android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Himachal અને Uttarakhand ના જંગલોમાં ભીષણ આગ, આગનો ભયાનક વીડિયો જોઇ ધ્રુજી ઉઠશો!
calendar_today May 27, 2026

Himachal અને Uttarakhand ના જંગલોમાં ભીષણ આગ, આગનો ભયાનક વીડિયો જોઇ ધ્રુજી ઉઠશો!

હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના જંગલોમાં ભયાનક આગ લાગી છે. પહાડી વિસ્તારોમાંથી આવતી તસવીરો અને વીડિયો કોઈપણ વ્યક્તિની કરોડરજ્જુને ધ્રુજાવી દે તેવા છે. સેંકડો ફૂટ ઊંચા કાળા ધુમાડાના ગોટેગોટા પહાડોને ઘેરી વળ્યા છે અને લીલાછમ જંગલો રાખમાં ફેરવાઈ રહ્યા છે.આગે રોદ્ર સ્વરૂપ ધારણ કર્યુ હિમાચલ પ્રદેશના પ્રખ્યાત પર્યટન સ્થળ સોલન જિલ્લાના ક્યારીઘાટ ગામ અને કંદાઘાટના પહાડી વિસ્તારોમાં આગ ઝડપથી ફેલાઈ રહી છે. વહીવટીતંત્ર અને વન વિભાગે સુરક્ષાના ભાગરૂપે આસપાસના રહેણાંક વિસ્તારોને ખાલી કરાવી દીધા છે. ફાયર બ્રિગેડ, વન વિભાગની ટીમો અને સ્થાનિક લોકો જીવના જોખમે આગ ઓલવવાનો પ્રયાસ કરી રહ્યા છે. શિમલા સચિવાલય નજીક પણ એક દુકાનમાં આગ લાગવાની ઘટના બની હતી, જેને સમયસર કાબૂમાં લેવાઈ હતી. મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખતા બચાવ કામગીરી ઝડપી કરવાના નિર્દેશ આપ્યા છે. હવે વન વિભાગ અને લોકોની નજર હવામાન વિભાગની આગાહી પર છે, કારણ કે આગામી દિવસોમાં વરસાદ જ આ ભીષણ આગથી રાહત અપાવી શકે છે. 11,000 થી વધુ વનકર્મીઓ આગ બુઝાવવા મેદાને બીજી તરફ, ઉત્તરાખંડની સ્થિતિ પણ અત્યંત ચિંતાજનક છે. રાજ્ય સરકારે આગ ઓલવવામાં મદદ કરનારા બહાદુર નાગરિકો માટે ₹1 લાખ સુધીના ઈનામની જાહેરાત કરી છે. સ્થિતિને કાબૂમાં લેવા માટે 11,000 થી વધુ વન કર્મચારીઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ચમોલી, રુદ્રપ્રયાગ, પૌરી, ટિહરી, ઉત્તરકાશી, પિથોરાગઢ અને નૈનીતાલ જેવા વિસ્તારોમાં અત્યાર સુધીમાં આગની લગભગ 400 ઘટનાઓ નોંધાઈ છે, જેમાં 330 હેક્ટરથી વધુ વન વિસ્તાર નાશ પામ્યો છે. ગઢવાલ પ્રદેશ આ આપત્તિથી સૌથી વધુ પ્રભાવિત થયો છે અને અત્યાર સુધીમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. કુદરત અને માનવજાત બંને માટે કસોટીનો સમય આ આગ માત્ર વનસ્પતિને જ નુકસાન નથી પહોંચાડી રહી, પરંતુ હિમાલયના ગ્લેશિયર્સ (હિમનદીઓ) માટે પણ મોટો ખતરો બની ગઈ છે. પ્રદૂષણ અને કાળો ધુમાડો 6,000 ફૂટની ઊંચાઈ સુધી પહોંચી ગયા છે. ખાસ કરીને પહાડોના રક્ષક ગણાતા 'બાંજ' (Oak) ના જંગલો આ આગની ઝપેટમાં આવી ગયા છે. આ જંગલો જમીનનું ધોવાણ અટકાવવા, વરસાદી પાણીનો સંગ્રહ કરવા અને ભૂગર્ભજળને રિચાર્જ કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. જો આ જંગલો સંપૂર્ણપણે નાશ પામશે, તો પહાડોમાં ભૂસ્ખલન અને પાણીની ગંભીર કટોકટી સર્જાઈ શકે છે. કુદરત અને માનવજાત બંને માટે આ સમય કસોટીનો છે. આ પણ વાંચોઃ Donald Trump: ટ્રમ્પનો નવાબી શોખ! જન્મદિવસ પર વ્હાઇટ હાઉસના લૉનમાં જામશે લોહિયાળ 'કેજ ફાઇટ'

Read Full Story arrow_forward
Rajasthan વાસીઓને 1 જૂને નહીં મળે પેટ્રોલ ડીઝલ! પંપ સંચાલકોનું હડતાળનું એલાન
calendar_today May 27, 2026

