો એડવાન્સ ટેક્સ, AMCને 791 કરોડની આવક થઈ
calendar_today May 27, 2026

Ahmedabad News: 6.77 લાખથી વધુ કરદાતાઓએ ભર્યો એડવાન્સ ટેક્સ, AMCને 791 કરોડની આવક થઈ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રામાણિક કરદાતાઓ માટે શરૂ કરવામાં આવેલી એડવાન્સ ટેક્સ રિબેટ સ્કીમને શહેરીજનો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે.ગત 9 એપ્રિલ 2026થી અમલમાં આવેલી આ વિશેષ આર્થિક રાહત યોજના અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 677339થી વધુ જાગૃત નાગરિકોએ પોતાના મિલકત વેરાનું એડવાન્સ ચુકવણું કરી દીધું છે.મધ્યમવર્ગીય અને વ્યવસાયી પરિવારો વહેલી તકે ટેક્સ ભરીને આ યોજનાનો મહત્તમ લાભ ઉઠાવી રહ્યા છે.જેના પરિણામે કોર્પોરેશનની તિજોરીમાં અત્યાર સુધીમાં 791.99 કરોડની માતબર આવક નોંધાઈ છે.જ્યારે તેના બદલામાં નાગરિકોને પ્રોત્સાહન સ્વરૂપે 81.69 કરોડનું મોટું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે. એડવાન્સ ટેક્સ રિબેટ સ્કીમને સારો પ્રતિસાદ મે મહિનાના અંતિમ દિવસોમાં આ સ્કીમનો લાભ લેવાની મુદત નજીક આવી રહી હોવાથી ટેક્સ કલેક્શન સેન્ટરો તેમજ ઓનલાઇન પોર્ટલ પર કરદાતાઓની સંખ્યામાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે.છેલ્લી ઘડીની દોડધામથી બચવા અને વળતરનો લાભ મેળવી લેવા માટે નાગરિકો મોટી સંખ્યામાં આગળ આવી રહ્યા છે.આ ઉત્સાહ વચ્ચે ગત 26 મે 2026ના રોજ માત્ર એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 13046 કરદાતાઓએ એડવાન્સ ટેક્સ ભર્યો હતો.નાગરિકોના આ ભારે ઘસારાને કારણે મ્યુનિસિપલ કોર્પોરેશનને માત્ર 24 કલાકમાં જ 24.91 કરોડની અધધ આવક થઈ હતી.જેની સામે કરદાતાઓને 2.99 કરોડનું સીધું ડિસ્કાઉન્ટ મળ્યું હતું. કુલ આવક અને લાભાર્થીઓનો આ આંકડો ઊંચો જશે એએમસી દ્વારા ડિજિટલ પેમેન્ટની સરળતા અને એડવાન્સ ટેક્સ પર અપાતા આકર્ષક ડિસ્કાઉન્ટને કારણે આ યોજના એક સફળ ઝુંબેશ બની ગઈ છે.વન-ક્લિક ઓનલાઈન પેમેન્ટ સુવિધા અને કોર્પોરેશનના સરળ વહીવટના કારણે શહેરીજનોને વળતર મેળવવામાં ખૂબ જ અનુકૂળતા રહી છે.પોતાના ઘર તેમજ દુકાનનો વેરો વહેલા ભરીને આર્થિક બચત કરવાની આ રીત અમદાવાદીઓમાં ખૂબ લોકપ્રિય સાબિત થઈ છે.કોર્પોરેશનના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર મે માસના બાકીના દિવસોમાં હજુ પણ મોટી સંખ્યામાં લોકો ટેક્સ ભરે તેવી શક્યતા હોવાથી આગામી દિવસોમાં કુલ આવક અને લાભાર્થીઓનો આ આંકડો હજુ વધુ ઊંચો જશે.આ પણ વાંચોઃ Gujarat Weather : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી, 40 KMની ગતિએ પવન ફૂંકાઈ શકે છે

Read Full Story arrow_forward
IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, બેંગલુરુથી ચેન્નાઈ જતા પ્લેનમા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
calendar_today May 27, 2026

IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, બેંગલુરુથી ચેન્નાઈ જતા પ્લેનમા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા

ક્રૂ મેમ્બર્સે તરત જ ઇમરજન્સી પ્રોટોકોલ અમલમાં મૂકી તમામ મુસાફરોને સુરક્ષિત રીતે વિમાનમાંથી બહાર કાઢ્યા. આ ઘટનામાં કોઈ મુસાફર અથવા ક્રૂ સભ્યને ઇજા પહોંચી હોવાની માહિતી નથી. ટેકઓફ માટે તૈયાર હતું વિમાન વિમાન રનવે પર ટેકઓફ માટે તૈયાર હતું ત્યારે કેબિનમાં ધુમાડાના ગોટે ગોટા દેખાયા. પાયલટ અને કેબિન ક્રૂએ તરત પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું અને સાવચેતીના ભાગરૂપે ઇમરજન્સી ઇવેક્યુએશન શરૂ કર્યું. મુસાફરોને સ્લાઇડ્સની મદદથી વિમાનમાંથી બહાર ઉતારવામાં આવ્યા. આખી કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ. ઇવેક્યુએશન બાદ તમામ મુસાફરોને ટર્મિનલ બિલ્ડિંગમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેમને પાણી અને રિફ્રેશમેન્ટ્સ આપવામાં આવ્યા. ઇન્ડિગો એરલાઇન્સે શું કહ્યું? ઇન્ડિગો એરલાઇન્સે આ ઘટનાને લઈને તરત પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે મુસાફરોની સુરક્ષા તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. એરલાઇન્સે ચેન્નાઈ માટે વૈકલ્પિક વિમાનની વ્યવસ્થા પણ કરી દીધી છે, જે ટૂંક સમયમાં રવાના થશે. સત્તાવાર નિવેદનમાં જણાવાયું કે, “અમારી ટીમ સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. ટેક્નિકલ ટીમ ધુમાડાના કારણની તપાસ કરી રહી છે. મુસાફરોને થયેલી અસુવિધા બદલ અમે ખેદ વ્યક્ત કરીએ છીએ અને સહકાર આપવા વિનંતી કરીએ છીએ.” ધુમાડો ક્યાંથી આવ્યો? વિમાનમથકના અધિકારીઓએ પણ પુષ્ટિ કરી કે વિમાનને તરત જ અલગ વિસ્તારમાં લઈ જઈ સુરક્ષા ધોરણો મુજબ તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ ધુમાડાનો સ્ત્રોત સ્પષ્ટ થયો નથી. કેટલીક પ્રાથમિક રિપોર્ટ્સમાં એન્જિન અથવા ઇલેક્ટ્રિકલ સિસ્ટમ સાથે જોડાયેલી ખામીની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે ઇન્ડિગો અને DGCAની ટીમ આ મામલે વિગતવાર તપાસમાં લાગી ગઈ છે.

Read Full Story arrow_forward