Gujarat News: કેમિકલ ઉદ્યોગોમાં ઉત્પાદન કિંમતમાં 15 ટકા સુધીનો વધારો થવાની સંભાવના
એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ગણાતી અંકલેશ્વર જીઆઈડીસી સહિત પાનોલી,ઝઘડિયા, વાગરા અને દહેજના ઔદ્યોગિક પટ્ટા પર પેટ્રોલ-ડીઝલ અને સીએનજીના સતત વધતા ભાવની સીધી અસર જોવા મળી રહી છે.મિડલ ઇસ્ટમાં વધતા યુદ્ધ સંકટને કારણે આંતરરાષ્ટ્રીય કૂડ ઓઈલ સપ્લાય ચેઇન ખોરવાતાં ગુજરાતના ઔદ્યોગિક ક્ષેત્ર માટે ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે.છેલ્લા 11 દિવસમાં ગુજરાતમાં પેટ્રોલમાં અંદાજે રૂ.7.5થી રૂ.8 પ્રતિ લિટર અને ડીઝલમાં રૂ.7થી વધુનો વધારો નોંધાયો છે. 10થી 18 ટકા વધારો થવાની શક્યતા મિડલ ઇસ્ટમાં જહાજ માર્ગો પ્રભાવિત થતાં આયાતમાં વિલંબ અને ફેટ ચાર્જમાં 12થી 20 ટકાનો વધારો નોંધાયો છે.ડીઝલ આધારિત પ્લાન્ટ ચલાવતા એકમો માટે વીજ ખર્ચમાં પણ 10થી 18 ટકા વધારો થવાની શક્યતા છે.ઉદ્યોગ નિષ્ણાતોના મતે જો આ સ્થિતિ યથાવત રહી તો કુલ ઉત્પાદન કિંમતમાં 8થી 15 ટકા સુધીનો વધારો થઈ શકે છે.જેના કારણે વૈશ્વિક બજારમાં ગુજરાતના કેમિકલ ઉદ્યોગની સ્પર્ધાત્મકતા અસરગ્રસ્ત બનશે.ભરૂચ કુલ કેમિકલ નિકાસમાં લગભગ 19% યોગદાન આપે છે.ભરૂચ જિલ્લો દર વર્ષે અંદાજિત કુલ રૂપિયા 1.15 લાખ કરોડથી 1.25 લાખ કરોડનો આંતરરાષ્ટ્રીય વેપાર કરે છે. આશરે 54000 કરોડથી 62000 કરોડ રૂપિયાની વાર્ષિક નિકાસ અંદાજે 6થી 8 બિલિયન ડોલર મુજબ આશરે 54000 કરોડથી 62000 કરોડ રૂપિયાની વાર્ષિક નિકાસ અને અંદાજે 8થી 10 બિલિયન ડોલર મુજબ આશરે 69000 કરોડથી 78000 કરોડ રૂપિયાની વાર્ષિક આયાત કરે છે.ભરૂચ જિલ્લામાંથી મુખ્યત્વે ડાયઝ, પિગમેન્ટ્સ, કેમિકલ્સ, ફાર્મા એપીઆઈ, એગ્રોકેમિકલ્સ અને ટાયર્સની નિકાસ થાય છે તો સામે દહેજ પોર્ટ પર કેમિકલ ટર્મિનલ હોવાથી અને ઉદ્યોગો માટે કુડ ઓઈલ, લિક્વિડ કેમિકલ્સ, નેચરલ ગેસ (એલએનજી) અને સ્પેશિયાલિટી કેમિકલ્સ મોટાપાયે આયાત થાય છે. આ પણ વાંચોઃ Gandhinagar News: 900 સિંહોને રોગચાળાથી બચાવવા 300 અધિકારીઓ દ્વારા મોનિટરિંગ
Read Full Story arrow_forward