Rajasthan વાસીઓને 1 જૂને નહીં મળે પેટ્રોલ ડીઝલ! પંપ સંચાલકોનું હડતાળનું એલાન

રાજસ્થાનના નાગરિકો માટે આગામી દિવસો મુશ્કેલીભર્યા સાબિત થઈ શકે છે. રાજ્યના પેટ્રોલ પંપ સંચાલકોએ સરકાર અને તેલ કંપનીઓની નીતિઓ સામે વિરોધ નોંધાવવા માટે આગામી 1 જૂનથી રાજ્યવ્યાપી હડતાળનું એલાન કર્યું છે. 1 જૂને નહીં મળે પેટ્રોલ ડીઝલ રાજસ્થાન પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, જો સરકાર તેમની ન્યાયી માંગણીઓ પર તાકીદે નિર્ણય નહીં લે, તો 1 જૂનના રોજ આખા રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનું વેચાણ સંપૂર્ણપણે બંધ રહેશે. આ જાહેરાતને પગલે સામાન્ય જનતા, ખેડૂતો અને પરિવહન ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. પેટ્રોલ પંપોના વેચાણમાં મોટો ઘટાડો આ હડતાળ પાછળનું મુખ્ય કારણ રાજસ્થાનમાં ઇંધણ પર વસૂલવામાં આવતો ઊંચો વેટ (VAT) છે. પંપ સંચાલકોનો દાવો છે કે પડોશી રાજ્યોની સરખામણીએ રાજસ્થાનમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ નોંધપાત્ર રીતે વધારે છે. આના પરિણામે, સરહદી વિસ્તારોના લોકો અને વાહનચાલકો પડોશી રાજ્યોમાંથી બળતણ ભરાવવાનું પસંદ કરે છે, જેના કારણે રાજસ્થાનના સ્થાનિક પેટ્રોલ પંપોના વેચાણમાં મોટો ઘટાડો થયો છે. નાના શહેરો અને ગ્રામીણ વિસ્તારોના પંપ આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે અને બંધ થવાની કતાર પર છે. તેલ કંપનીઓ પર પુરવઠામાં મનમાનીનો ગંભીર આરોપ આ ઉપરાંત, ડીલરોએ તેલ કંપનીઓ પર પુરવઠામાં મનમાની અને બેદરકારી દાખવવાનો પણ ગંભીર આરોપ લગાવ્યો છે. કંપનીઓ દ્વારા મર્યાદિત સ્ટોક પૂરો પાડવામાં આવતો હોવાથી પંપો પર લાંબી કતારો લાગે છે, જેના લીધે સંચાલકોએ ગ્રાહકોના રોષનો ભોગ બનવું પડે છે. બીજી તરફ વીજળી બિલ, કર્મચારીઓનો પગાર અને મેન્ટેનન્સ જેવા સંચાલન ખર્ચ સતત વધી રહ્યા છે, પરંતુ ડીલર કમિશનમાં લાંબા સમયથી કોઈ વધારો કરવામાં આવ્યો નથી. કોઇ ઉકેલ નહીં આવે તો 1 જૂનથી પેટ્રોલ બંધ પરિસ્થિતિની ગંભીરતાને જોતાં એસોસિએશને મુખ્યમંત્રી ભજન લાલ શર્મા અને નાગરિક પુરવઠા મંત્રી સુમિત ગોદારાને પત્ર લખીને 4 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. ડીલરોનું કહેવું છે કે જો રાજ્ય સરકાર વેટમાં ઘટાડો કરે, તો પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે, જેનો સીધો ફાયદો જનતાને મળશે અને મોંઘવારી પણ ઘટશે. જો આ 4 દિવસમાં કોઈ સકારાત્મક ઉકેલ નહીં આવે, તો 1 જૂનથી વાહનોના પૈડાં થંભી જશે. હવે સૌની નજર સરકારના આગામી પગલા પર ટકેલી છે. આ પણ વાંચોઃ Himachal અને Uttarakhand ના જંગલોમાં ભીષણ આગ, આગના ભયાનક સ્વરૂપનો વીડિયો જોઇ ધ્રુજી ઉઠશો!

Read Full Story arrow_forward
Petrol Diesel Latest Price: પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર, જાણો તમારા શહેરની કિંમત
calendar_today May 27, 2026

Petrol Diesel Latest Price: પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર, જાણો તમારા શહેરની કિંમત

આપણા દિવસની શરૂઆત માત્ર સૂર્યના કિરણોથી જ નહીં, પણ પેટ્રોલ અને ડીઝલના નવા ભાવો સાથે પણ થાય છે, જે સીધી રીતે સામાન્ય માણસના બજેટને પ્રભાવિત કરે છે. દરરોજ સવારે 6 વાગ્યે દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) ઈંધણના નવા દરો જાહેર કરે છે. આ દરો વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતો અને ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં થતી વધ-ઘટના આધારે નક્કી થાય છે. ઓફિસે જતા કર્મચારીથી લઈને શાકભાજીના વેપારી સુધી, આ ફેરફાર દરેકના જીવનને સ્પર્શે છે.આજે શું છે પેટ્રોલ ડીઝલના ભાવ આવી સ્થિતિમાં, દરરોજના ભાવોથી અપડેટ રહેવું એ માત્ર માહિતી મેળવવા પૂરતું નહીં, પણ નાણાકીય આયોજન માટે પણ સ્માર્ટ નિર્ણય છે. સરકારની આ દૈનિક પ્રાઇસિંગ સિસ્ટમ ગ્રાહકો સુધી સાચી અને પારદર્શક માહિતી પહોંચાડવાનું કામ કરે છે.શહેર પેટ્રોલ (રૂપિયા/લીટર) ડીઝલ (રૂપિયા/લીટર)નવી દિલ્હી 102.12 95.20મુંબઈ 111.18 97.83કોલકાતા 113.47 99.82ચેન્નઈ 107.77 99.55બેંગલુરુ 110.93 98.80હૈદરાબાદ 115.69 103.82છેલ્લા બે વર્ષથી કિંમતો સ્થિર રહેવાનું કારણ શું?મે 2022 માં કેન્દ્ર સરકાર અને ત્યારબાદ વિવિધ રાજ્ય સરકારો દ્વારા ટેક્સ (એક્સાઇઝ ડ્યુટી અને વેટ) માં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો હતો. આ રાહત બાદથી જ દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ મોટાભાગે નિયંત્રણમાં અને સ્થિર જોવા મળી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવોમાં ઉતાર-ચઢાવ આવવા છતાં, ભારતીય બજારમાં ગ્રાહકોને કિંમતોની સ્થિરતાનો મોટો ફાયદો મળ્યો છે.ગુજરાતના મુખ્ય શહેરોમાં આજના ભાવ (26 મે, 2026) શહેર પેટ્રોલ (₹/લિટર) ડીઝલ (₹/લિટર)અમદાવાદ ₹101.78 ₹97.90રાજકોટ ₹101.57 ₹97.71સુરત ₹101.63 ₹97.77વડોદરા ₹101.46 ₹97.57ગાંધીનગર ₹102.28 ₹98.40કયા પરિબળોના આધારે નક્કી થાય છે ઈંધણના ભાવ?પેટ્રોલ અને ડીઝલના અંતિમ છૂટક ભાવ (Retail Price) પાછળ મુખ્ય પાંચ પરિબળો કામ કરે છે:આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલની કિંમત: આપણે જે ઈંધણ વાપરીએ છીએ તેનો મુખ્ય સ્ત્રોત કાચું તેલ (ક્રૂડ ઓઈલ) છે. વૈશ્વિક બજારમાં જ્યારે પણ ક્રૂડના ભાવ વધે કે ઘટે, તેની સીધી અસર ભારતીય ઓઈલ કંપનીઓના ખર્ચ પર થાય છે.ડોલર સામે રૂપિયાનું મૂલ્ય: ભારત પોતાની જરૂરિયાતનું મોટાભાગનું ક્રૂડ ઓઈલ વિદેશથી આયાત કરે છે અને તેની ચૂકવણી અમેરિકી ડોલરમાં થાય છે. જો ડોલર મજબૂત થાય અને રૂપિયો નબળો પડે, તો આયાત મોંઘી બને છે અને ઈંધણના ભાવ વધે છે.સરકારી ટેક્સ માળખું: પેટ્રોલ-ડીઝલની મૂળ કિંમત પર કેન્દ્ર સરકાર દ્વારા એક્સાઇઝ ડ્યુટી અને રાજ્ય સરકારો દ્વારા વેટ (VAT) વસૂલવામાં આવે છે. આ ટેક્સ કુલ કિંમતનો એક બહુ મોટો હિસ્સો ધરાવે છે. દરેક રાજ્યમાં વેટનો દર અલગ હોવાથી શહેરો પ્રમાણે ભાવોમાં તફાવત જોવા મળે છે.રિફાઇનિંગ પ્રક્રિયાનો ખર્ચ: અશુદ્ધ ક્રૂડ ઓઈલને વાપરી શકાય તેવા પેટ્રોલ કે ડીઝલમાં બદલવા માટે રિફાઇનરીઓમાં પ્રોસેસ કરવું પડે છે. આ પ્રોસેસિંગ કોસ્ટ (શુદ્ધિકરણનો ખર્ચ) પણ તેલની ગુણવત્તા અને રિફાઇનરીની ક્ષમતાના આધારે અંતિમ ભાવમાં ઉમેરાય છે.માંગ અને પુરવઠાનું સંતુલન: બજારના નિયમ મુજબ જો ઈંધણની માંગ સપ્લાય કરતા વધી જાય, તો ભાવમાં ઉછાળો આવે છે. સામાન્ય રીતે તહેવારોની સીઝન, લગ્નગાળો કે ઉનાળા-શિયાળાની ઋતુમાં જ્યારે ટ્રાન્સપોર્ટેશન અને ટ્રાવેલિંગ વધે છે, ત્યારે ઈંધણની વપરાશ અને કિંમતો પર તેની અસર જોવા મળે છે. આ પણ વાંચો- Petrol Diesel Price Today: પેટ્રોલ 115 તો ડીઝલ 104 રૂપિયે, જાણો આજે ભાવમાં શું છે ફેરફાર ?

Read Full Story arrow_forward