android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live : CNG વાહનચાલકોની મુશ્કેલી વધી, અમદાવાદમાં અદાણીCNGના ભાવમાં 2 રૂપિયાનો વધારો
calendar_today May 27, 2026

Gujarat Latest News Live : CNG વાહનચાલકોની મુશ્કેલી વધી, અમદાવાદમાં અદાણીCNGના ભાવમાં 2 રૂપિયાનો વધારો

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 27 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Gujarat News: રાજ્યમાં 38.90 લાખ ઘરેલુ PNG કનેક્શન, ઐદ્યોગિક PNG જોડાણોમાં ગુજરાત દેશમાં પ્રથમ
calendar_today May 27, 2026

Gujarat News: રાજ્યમાં 38.90 લાખ ઘરેલુ PNG કનેક્શન, ઐદ્યોગિક PNG જોડાણોમાં ગુજરાત દેશમાં પ્રથમ

ઇરાન યુદ્ધ બાદ દેશમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજીના પુરવઠાની અછત વચ્ચે સતત થઈ રહેલો ભાવવધારો ચર્ચા અને લોકોની ઉત્સુકતાનો મુદ્દો બન્યો છે.આ સંજોગોમાં એલપીજી, પીએનજી અને સીએનજીની રાજયમાં શું સ્થિતિ છે અને આ ક્ષેત્રમાં શું હલચલ ચાલી રહી છે તે જાણવું જરૂરી બન્યું છે.ગુજરાતમાં હાલ કુલ 38,10,089 ઘરેલું પીએનજી કનેક્શન કાર્યરત છે.રસોઈ માટે પાઈ૫ દ્વારા સીધો ગેસ પહોંચાડતી પીએનજી સેવા હવે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર સહિત 10 શહેરોમાં વ્યાપક બની છે. ગુજરાતમાં 5936 ઔદ્યોગિક પીએનજી કનેક્શન નોંધાયા આ ઉપરાંત ગુજરાતમાં 5936 ઔદ્યોગિક પીએનજી કનેક્શન નોંધાયા છે જે દેશભરમાં સૌથી વધુ છે. રાજ્યમાં એલપીજી અને પીએનજી બંને પ્રકારના જોડાણો રાખનારા ગ્રાહકોને શોધી કાઢવા માટે સરકારે વિશેષ ઝુંબેશ હાથ ધરી છે.આ માટે મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ પાસેથી જોડાણો અંગેનો સર્વર ડેટા મેળવીને તેની બારીકાઈથી ચકાસણી ચાલી રહી છે. નવું જોડાણ આપવાની ઝુંબેશ ચાલુ એલપીજી કનેક્શનમાંથી પીએનજીમાં ટ્રાન્સફર થવા માટે અરજી કર્યાના સાત દિવસમાં જ નવું જોડાણ આપવાની ઝુંબેશ ચાલુ છે જે માટે પીએનજી લાઈનના ખોદકામની મંજૂરી 24 કલાકમાં મળી જશે.ગુજરાતની 10 સિટી ગેસ એજન્સીઓને રોજના પાંચ હજાર પીએનજી જોડાણ આપવાનો પણ સરકારી આદેશ કરાયો છે.આ ઉપરાંત રાજ્યમાં પીએનજીના 24586 કોમર્શિયલ કનેક્શન નોંધાયા છે અને કુલ 1099 સીએનજી સ્ટેશનો કાર્યરત છે.ગુજરાતમાં દૈનિક 40 લાખ કિલો સીએનજીનો વપરાશ થાય છે.જેના થકી આશરે 7.50 લાખ વાહનો દોડી રહ્યા છે.દેશમાં ઘરેલું પીએનજી જોડાણો સાથે પ્રથમ સ્થાને છે. ઘરેલું પીએનજી જોડાણમાં ગુજરાતનો હિસ્સો 22.8 % જ્યારે કનેક્શનમાં મહારાષ્ટ્ર 43.92 લાખ, ગુજરાત 38.10 લાખ કનેક્શન સાથે બીજા ક્રમે છે.દેશના કુલ ઘરેલું પીએનજી જોડાણમાં ગુજરાતનો હિસ્સો 22.8 %, કોમર્શિયલ પીએનજી જોડાણમાં 50.1% અને ઔદ્યોગિક પીએનજી જોડાણમાં 27.4% છે. જ્યારે દેશના કુલ સીએનજી સ્ટેશનોમાંથી 12.3% સ્ટેશનો ગુજરાતમાં છે.ગુજરાતમાં દરરોજ સરેરાશ 28.46 (મિલિયન મેટ્રિક સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર પ્રતિ દિવસ) નેચરલ ગેસનું વેચાણ અને વપરાશ નોંધાયા છે.દેશના કુલ 155.18 એમએમએસસીએમડી ગેસ વપરાશમાં ગુજરાતનો હિસ્સો આશરે 18.3 ટકા થાય છે. આ પણ વાંચોઃ Gandhinagar News: 900 સિંહોને રોગચાળાથી બચાવવા 300 અધિકારીઓ દ્વારા મોનિટરિંગ

Read Full Story arrow_forward
Gujarat News: રાજ્યમાં ગરમીનું પ્રમાણ ઘટતાં વીજ સપ્લાય કાબૂમાં, ગત વર્ષનો રેકોર્ડ હજુ પણ અકબંધ
calendar_today May 27, 2026

Gujarat News: રાજ્યમાં ગરમીનું પ્રમાણ ઘટતાં વીજ સપ્લાય કાબૂમાં, ગત વર્ષનો રેકોર્ડ હજુ પણ અકબંધ

રાજ્યમાં ગરમીનું પ્રમાણ ઘટતાં ક્રમશઃ વીજળીની માગમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે.એક સમયે વર્તમાન સીઝનમાં ગરમીનો પારો 45 ડિગ્રીએ પહોંચ્યો એ વખતે વીજળીની ડિમાન્ડ વધી હતી.ગત વર્ષે પિક સમયે નોંધાયેલી સૌથી વધુ 26600 મેગાવોટની માગ જો કે ચાલુ સિઝનમાં હજી પાર કરવામાં આવી નથી.મંગળવારે પિક સમયે રાજ્યમાં વીજળીની મહત્તમ માગ 26200 મેગાવોટ નોંધાઈ હતી. હજી મહત્તમ વીજ ફાળવણી રાજ્યને મળતી નથી આકરા તાપ અને દરિયાકાંઠાનું પવનનું વધતું જોર વીજ ઉત્પાદનમાં ફાયદારૂપ બની રહ્યું છે. રાજ્યના સોલર એકમોનું ઉત્પાદન મંગળવારે અંદાજે 8 હજાર મેગાવોટ અને પવન ઊર્જા એકમો તરફથી ઉત્પાદન 3700 મેગાવોટ જેટલું મળ્યું હતું. તાતાની કોસ્ટલ ગુજરાત પાવર લિમિટેડ સાથે થયેલા નવા કરાર પછી તાતા કંપની તરફથી હજી મહત્તમ વીજ ફાળવણી રાજ્યને મળતી નથી.મંગળવારે આ કંપની સામે માંડ 1000 મેગાવોટ વીજળી પ્રાપ્ત થઈ હતી. પાવર એક્સચેન્જમાંથી વીજળી લેવી પડતી નથી જ્યારે એસ્સાર અને અદાણી પાસેથી અનુક્રમે 700 મેગાવોટ અને 1300 મેગાવોટ જેટલી વીજળી પ્રાપ્ત થઈ હતી.સૂત્રોના જણાવ્યા પ્રમાણે પૂરતા પ્રમાણમાં વીજ ઉત્પાદનને કારણે અત્યારે રાજ્યએ પાવર એક્સચેન્જમાંથી વીજળી લેવી પડતી નથી.રાજ્યના સરકારી વીજમથકોનું વીજઉત્પાદન જીસેક મારફતે 2400 મેગાવોટ જેટલું જ મળી રહ્યું છે.પરંતુ આની સામે સેન્ટ્રલ સેક્ટરમાંથી યાને એનટીપીસી જેવા કેન્દ્રીય સાહસોમાંથી 7000 મેગાવોટ જેટલી વીજળી રાજ્યને પ્રાપ્ત થઈ રહી છે. આ પણ વાંચોઃ Gandhinagar News: 900 સિંહોને રોગચાળાથી બચાવવા 300 અધિકારીઓ દ્વારા મોનિટરિંગ

Read Full Story arrow_forward