Ahmedabad: અમદાવાદ જિલ્લા ગ્રામ્યમાં જનપ્રતિનિધિઓના પદગ્રહણમાં સમર્થકો કારોના કાફ્લા સાથે પહોંચ્યા
કેન્દ્ર સરકાર દ્વારા વારંવાર ઈંધણની બચત કરવા અને બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરવામાં આવે છે. જોકે, સોમવારે અમદાવાદ જિલ્લા ગ્રામ્યની વિવિધ તાલુકા પંચાયતોમાં આ અપીલના જાણે લીરેલીરા ઉડતા જોવા મળ્યા હતા. પેટ્રોલ-ડિઝલ બચતની અપીલ માત્ર કાગળ રહી ગઇ હતી. પંચાયતી હોદ્દેદારોના અભિનંદન સમારોહમાં સમર્થકો કારોના કાફ્લા સાથે આવી પહોંચ્યા હતાં. પ્રમુખોની ના છતાં પણ સમર્થકોની ભીડ જોવા મળી હતી. જિલ્લામાં જનપ્રતિનિધિઓના પદગ્રહણ ટાણે નિયમોના લીરેલીરા ઉડયા હતાં. નવનિયુક્ત પ્રમુખો અને ચેરમેનોને અભિનંદન પાઠવવા માટે સમર્થકો અને સગા-સંબંધીઓનો ભારેઉત્સાહ જોવા મળ્યો હતો. પદગ્રહણના આ અવસરે હજારોની સંખ્યામાં સમર્થકો કારના કાફ્લા સાથે ઉમટી પડયા હતા. નોંધપાત્ર બાબત એ છે કે, કેટલાક જાગૃત પ્રમુખો અને ચેરમેનોએ અગાઉથી જ સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમો દ્વારા આવી ભીડ અને ગાડીઓનો કાફ્લો ન લાવવા અપીલ કરી હતી. તેમ છતાં, સમર્થકોના આ જુવાળ સામે તેમની અપીલ બેઅસર સાબિત થઈ હતી. સંખ્યાબંધ ગાડીઓના કાફ્લાના કારણે હજારો લીટર ઈંધણનો બિનજરૂરી વ્યય થયો હતો. સરકારી તંત્રની અપીલ અને જનપ્રતિનિધિઓની નમ્ર વિનંતી છતાં, આ પ્રકારનો દેખાવ રાજકીય સંસ્કૃતિ પર સવાલો ઉભા કરે છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward